________________
પત્રસુધા પાડી નથી. પાપ માત્રને ત્યાગ કરવાને ભગવાનને ઉપદેશ છે છતાં આપણે સંધવું પડે છે, ખાંડવું પડે છે, દળવું પડે છે કે પાણી વાપરવું પડે છે તેમાં ઘણું પાપ તે થાય છે અને તે તે ધર્મનાં કામ નથી, દેહનાં કામ છે છતાં તે પાપ ઓછાં કરવાનું મન થતું નથી અને ભગવાનને ફૂલ કેમ ચઢાવે છે એવો વિચાર ઊગે છે, તે માત્ર કુલસંસ્કાર હૂંઢિયાના હેવાથી થાય છે. તેને ખુલાસો ન થાય ત્યાં સુધી મનમાં ખટકયા કરે, તેથી પૂછ્યું છે તે સારું કર્યું છે. સાધુને વાંદવા હૂંઢિયા જાય છે ત્યાં સુધી જવામાં ઘણાં જતુઓ મરે છે કારણકે સાધુની પેઠે જીવ બચાવીને શ્રાવક વર્તતા નથી; છતાં સાધુનાં દર્શનથી ઘણો પુણ્યલાભ થશે, મિક્ષ માર્ગ મળશે એવી આશાથી પાપનો ભય ત્યાગી વિશેષ લાભની પ્રવૃત્તિ સ્થાનકવાસી પણ કરે છે. સ્થાનક બંધાવવામાં કેટલી બધી હિંસા થાય તો પણ સાધુઓ તેને ઉપયોગ કરે તે પુણ્યકારણ છે એમ ગણીને મકાન બંધાવે છે, પણ પરિગ્રહનો ત્યાગ કર્યો હોય તે તેવું મકાન ન બંધાવે. તેમ લીલેતરીના ત્યાગી પુષ્પ આદિ સાવદ્ય હિંસા જેમાં થાય તેવી ચીજોથી પૂજા ન કરે. ઊનું પાણી વાપરે તે ભગવાનની પૂજા ઠંડે પાણીએ ન કરે. તેવી જ પદ્ધતિ પુષ્પપૂજાની છે. સાધુઓ કાચા પાણીને અડતા પણ નથી, પણ નદી ઊતરવાનો પ્રસંગ આવે ત્યારે પાપનું કારણ છે છતાં વિશેષ લાભને કારણે સાધુઓને નદી પગે ચાલીને ઓળંગવાની ભગવાને આજ્ઞા આપી છે. જેથી આપણા આત્માનું હિત વિશેષ થતું હોય ત્યાં અલપ દોષો થવાનો સંભવ હોય ત્યાં પણ કાળજીપૂર્વક દયાભાવ દિલમાં રાખી પ્રવર્તવાનું ભગવાને કહ્યું છે.
(૪) પ્રશ્ન – અઘરણીનું ઘણા માણસે નથી ખાતા તેનું કારણ ધર્મની દષ્ટિએ શું?
ઉત્તર – એવા પ્રસંગોમાં ભાગ લે તે સાંસારિક ભાવેને પિષવા જેવું છે. ત્યાં વાતે, ખેરાક, ગીતે કે પ્રવૃત્તિ થાય તે પાંચ ઇન્દ્રિયોને પોષણ સંબંધી હોય. વૈરાગ્યનું કારણ કંઈ ન હોય. અને વૈરાગ્ય હોય તે પણ લૂંટાઈ જવાને ત્યાં સંભવ છે. જેમ ધનની ઈચ્છા સંસારી જીવોને હોય છે, તેમ પુત્રાદિની ઈચ્છા પણ ઘણાંને હોય છે. ધર્મ કરવાની ઇચ્છાવાળા જીવોને તેવી ઈચ્છાઓ, મોક્ષમાર્ગને ભુલાવી દે તેવી હોય છે. માટે તેવા પ્રસંગોથી દૂર રહેવું અને વૈરાગ્ય વધે તેવો સત્સંગ, સદુગ્રંથનું વાચન કે વાંચેલાને વિચાર કરી આત્મા મોક્ષ પ્રત્યે રુચિવાળો થાય તેમ કર્તવ્ય છે.
(૫) પ્રશ્ન – સમ્યક્દષ્ટિ, સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન અને સમ્યફચારિત્ર એટલે શું?
ઉત્તર – જેનું કલ્યાણ થવાનું નજીકમાં હોય તેવા જીવને આ પ્રશ્ન જાગે છે. સમ્યક દર્શન બે પ્રકારે છે – વ્યવહારથી અને નિશ્ચયથી. વ્યવહાર એ નિશ્ચય સમ્યક્દર્શનનું કારણ છે. વ્યવહાર સમ્યદર્શન :- સદેવ, સધર્મ અને સદ્દગુરુની સાચા ભાવે શ્રદ્ધા થવી તે છે. મોક્ષમાળામાં ચાર પાઠ ૮-૯-૧૦-૧૧ છે તેમાં ત્રણે તત્વની સમજૂતી છે, તે વાંચી લેવા ભલામણ છે. તેમાં પણ જે કુગુરુને સદ્દગુરુ માને તે તે બતાવે તે દેવ પણ કુદેવ હોય અને ધર્મ બતાવે તે કુધર્મ હોય; એટલે તે મેક્ષમાર્ગથી વિરુદ્ધ હોય છે. માટે પ્રથમ શું કરવું? તે વિષે પરમકૃપાળુદેવ લખે છે કે “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શેધીને તેને ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વિત્યે જા, પછી જો મેક્ષ ન મળે તે મારી