SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ બેધામૃત દુઃખ ન હોય તે પણ દુઃખ ઊભું કરે છે. કષ્ટ લાગે તેવું આસન રાખે, છાયામાંથી તડકે જઈને અથવા તે ટાઢના પ્રસંગમાં શીત સહન કરવી પડે તેવા સ્થાને જઈને “દેહથી આત્મા ભિન્ન છે એ અભ્યાસ કરે છે. કાયક્લેશાદિ તપ પણ એ અર્થે છે. જેની દૃષ્ટિ ફરી ગઈ છે એટલે જગતમાં સુખબુદ્ધિ જેને નથી, તેને તે અશાતવેદનીકમને ઉદય થયે સહેજે આત્મભાવનાની વૃદ્ધિનું કારણ સમજાય છે. એવા પ્રસંગ કલ્યાણકારી લાગે છે, કારણકે બળ કરીને પણ સમતા રાખવાને પુરુષાર્થ ત્યાં થાય છે. આ વાત વારંવાર વિચારવા યોગ્ય છે. લગ્ન આદિ પ્રસંગમાં જીવ મેહને વશ થઈને ઉજાગરા વેઠીને પણ તનતોડ મહેનત કરે છે, તે સમજુ જીવે આત્મહિતના કારણમાં વિશેષ ઉલ્લાસિત બનવું ગ્ય છે. દુઃખથી કંટાળવું યેગ્ય નથી. મરણ પ્રસંગ પણ મહત્સવ તુલ્ય ગણવા ગ્ય છે, પણ તે ક્યારે બને? કે મેહ મંદ થાય છે. તે અર્થે જ સત્સંગ, સાસ્ત્ર આદિ આરાધવાનાં છે. શું કરવા યોગ્ય છે તેનું ભાન નહોતું ત્યાં સુધી તે જીવે ઘણા નિરર્થક કર્મ બાંધ્યાં છે. પણ હવે પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ ત્યારથી તે કમ છેડવાં છે એ જ નિશ્ચય કરવા ગ્ય છે. ગમે તેવી વિકટ વાટે પણ સમતાથી આકરાં કર્મને ઉદય પણ નાશ કરે છે, “હિંમતે મરદા, મદદે ખુદા.” હિંમત હારવા જેવું નથી. જેવા દહાડા આવે તેવા જોયા કરવાનું છે. ગભરાવા જેવું નથી. મનુષ્યભવ છે, સદ્ગુરુનું શરણું છે અને ભાન છે ત્યાં સુધી સત્પરુષાર્થ છેડવા ગ્ય નથી. પરવતુમાં નહિ મૂંઝવે એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાતદુઃખ તે સુખ નહીં.” – શ્રીમદ્ રાજચંદ્ર ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૩૪ અગાસ, તા. ૮-૭-૪૭ આપે જે નિયમ સંબંધી પુછાવ્યું તે નિયમો એક વર્ષ ચાલુ રાખવા પરમકૃપાળુદેવ આગળ નમસ્કાર કરી ભાવના કરશે. વિશેષ સૂચના કે બીડી, ચા વગેરે લખ્યું છે તેના ત્યાગનો પહેલા અભ્યાસ ન કર્યો હોય તે બાર મહિના સુધી સાથે લગું વ્રત લેવા યોગ્ય નથી. થોડા મહિના અભ્યાસ કરીને પછી યોગ્ય લાગે તેટલી મુદતનું લેશે. કેટલાક નિયમ લઈને, પછી માથું દુખે, ઝાડો ન ઊતરે એવા બહાનાથી નિયમ તેડી નાખે છે, માટે આ લખ્યું છે. પહેલા એ વિષે નિયમ લીધે હોય અને બરાબર પળે હોય તે પછી બાર મહિના માટે લેવામાં વાંધો નથી. લીધેલા નિયમમાં શિથિલતા ન થાય, અથવા એકને બદલે બીજું ન પેસે તે લક્ષ રાખવા વિનંતિ છે. વૃત્તિ બીજેથી કાય અને આત્મહિતમાં વિશેષ અવકાશ મળે તથા આત્મહિતની વસ્તુ સુખરૂપ લાગે તે ઉદ્દેશ આવા નિયમેને છે, તે લક્ષ રાખવા વિનંતિ છે. અને તે સત્સંગ ત્યાં પણ કરે અને એકાસણા વગેરે અવકાશના વખતમાં વિશેષ ધર્મધ્યાન થાય તે લક્ષ રાખશે. ધન કરતાં જ્ઞાનને લક્ષ વિશેષ રહે તેમ પ્રવર્તવા ભલામણ છેજ. જે કંઈ કરવું તે આત્માર્થ કરવા ગ્ય છે તેટલે લક્ષ ન ચુકાય તે વ્રત નિયમ વિશેષ ફળદાયી થાય છેજી. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy