SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત કરવાનું રાખવું, ભક્તિ કરવી અને મંત્રનું સ્મરણ કરતા રહેવાની ટેવ પાડવી. આમ વર્તતાં બ્રહ્મચર્ય સુલભ રીતે પળી શકે. વૈરાગ્યને પિષણ મળે તેવું વાચન, શ્રવણ મંદિરમાં કે ઘેર કરતા રહેવાની જરૂર છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૬ અગાસ, તા. ૨૫-૫-૪૮ તત સત વિશાખ વદ ૩, મંગલ, ૨૦૦૪ “દુનિયા મને રે, મેરે મન આનંદ્રા ___ कब मरशुं कब भेटशु पूरण परमानंद ॥" આ૫નું કાર્ડ થેડા દિવસ ઉપર આવ્યું હતું. એકાદ અઠવાડિયા એટલે વખત શ્રી કાવિઠા ગામે, પરમકૃપાળુદેવ, પ. પૂ. પ્રભુશ્રીજી આદિની પ્રતિમાઓની પ્રતિષ્ઠા ગઈ તેરસને શુક્રવારે થઈ, તે પ્રસંગે જવું થયું હતું. બહુ આનંદપૂર્વક ભક્તિભાવ સહિત ઉત્સવ પૂર્ણ થયે. એવા પ્રસંગે ભાવ ઉલ્લાસમાન થાય તે અર્થે જાય છે. આપને હજી છે તેમને તેમ જ રહે છે એમ કાર્ડમાં હતું. ભલે શરીર સ્થિતિ શિથિલતા ભજે, પણ સત્સંગ, આત્મહિત અને સત્સાધન તથા સદાચાર અર્થે વૃત્તિ સતેજ રહ્યા કરે તેમ કર્તવ્ય છે”. એ કયારે વખત આવશે કે પરમકૃપાળુદેવ, તેનાં વચન અને ઉપકાર ક્ષણ પણ વીસરાય નહીં? અને આ જોગ જે બન્યું છે તે, તે મહાપુરુષની અનંતકૃપાથી બન્યું છે, તેના આધારે આ વેદનીને કાળ પણ અસહ્ય લાગતું નથી. જે થાય તે ભલું માનવામાં આવે એવી વૃત્તિ રાખવી, તેમ છતાં સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદ્વર્તન પ્રત્યે દિવસે દિવસે ભાવ વધતું જાય તેમ કર્તવ્ય છે”. આ રેગ ન હોત તે આ ભવનાં છેલલાં વર્ષો વિશેષ આત્મહિત થાય તેમ હું ગાળી શકત, પણ પૂર્વે બાંધેલા કર્મો આડે આવ્યાં તે સમભાવે તે ભોગવી લેવાથી પૂર્વનું દેવું પડે છે એ પણ એક પ્રકારની સમાધિ છે એમ માની સંતેષને પિષવા ગ્ય છે. ક્યાંય પણ વૃત્તિ પ્રતિબંધ ન પામે (અમુક વગર ન જ ચાલે એવું ન થાય), નિત્યનિયમના પાઠ મુખપાઠ થયા છે તેમાંની કડીએના વિચારમાં મન રેકાય, ક્યારેક છપદના વિચારમાં, ક્યારેક “તમે પરિપૂર્ણ સુખી છે એમ માને” (૧૩૫) આદિ વાકયોની ભાવનામાં વૃત્તિ રહેએમ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ધર્મધ્યાનમાં રાતદિવસ જાય તેમ કર્તવ્ય છે. લખી આપેલા પત્રોમાં ચિત્ત ન ચૅટે તે જે મુખપાઠ કરેલ હોય તેમાં મન રાખવું કે મંત્રના સ્મરણમાં મન જોડેલું રાખવું, પણ શરીર અને શરીરના ફેરફારમાં જતું મન રેકવું. ભવિષ્યની ફિકર નહીં કરતાં વર્તમાનમાં મળેલી નરભવની બાજી હારી ન જવાય તે લક્ષ રાખી જે થાય તે જોયા કરવું, પણ હર્ષ શેકમાં ન તણાવું. આમ વર્તવાને પુરુષાર્થ સમાધિમરણનું કારણ છે જી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૭ અગાસ, તા. ૨૫-૫-૪૮ પૂર્વ કર્મના ઉદયે શાતા-અશાતા, સંકલ્પ-વિકલ૫, વિષય-કષાય, સુખદુઃખ આદિ સાંસારિક ઘટનાઓ જીવને પ્રત્યક્ષ જણાય છે તે હંમેશ રહેનાર નથી. કર્મને ઉદય બદલાય તેની સાથે બધી બાજી બદલાઈ જાય છે, એમ જાણી વિચારવાન છો આ દેખાતી વસ્તુમાં મૂંઝાઈ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy