________________
બેધામૃત
- ૭૬૩
અગાસ, તા. ૭-૭-૪૮ વિ. આપને પત્ર પ્રાપ્ત થયે છે. વાંચી આપની ભાવના સન્માર્ગમાં આગળ વધવાની જાણે સંતોષ થયે છે. આ કાળ દુષમ હોવાથી સારું ફળ આવશે એવું જાણ કરવામાં આવતા સમાગમથી વિપરીત પરિણામ પણ આવે છે, માટે આ કાળમાં કોને કેટલે સમાગમ કરે તે બહુ વિચારવા ગ્ય છે. જેથી આપણું જીવન સુધરે, શિથિલતા ન પિષાય તે સમાગમ કર્તવ્ય છે. પોતાના દેશ જણાતાં ત્વરાથી તેને 5 ઉપાય લે ઘટે છેજી. દોષને પિતા રહેવાથી તે રોગની પેઠે ઘર કરે છે, પછી તેવા દેષ કાઢવા મુશ્કેલ પડે છેજ. તેવો સારે સમાગમ ન હોય તે પરમકૃપાળુદેવનાં વચને વારંવાર વાંચતા રહેવાથી તે સત્સંગની ગરજ સારે છે.
બીજું, આપે અર્ધમાગધી ભાષા શીખવાને વિચાર રાખે છે, તે સારું છેજ. એકાદ વર્ષ તેને અભ્યાસ કરી સામાન્ય કાવ્યો કે ગદ્ય સમજી શકાય તેવું થાય તેટલું વ્યાકરણ સહિત શીખવાની જરૂર છે. પછી સંસ્કૃતને અભ્યાસ પણ કરવા ગ્ય છે. કારણ કે તેથી માગધી અને ગુજરાતી બન્નેમાં મદદ મળે છે. મેક્ષમાળામાં “બ્રહ્મચર્યની નવ વાડ’ વિષે પાઠ છે તથા “જિતેન્દ્રિયતા” વિષે પણ તેની જોડે પાઠ છે તે લક્ષ રાખીને વાંચવા તથા તેમાં જણાવેલી સૂચનાઓ બને તેટલી અમલમાં મૂકવા ભલામણ છેજી. વચનામૃતની નવી આવૃત્તિ છપાવાની છે તેમાં પાંચસો રૂપિયા આપવાને તમે ભાવ દર્શાવે છે તે અનુદન યોગ્ય છેજ.
% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
७६४
અગાસ, તા. ૮-૭-૪૮ તત્ ૐ સત
જેઠ વદ ૦)), મંગળ, ૨૦૦૪ "द्रव्य दृष्टिसे वस्तु स्थिर, पर्याय अथिर निहार;
ऊपजत विणसत देखके, हर्ष-विषाद निवार." વિ. આપનું કાર્ડ મળ્યું. વૃદ્ધાવસ્થામાં શિથિલતા સિવાય બીજું શું દેખીશું? એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. સાથે વૃદ્ધમાંથી યુવાન થવાનું પણ કહ્યું છે. પરમકૃપાળુદેવનાં વચને વૈિરાગ્ય અને પુરુષાર્થને પ્રેરે તેવાં છેજ. જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગ પામે છે, તે વચને જીવને શિથિલ કેમ થવા દે? આત્મવીર્ય વધે તેવાં જેનાં વચન અને આચાર હોય તેની સ્મૃતિથી પણ જીવ જાગૃતિ પામે છે, એ વાત પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને સાક્ષાત્ મળેલા મુમુક્ષુઓના અનુભવની છે. બધાને આધાર સાચી શ્રદ્ધા છે જી. એ ગુણ જેનામાં જાગે તેને પછી છૂટવા ભણી જ વૃત્તિ વહ્યા કરે છે. પરમકૃપાળુદેવ લખે છે કે જેને એટલે દઢ નિશ્ચય થયે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ મોક્ષનું કારણ છે, તે સિવાય બીજો ઉપાય નથી તેને ત્યારથી બીજા દોષનું નિવર્તવું થાય છે. આજ્ઞા ન ઉઠાવાતી હોય તેવાં કામમાં પ્રવર્તતાં પણ આથી મારા આત્માને કંઈ કલ્યાણ થનાર નથી એટલે વૈરાગ્ય તે રહ્યા જ કરે છે, અને ભાવના આજ્ઞા ઉઠાવવાની રહે છે. આ જ “છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” (૧૬૬) એ વાકયને પરમાર્થ સમજાય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ