________________
પત્રસુધા
૭૬૫
અગાસ, તા. ૧૦-૭-૪૮ દુશ્મન બે દુનિયા વિષે, સૌ સંસારી સાથ;
રાગદ્વેષ એ નામના, જીતે તે જગનાથ. આપે પ્રશ્ન એમ પૂક્યો છે કે શ્રી ભગવંત તીર્થંકર પરમાત્મા જન્મથી જ આહાર લેતા નથી, તે પછી દેવોએ મેકલાવેલ આહાર પણ કેમ લઈ શકે ? ઉત્તરમાં જણાવવાનું કે શ્રી તીર્થકરને આહાર લેવાનું જે પક્ષ અગ્ય માને છે તે પણ, કેવળજ્ઞાન થયા પછીથી કવળ-આહાર ગ્રહણ કરતા નથી એમ માને છે, જન્મથી જ આહાર નથી કરતા એવું કઈ પક્ષવાળા માનતા નથી. જન્મથી શ્રી તીર્થકરને કેટલાક (દસ) અતિશયે હોય છે, તેમાં એક અતિશય એ છે કે તેમને નિહાર તે નથીએટલે જે આહાર લે તેનું પરિણમન શરીરના અવયવો વગેરેને પોષણ પૂરતું જ હોય છે, એટલે કચરો કાઢી નાખવાનો હોતો નથી. ગૃહસ્થ અવસ્થામાં તે દેવેએ આણેલે આહાર કરે છે, પરંતુ દીક્ષા લીધા પછી ગૃહસ્થને ત્યાં આહાર લે છે, અને તે વખતે સુવર્ણ-વૃષ્ટિ વગેરે આશ્ચર્યો દેવ તરફથી થાય છે એવાં વર્ણન શાસ્ત્રોમાં છે. શ્રી મહાવીર ભગવાને કેવળજ્ઞાન ઊપજવા પહેલાં અમુક દિવસ તપશ્ચર્યા કરી છે, અમુક દિવસ આહાર લીધે છે, એવી ગણતરી શામાં છે એટલે આહાર લે છે એમાં શંકા જેવું નથી, અને નિહાર નથી થતે એ તેમને જન્મથી જ અતિશય છે. કેવળજ્ઞાન થયા પછી દારિક શરીર પરમ દારિક બને છે અને આહારની જરૂર રહેતી નથી એમ એક પક્ષ માને છે, એટલે કેવળજ્ઞાન થયા પછી ઘણાં વર્ષ સુધી આહાર લીધા વગર શરીર ટકી શકે છે, કારણ કે અંતરાયકર્મને ક્ષય થવાથી અનંત લાભ નામને ગુણ પ્રગટ થાય છે એટલે શરીરને ટકાવવા પૂરતાં તો આપોઆપ શરીરમાં પ્રવેશતાં રહે છે અને જૂનાં તો દૂર થતાં રહે છે. આ બધી શ્રી તીર્થકરની પુણ્યપ્રકૃતિની વાત થઈ, પરંતુ તેવા દેહને લઈને તે તીર્થકર નથી; પરંતુ પરમાત્માપણું જેમને પ્રગટ થયું છે અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય આદિ અનંત ગુણો પ્રગટયા છે અને જગતને કેવળજ્ઞાનથી જણાયેલ સત્યને ઉપદેશ કરવાથી જગત-જનું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થાય છે, એ તેમને મહદ્ ઉપકાર છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે પરમાત્માને પ્રગટ કર્યું છે એ જ આપણને ઉપાદેય છે એમ જેને વિશ્વાસ પ્રગટયો છે તે પરમપુરુષની આજ્ઞા આરાધી આ સંસારસમુદ્રને તરી જાય છે. માટે પ્રથમ તે પરમપુરુષના આત્માને વિશ્વાસ કરવાને છે, તેવો જ આપણે આત્મા થઈ શકે એમ છે અને એ જ ધ્યેય રાખી આપણે બનતે પુરુષાર્થ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
७६९
અગાસ, તા. ૧૩-૭-૪૮ આપણે તે જગતને પૂંઠ દઈ પરમકૃપાળુદેવ પ્રત્યે સન્મુખતા વધે તે પ્રયત્ન આદરવાના છે. પરમકૃપાળુદેવનું માહાભ્ય ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી દ્વારા જેને જાણવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેણે તે પિતાનું હૃદય તે મહાપુરુષની આજ્ઞામાં સમર્પિત થાય તેમ વિશેષ વિશેષ કર્તવ્ય છે જ. પરકથા અને પરવૃત્તિથી પાછું વળવું ઘટે છેજ. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ