SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ પગસુધા ૬૪૧ જતા નથી. પરંતુ એ બધા વખતે આત્મા હાજર છે, તેનું સ્વરૂપ જ્ઞાની પુરુષેએ જાણ્યું છે, અનુભવ્યું છે અને યથાર્થ ઉપદેશ્ય છે. ત્રણે કાળ રહેનાર, અછેવ, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમાનંદસ્વરૂપ એવા આત્માનો નાશ કરે એવું કોઈ કર્મ નથી, એ કોઈ પદાર્થ નથી કે એવું કઈ પ્રાણી નથી. સદા સર્વદા સ્વભાવમાં રહી શકે એવા આત્માનું અચિંત્ય માહાસ્ય જ્ઞાની પુરુષોએ ગાયું છે તેને સ્મરણમાં લાવવા અર્થે આપણને મંત્ર મળ્યો છે. તેનું આરાધન નિષ્કામ ભક્તિભાવે એક લક્ષથી આ ભવમાં થાય તે જીવને સમાધિમરણનું તે કારણ છેજી. છેવટે સ્મરણ કરવાનું ભાન રહો કે ન રહે, પણ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી પુરુષાર્થ કરવા ચૂકવું નહીં. કેઈ બીજી બાબતમાં ચિત્ત રાખવું નહીં. પરમકૃપાળુદેવને શરણે જે થાય તે જોયા કરવા યોગ્ય છે જી. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૮ અગાસ “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તો સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” શ્રીમદ્ રાજચંદ્ર આપને અંતવૃત્તિ શુદ્ધ કરવાના નિશ્ચયવાળે પત્ર વાંચી સંતોષ થયે છેજ. એવા જ ભાવ વર્ધમાન થયા કરે તેવું વાંચવું, વિચારવું, કહેવું, પૂછવું યોગ્ય છે. મુશ્કેલીમાં જીવને ઘણા વિચારો આગળ વધારે તેવા આવે છે અને તેને પોષણ મળે તેવું વર્તન થાય તે દિશા વિશેષ વધે એ સ્વાભાવિક સમજાય તેમ છેજી. ઉતાવળે પગલું લેવા કરતાં બધાના વિચાર થડા વખતમાં સીધી લાઇન ઉપર આવી જાય તેમ લાગતું હોય તે ઠીક, નહીં તે પિતે તે તેવા પાપના કાર્યથી ચેતતા રહેવાની જરૂર છે. આ વિષે વાતચીત થયેલી છે અને પ્રસંગ વિચારી હિત લાગે તેમ વર્તવા ભલામણ છેછે. આપણી અસર બીજા ઉપર કંઈ થઈ શકે તેમ ન લાગે, તે સંતેષને એટલે ઓછી કમાણ થાય તે હરત નહીં એ માર્ગ આપણી ઉન્નતિ માટે હિતકર દેખાય છે. તમારા ભાગીદાર સાથે સામાન્ય ઉપદેશ૩૫ વાત થઈ છે. ખોટે માર્ગે ન જવાને લક્ષ રાખીશ એમ પણ એ બોલી ગયો છે. તમારા પિતા, તમે વગેરે મળી ઠીક લાગે તેમ વર્તાશે, પણ તમારા પિતા તમારે આધારે પરમકૃપાળુદેવ તરફ ભક્તિભાવવાળા થતા જાય છે ત્યાં એકદમ તમારા પ્રત્યે અભાવ થઈ જાય તેવું પગલું લેતા પહેલાં વિચાર કર્તવ્ય છે. ઉતાવળ એટલી કચાશ અને કચાશ એટલી ખટાશ. છ, બાર માસ માટે પણ તમારી સલાહ માની વર્તવા ભાગિયા તૈયાર થાય તે તેમને પ્રયાગ ખાતર પણ અજમાવી જવા કહેવું, બને તે તમારે તેટલી મુદત ત્યાં રહેવું પડે તે રહેવું અને બધાંને સારા ભાવનું પોષણ મળે તેમ કરવા બને તેટલે પુરુષાર્થ કરવાનું વિચારશે. હાલ એ જ. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૯ અગાસ, તા. ૨–૫-૪૮ તત્ સત્ વૈશાખ વદ ૪, ગુરુ, ૨૦૦૪ રે મન ! આ સંસારમાં, દુઃખથી તું ન ડરીશ; સમ સમશેર વડે કરી, ધાર્યું તે જ કરીશ.”
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy