SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત ૭૬૭ અંગાસ, તા. ૨૩-૭-૪૮ તત્ કૈં સત્ અષાડ વદ ૨, ૨૦૦૪ (૧) પ્રશ્ન – રાત્રિભેજન વિષે સૂમ ભેદો ? ઉત્તર – ભજન ઉપર, દેહ ઉપર, ગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય, તે પશુની પેઠે રાત્રે અને દિવસે ખાધા કરે છે. રાત્રે જમવાનું કરે, રાત્રે ખાય અને વાસણ-કૂસણ રાત્રે સાફ કરે ત્યાં જીવદયા પાળવી મુશ્કેલ છે. રાત્રે પેટમાં ખોરાકનો ભાર હોવાથી ઊંઘ વધારે આવે કે વિષયભોગ પ્રત્યે વૃત્તિ વધારે જાય. ભક્તિ કરવાનું મન ન થાય; કરે તે ઊંઘ, આળસ કે ચંચળવૃત્તિથી ભક્તિમાં વિશ્વ ઘણાં આવે. રાત્રે ભજન નહીં કરવાનું જિંદગી સુધી વ્રત લે છે, તે દિવસે મૈથુનને ત્યાગ કરે છે. એ રાત્રિભેજનને ત્યાગ છઠ્ઠી પ્રતિમા પાળનાર રાત્રે દળેલા લેટની વસ્તુઓ કે રાત્રે રાંધેલા અનાજને દિવસે પણ ઉપયોગ કરતા નથી. દિવસ આથમતાં પહેલાં બે ઘડી સુધીમાં ભેજન વગેરેથી પરવારી લે છે. સવારે બે ઘડી દિવસ ચઢતાં પહેલાં ચા, દૂધ આદિ ન લે કે દાતણ સુધ્ધાં પણ કરતા નથી. આમ નિવૃત્તિપરાયણ જે બીજા જીવને દુઃખ ન થાય તેમ વર્તે છે અને પિતાના આત્માને શાંતિ દિવસે દિવસે વધારે મળે તે માટે રાત્રિને વખત ભક્તિ, વાચન, વિચાર, મુખપાઠ કરવામાં કે મેઢે કરેલું બોલી જવામાં ગાળે છે. (૨) પ્રશ્ન – સામાયિકના દોષે – સામાયિકમાં ઊંઘવું, આલંબનદેષ, નિદ્રાદેષ. ઉત્તર – આલંબન એટલે ભીંત વગેરેને અઢેલીને બેસવું, તકિયે અડીને બેસવું. ટૂંકામાં ટટાર, જાગ્રતભાવમાં ન રહેવું તે આલંબનદોષ. નિદ્રાદેષ - સામાયિક સાંજે કે સવારે અથવા બપોરે કરે ત્યારે ઊંઘ આવી જાય તે પણ દેશ છે. ઊંઘમાં ચિત્ત ક્યાં ભટકે છે તેની ખબર રહેતી નથી. ઊંઘ એ મરણની માસી છે. મડદા જેવું માણસ થઈ જાય છે. તે ધર્મમૂર્તિ ન કહેવાય. સામાયિકનું વ્રત તે ધર્મમાં ભાવ જોડી રાખવા અર્થે છે તેથી સામાયિકમાં ઊંઘવું તે વ્રતમાં દેષ લા ગણાય. મેક્ષમાળાના ૩૮ માં પાઠમાં એ દેના અર્થ પરમકૃપાળુદેવે લખ્યા છે. (૩) પ્રશ્ન – સર્વ જીવની રક્ષા કરવી એમ કહ્યું છે ત્યાં ફૂલની પાંખડી પણ દુભાય તે દેષ છે, તે આપણે કેમ હાર ચઢાવાય છે? ઉત્તર – “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય.” એ કડીમાં સર્વમાન્ય ધર્મ જે દયા તેનું વર્ણન છે. પૂજા આદિ વિષે ત્યાં કંઈ હા કે ના કહેવાનો આશય નથી. જીવ જ્યાં દુભાય ત્યાં પાપ કહ્યું છે તે સાચું છે. જીવને દૂભવવા અર્થે કોઈ હાર ચઢાવતું નથી. હાર ચઢાવનારને ઉદ્દેશ ભક્તિ કરવાનું છે. ભક્તિ કરનાર ત્યાગી હોય તે ફૂલથી પૂજા ન કરે એટલે પુછ્યું કે લીલેરી જે આહાર કે મજશોખને અર્થે વાપરતા નથી તેને ફૂલથી પૂજા કરવાનું કહ્યું નથી. પણ જેને લીલોતરીને ત્યાગ નથી, શાક વગેરેમાં ફલેવર, કેબી વગેરે વાપરે છે, અંબેડામાં પુષ્પ પહેરે છે, ફૂલની પથારીમાં જે જે સૂએ છે, તેવા જીને પિતાના મજશેખ ઓછા કરી ભગવાનને અર્થે ફૂલના જે હાર કરી ચઢાવે છે, તેને તે ફૂલના નિમિત્તે પરમકૃપાળુદેવ ભગવાન પ્રત્યે ઉલ્લાસભાવ થાય છે. તે ઘણું પુણ્ય બાંધવાનું કારણ થાય છે; અ૫ પાપ અને ઘણા પુણ્યની તે પ્રવૃત્તિ છે, એટલે જ્ઞાનીઓએ તેને નિષેધી નથી, ના
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy