________________
પત્રસુધા
૬ર૯
૭૩૫
અગાસ, તા. ૧૪-૭-૪૭ ‘હટ્ટા ઢોલ વગાડી કહ્યું, રૂડા પુરુષને હૃદયે રહ્યું, સમજ્યા તેણે લીધે સાર, ગાફલ નર તે ખાશે માર,
જોતાં જોબન તે વહી ગયું, હઠ્ઠા ઢોલ વગાડી કહ્યું.” આપને ભારે માંદગીમાંથી ઠીક થયું તથા ભાવદયાસાગરની આજ્ઞામાં બને તેટલે કાળ કાઢવાનું લખે છે તે જાણી આનંદ થયે. મનુષ્યભવની એકેક ક્ષણ ચક્રવર્તીની સમસ્ત ઋદ્ધિ કરતાં વિશેષ ઉપયોગી છે એવું પરમકૃપાળુદેવે કહ્યું છે, કારણ કે કઈ ક્ષણે સમકિત પ્રાપ્ત થાય, કોઈ ક્ષણે સર્વસંગપરિત્યાગ થાય, કઈ ક્ષણે શ્રેણી મંડાય, કઈ ક્ષણે કેવળજ્ઞાન થાય, અને કોઈ ક્ષણે સર્વ કર્મ છૂટી સિદ્ધપદ પ્રાપ્ત થાય. આવી અમૂલ્ય ક્ષણે મનુષ્યભવની છે. તેને વિચારવાનો નિરર્થક વહી જવા દે નહીં.
આજે “સહજ સુખસાધન' વંચાતું હતું. તેમાં મુનિ પણાને કાળ એટલે છઠ્ઠા ગુણસ્થાનકને કાળ બે ઘડી બતાવ્યું છે. કારણકે બે ઘડીમાં તે અપ્રમત્તદશા પ્રાપ્ત કરી સાતમે ગુણસ્થાનકે જાય છે. ન જાય ને વિશેષ પ્રમાદ થઈ જાય તે પરિણતિ પાંચમા કે ચેથા ગુણસ્થાનક જેવી થઈ જાય. માટે સતત પુરુષાર્થ કરીને બે ઘડી કરતાં વધારે વખત મુનિ પ્રમાદમાં રહેતા નથી. ઊંઘ પણ ચાલુ બે ઘડી કરતાં વિશેષ ન હોય. આટલે પુરુષાર્થ આટલી ઊંચી દશાવાળ પણ કરે છે, તે સમકિત પ્રાપ્ત કરવું હોય તેણે પ્રમાદ કર્યો કેમ પાલવે ? એમાં શરીરનું કામ નથી, ભાવનું કામ છે, રુચિનું કામ છે. “રુચિ અનુયાયી વીર્ય ચરણધાર સધે.”
% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૩૬
અગાસ, તા. ૧૯-૭-૪૭ આપને પત્ર મળે. પ. પૂ. પ્રભુશ્રીજીએ જ્યાં ચૌદ માસા કર્યા છે એવા રાજગૃહી તીર્થ સમાન અગાસ આશ્રમમાં આપને આવવાને વિચાર છે, તે જાણીને આનંદ થયો છે. હુંડાવસર્પિણી નામને આ દુષમકાળ કહેવાય છે, તેમાં કઈ ભાગ્યશાળીને જ આત્મહિત કરવાની ગરજ જાગે છે, અનેક પ્રકારના પ્રલેભનેમાંથી અવકાશ લઈ આત્મહિતને વિચાર કરી, યથાર્થ માર્ગનું આરાધન કરવું એ વિચારવાનનું કર્તવ્ય છે. પરંતુ સત્સંગની જોગવાઈ વિના તેવા ભાવ જાગવા અને વર્ધમાન થવા દુષ્કર છે. પરમકૃપાળુદેવે મેટા પુસ્તકમાં ઠામ ઠામ સત્સંગનું માહાભ્ય ગાયું છે તે વારંવાર વિચાર કરવા ગ્ય અને ભાવના કરવા યોગ્ય છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૩૭.
અગાસ, તા. ૩૦-૭-૪૭
સંસારનલમાં ભલે ભુલાવી, વિઘો સદા આપજે, દારા સુત તન ધન હરી, સ તાપથી બહુ લાવજો; પણ રે પ્રભુ! ના પૈર્ય મુકાયે, હૃદયે સદા આવજે, અંતે આપ પદે શ્રી સદ્દગુરુ, સમતાએ દેહ મુકાવજે.”