________________
૬૩૮
બેધામૃત વિ. પૂ...ના પત્રથી જાણ્યું કે તમે બન્નેએ બે વર્ષના બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી છે તેમાં દોષ લાગે છે અને બે વર્ષ સુધી પાળી શકાશે નહીં એમ તમને લાગે છે. આ બધું અસત્સંગનું ફળ છે. આખી જિંદગી સુધી વ્રત લેવાની જેમની ભાવના હતી તે બે વર્ષ પણ ટકી શકે નહીં એ નવાઈ જેવું છે. મેહનું બળ રેગથી પણ વિશેષ છે. રોગી માણસને અપથ્ય વસ્તુ ખાવાની ઈચ્છા બહુ થાય છે પણ તેમ વર્તે તે રોગ વધીને અસાધ્ય બને તે મરણને શરણ જાય છે, તેમ મોહના પ્રસંગમાં જીવને વ્રત તેડવાના ભાવ થાય છે. પણ તે વખતે જે યાદ આવે કે આપણને સાથે બેસવાની કે એક પથારીમાં સૂવાની ના કહી છે તે યાદ લાવી તેવા પ્રસંગ દૂર કરે તે ભાવ પાછા પલટાઈ પણ જાય; પણ શિખામણ યાદ ન રાખે, મેહ વધે તેવા પ્રસંગે વધારે તે મને કાબૂમાં ન રહે અને કૃપાળુદેવની ભક્તિ ભુલાઈ જાય અને ભેગમાં સુખ છે એમ વારંવાર સાંભર સાંભર થાય. સત્પરુષનાં વચનામૃત જે અમૂલ્ય જાણી વારંવાર વાંચવા વિચારવાનું રખાય તે ભેગ રેગ જેવા લાગે, જન્મમરણથી બચવાની ભાવના થાય, મરણનાં દુઃખ દૂર નથી એમ લાગે અને ધર્મનું શરણું લેવાની ભાવના થાય.
બન્નેએ સાથે રાજી ખુશીથી વ્રત લીધું છે, તે હિંમત રાખી પૂ.ની ભૂલ થાય તેવા પ્રસંગે તમારે ચેતાવવા કે આપણે બે વર્ષ સુધી ભાઈબહેન તરીકે વર્તવું છે. જે દોષ મન વચન કાયાથી આજ સુધી લાગ્યા હોય તે ભૂલી જઈ હવે નિર્દોષ ભાવ આરાધવા દઢ ભાવના કરી અને ફરી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ક્ષમાપનાને પાઠ બેલી ભાઈ બહેન તરીકે ભાવ રાખવાને નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી.
- શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે, માટે રોગ મટાડવા જેમ દવાખાનામાં જવું પડે તેમ સત્સંગની જરૂર છે. થોડો વખત સત્સંગ કરી જવાથી અને જુદા રહેવાનો પ્રસંગ રહેવાથી પાછા પહેલા હતા તેવા ભાવ જાગ્રત થાય તેવો સંભવ છેછે. બળ કરો તે બની શકે તેમ છેજ. લોકલાજ આવા પ્રસંગે આગળ ન કરતાં હિંમત કરી સત્સંગને બન્નેને લાભ મળે તેમ કર્તવ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૫૪
અગાસ, વૈશાખ સુદ ૫, ૨૦૦૪ બ્રહ્મચર્ય વિષે - પરમાર્થ હેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે આપ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં.” (ઉપદેશછાયા)
વિ. આપનો પત્ર વાંચી ધર્મ સનેહને લઈને ખેદ થયે પરંતુ આ કાળને સ્વભાવ વિચારી ખેદ વિસ્મૃત કર્યો. આ કાળમાં પરિણામ સત્સંગમે ઉગ્ન થયાં હોય તે ટકાવી રાખવા મુશ્કેલ છે. અસત્સંગયેગે જીવને કેમ થાય છે તે પ્રત્યક્ષ અનુભવ થયા પછી તેવા પ્રસંગને પહોંચી વળવા જેટલું બળ ન હોય તે જીવે વારંવાર ચેતતા રહેવાની જરૂર છે જી. સત્સંગની જીવને ઘણી જ જરૂર છે. તે યુગ ન હોય તે નિર્મળભાવે સદ્દગુરુનાં વચનામૃતને આશ્રય લેવાથી બળ વધે, પણ મનનાં પરિણામ ચંચળ હોય અને વચનમાં ચિત્તની લીનતા ન થાય ત્યાં સુધી બળ કુરવું મુશ્કેલ છે. તે વખતે તે –