SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૯ પત્રસુધા અધમાધમ અધિક પતિત સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ?” એવા ભાવ પશ્ચાત્તાપપૂર્વક વારંવાર કરવાથી વિષયરૂપ કાદવથી મલિન થયેલું મન ભક્તિના પિકારે પરાણે ઠેકાણે આવે છેજ. અહોરાત્ર સત્સંગની ઝંખના રાખવા ગ્ય છેજી. વત બે વર્ષ તે શું, પણ તેથી વધારે અને નિર્મળ ભાવે પાળવું છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે અને એકનું મન ઢીલું થાય ત્યારે બીજાએ મક્કમ રહીને વ્રતની યાદી આપી અલગ થઈ જવું અને એવા પ્રસંગે ફરી ન બને તેની સાવચેતી રાખતા રહેવાની જરૂર છે. કાયાથી મૈથુન ક્રિયાનો ત્યાગ કરવા પ્રતિજ્ઞા લીધી છે પણ તે અરસામાં મન મજબૂત કરવા પુરુષાર્થ કરવાનું છે, પણ જે વિષયમાં વૃત્તિ ઢળી જતી હોય તે તેવા એકલા સાથે રહેવાના પ્રસંગો ઓછા કરી નાખવા અને વ્રતભંગથી મહા દોષ થાય છે તેની સ્મૃતિ રાખવી. તરવાર અણી તરફથી પકડે તે પિતાને હાથ કપાય, તેવું સપુરુષની સાક્ષીએ લીધેલું વ્રત તોડવું મહા અનર્થનું કારણ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૫૫ અગાસ, તા. ૨૩-૫-૪૮ વિશાખ વદ ૧, ૨૦૦૪ “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવ સદા, બ્રહ્મચર્ય અતિમાન.” -– શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપને પત્ર બે વર્ષના બ્રહ્મચર્ય સંબંધી મળે. ઉત્તરમાં જણાવવાનું કે તમે બ્રહ્મચર્ય હાલ પાળે છે તે સારું છે. તેવા ભાવ ટકી રહે તે અર્થે પરમકૃપાળુદેવનાં વચન તથા સત્સમાગમની જરૂર છેજ. મનમાં બે વર્ષ સુધી તે બ્રહ્મચર્ય પાળવું જ છે એવો નિશ્ચય રાખી છ માસનું વ્રત પૂ. પાસે પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ લેવા ભલામણ છે. છ માસ પૂરા થવા આવ્યે ફરી તે જેગ મળે વ્રત વધારી લેવું કે પત્રથી જણાવવું, પણ વ્રત લીધા પછી તૂટે તે ભારે કર્મબંધ થવા સંભવ છે અને તમારી ઉમ્મર તથા તે પ્રદેશને દૂધ ઘીને મનમા ખોરાક, આકર્ષક પહેરવેશ અને પ્રસંગો વિચારી આ ટૂંકા ટૂંકા હપતા તમને અનુકૂળ પડશે જાણી તેમ લખ્યું છે. ફરી વ્રત લેવામાં કંઈ હરકત નથી તથા ઉત્સાહ ઊલટો વધત રહેશે અને તે બહાને પણ સત્સંગનો વેગ મેળવવા ભાવના રહેશે. જ્યારથી વ્રત લે ત્યારથી ભાઈ-બહેન તરીકે રહેવાની ટેવ પાડવી, એક પથારીમાં સૂવું નહીં, જરૂર વિના એકબીજાને અવું પણ નહીં. એકાંતમાં બહુ વખત વાતચીત આદિ પ્રસંગે પણ પાડવા નહીં. આ બધા વ્યવહાર શુદ્ધિના નિયમ વાડ જેવા છે, વતની રક્ષા કરનાર છે; પણ પરમકૃપાળુદેવની આજ્ઞા પાળવાની દઢતા એ વ્રતનું મૂળ છે. તેની સમક્ષ લીધેલા વચનને પ્રાણ જતાં પણ ન તેડું એવી પકડ આત્મામાં થયે તે પુરુષને આત્મકલ્યાણક બેધ હૃદયમાં ઊતરે સુગમ પડે છે, માટે સાદે ખેરાક, સાદો પહેરવેશ, બને તે ગરમ કરીને ઠારેલું પાણી પીવામાં વાપરવું. તમારાં માતાપિતા પણ બ્રહ્મચર્ય પાળે છે તે કુટુંબમાં પીવા માટે ગરમ પાણીની જ ટેવ રાખી હોય તે બધાને લાભકારી છેજી. સારું વાચન, રોજ પરમકૃપાળુદેવનાં વચનેમાંથી કંઈક મુખપાઠ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy