________________
પત્રસુધા બનશે? માટે “જે થાવું હોય તે થાજે રૂડા રાજને ભજીએ” એમ દઢ કરી એકાદ કલાક જરૂર આત્મ-આરાધનામાં મન પરોવીને ગાળ છે, એમ કર્યા વિના જીવની શિથિલતા ઘટે તેમ નથી. દિવસે વખત ન મળે તે રાત્રે ઊંઘ ઓછી કરીને કે ઓછું ખાઈને, ઉપવાસ કરીને પણ ભક્તિ ન થઈ હોય ત્યાં સુધી ચેન ન પડે એવી ટેવ પાડવી ઘટે છેજ. ઉપશમ, વૈરાગ્ય, ત્યાગ અને ભક્તિ સહજ સ્વભાવરૂપ કરી દેવાની પરમકૃપાળુદેવની ભલામણ છે, નહીં તે મુમુક્ષુપણું ટકવું મુશ્કેલ છે. જેને આ મનુષ્યભવની દુર્લભતા સમજાઈ હોય, અને દોષ દેખી દોષ ટાળવા પુરુષાર્થ કરે અને મહિને ઘટાડે તેને મુમુક્ષુ ગણવા ગ્ય છે.
પરમકૃપાળુદેવ લખે છે કે “આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બેજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતું નથી, એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. જે ખાવાને, પીવાને, ઊંઘવા ઈત્યાદિને વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તે પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે મનુષ્યજન્મનું કર્તવ્ય છે, તેમાં વખત ન મળે એ વચન જ્ઞાની કંઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઈન્દ્રિયાદિક સુખનાં કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંત કાળ દુઃખ ભેગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરની નથી લાગતી !”(વ્યાખ્યાન સારઃ ૨-૩૦) એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૮૯
અગાસ, તા. ૧૨-૩-૪૯ ના નિર્મળ તેની દશા, જેને હરિ હદયમાં વસ્યા, પિતાના અવગુણને હણે, પરના તે હૃદયે નવ ગણે; કોના દોષ ન દેખે કશા, નન્ના નિર્મળ તેની દશા.”
સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા;
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” આપનાં બને કાર્યો મળ્યાં છે, વાંચી સમાચાર જાણ્યા છે. આપને એવી વાત જાણવાજણાવવાની હેશ રહે છે તે હવે વિલય થાય તેમ કર્તવ્ય છે. નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવવા પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે મથાળે લખેલી કડીઓ વિચારીને, “સમજ્યા તે સમાઈ ગયા” એ વાક્યને સફળ કરવા પુરુષાર્થ કરશે.
“અબ તે મેરે રાજ રાજ દૂસરા ન કેઈ;
સાધુસંગ બૈઠ બૈઠ કલાજ ખાઈ.” જગતને પ્રવાહ માટે ભાગે આવે ને આ જ વહે છે. શ્રી મહાવીરના સમયમાં શાલા આદિના શિષ્ય સત્યમાર્ગ કરતાં પણ વિશેષ હતા અને તેને ભગવાન માનીને શ્રી વીર પરમાત્મા પ્રત્યે પણ વિમુખ રહેતા; તે આવા કાળમાં આમ હોય એમાં નવાઈ નથી. પ. પૂ. પ્રભુશ્રીજીને અનંત ઉપકાર છે કે તેમણે આવા કપ્રવાહમાં તણાતા આપણને બચાવ્યા છે, નહીં તે આપણું ગજું નથી કે ન તણાઈએ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ