________________
१४२
બેધામૃત આપને આ ઉંમરે આ પ્રસંગ આવી પડ્યો તે સહન કરવો જોકે કઠણ છે, પરંતુ સમજુજને જે થાય તે સારાને માટે થાય છે એમ ગણે છે. પૂર્વ કર્મ પ્રમાણે બનવા ગ્ય બને છે. તે વિષે ખેદ કરી મનુષ્યભવમાં કરવા યોગ્ય જે ધર્મ કાર્ય તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. મેહને આધીન બની જીવ આવા પ્રસંગમાં જે ક્લેશ કરે છે, છેદ કરે છે કે નિરુત્સાહી બને છે, તેને યથાર્થ સમજ નથી એમ ગણવા ગ્ય છે. તેવા પ્રસંગોને પહોંચી વળવા જેટલું વીર્ય જેને કુરે છે, ભક્તિ અખંડિતપણે કરે છે અને વારંવાર પોતાને માથે ભમતા મરણનો વિચાર કરે છે તથા પરમાત્માની કૃપાથી સર્વ સારું થઈ રહેશે એવો વિશ્વાસ રાખે છે, તે વિચારવાન ગણવા યોગ્ય છે. આટલી દશા ન આવી હોય ત્યાં સુધી જીવે સત્સંગ સલ્ફાસ્ત્રના વિશેષ વિશેષ અવલંબને ધીરજ વધે તથા વૈરાગ્ય ભાવના વર્ધમાન થાય તેમ કર્તવ્ય છે. વખત મળે અહીં આવી જવાનું કરશે તે તે સંબંધી રૂબરૂમાં જણાવવા જેવું લાગશે તે જણવાશે, તથા શેકની મંદતા થવા સંભવ છે. તે યુગ હાલ ન જણાતું હોય તે પૂ..... સાથે એકાદ કલાક વાંચન-વિચારને રાખશે. મૂંઝવણના પ્રસંગમાં કોઈની સાથે દિલ ખોલીને વાત થાય તેવા મુમુક્ષુને સંગ ઉપકારી છે. કારણ કે માત્ર પોતાની મૂંઝવણ જણાવવાથી પણ તે ચિંતા અડધી થઈ જાય છે અને દિલાસાને જેગ મળે તે તેમાં ઘણી મંદતા આવી પરમાર્થ પ્રત્યે જીવની વૃત્તિ વિશેષ બળથી વળે છેજી. આવા પ્રસંગે અનાદિ કાળના પરિભ્રમણમાં જીવને ઘણી વાર બન્યા છે અને તેથી છૂટવાની તેણે ઈચ્છા પણ કરી છે, પણ તેવા પ્રસંગોથી ભરેલા એવા આ સંસારમાં ફરી જન્મવું જ ન પડે તે પુરુષાર્થ તેણે એક લયે આદર્યો નથી. આ ભવમાં હવે સંસારનાં કારણે વિચારી તેની નિવૃત્તિના ઉપાયમાં શક્તિ છુપાવ્યા વિના વિકટ પુરુષાર્થ આદરવા યોગ્ય છેજ. પિતાની સમજણની ભૂલ છે તે પરમકૃપાળુદેવની કૃપાથી દૂર થવા ગ્ય અવસર આવ્યો છે, તેને બને તેટલે લાભ લઈ સ્વરૂપ સમજી તેમાં શમાવા જેટલે પુરુષાર્થ કર્તવ્ય છેજ. બધાં કામ કરતાં આ કામ વધારે અગત્યનું છે અને તે મનુષ્યભવ વિના બીજા ભવમાં બનવું મુશ્કેલ છે માટે શૂરવીર થઈને, કર્મ આઘાપાછાં થાય તેટલાં કરીને એક મેક્ષમાર્ગમાં ભાવ લાગી રહે તેવા પુરુષાર્થમાં મંડી પડવા યોગ્ય છેજી. પરમકૃપાળુદેવ કહે છે : “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯)
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૪-૧-૪૮
૭૬૦ “જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર;
એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવપાર.” વિ. આપને કાગળ મળે. વાંચી વિગત જાણ છે. આત્માને અર્થે તપ, સંયમ કર્તવ્ય છે. આપે જણાવ્યા પ્રમાણે રાજમહેન્દ્રમાં રહો ત્યાં સુધી ચૌવિહાર પાળવાની ભાવના પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ કરશે. તથા બેસણુની ભાવના રહે છે તે પણ અનુમોદન યોગ્ય છે. આઠમ ચૌદશના દિવસે શરીરશક્તિ જોઈને ઉપવાસ થાય તેમ હોય તે ઉપવાસ, નહીં તો એકાસણું કર્તવ્ય છે.જી. તમારી દુકાનમાં રજાના દિવસ હોય તે દિવસે આઠમચૌદશને બદલે