SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૬૭. “મૂઢ વિશ્વાસ રાખે તે, વસ્તુથી વધુ ભીતિ ક્યાં? ડરે જેથી વધુ ના કે, અભય સ્થાન આત્મના.” - સમાધિશતક ૨૯ ભાવાર્થ – દેહમાં આત્મબુદ્ધિવાળો મૂઢ જીવ ધન, સ્ત્રી, પુત્ર આદિમાં સુખબુદ્ધિ કરી, તે તે પ્રાપ્ત વસ્તુમાં વિશ્વાસ રાખે છે, પરંતુ તે જ તેને કર્મ બંધનનું કારણ છે એમ તેને ખબર નથી. પણ જ્ઞાની પુરુષ, જે ભવબંધનથી ત્રાસ પામ્યા છે તે પુરુષો એમ દેખે છે કે જે જે રાગદ્વેષનાં કારણો જીવને સમીપ વર્તે છે અને કર્મ બંધ કરાવે છે, તેટલાં ભયંકર જંગલના વાઘ, સિંહ આદિ પશુઓ પણ નથી, કે બંદૂકની ગોળી આદિ અસ્ત્ર-શસ્ત્રો પણ નથી. ત્યાગ, વૈરાગ્ય, રોગ, વ્યાધિ, પીડા, પરિષહ આદિથી અજ્ઞાની જીવ ભય પામે છે; કારણકે તેને જે પ્રિય છે એવા પંચવિષયાદિક સુખને વિયેગ કરાવનાર તે લાગે છે. પરંતુ દીર્ધદષ્ટિથી જેનારા જ્ઞાની પુરુષને એમ લાગે છે કે ઉપર જણાવ્યાં તેવાં કારણોથી તે અજ્ઞાની જીવ ડરે છે પરંતુ તે કારણેને સદુપયોગ કરે છે અને પુરુષના ગે સુવિચારણાથી સંસારનું સ્વરૂપ વિચારે તે તેવાં કારણે વડે જીવન-પલટો થવાનો સંભવ છે. નિઃશંકપણે જ્ઞાનીની આજ્ઞા આરાધે તે વ્યાધિ પીડા આદિ નિર્ભય થવાનાં સાધન બને છેકારણ કે તેથી દેહાધ્યાસ ઓછો થાય છે, જ્ઞાની પુરુષનાં વચને સત્ય લાગે છે, સમાધિમરણ કરવાનું બળ પ્રાપ્ત થાય છે, સર્વ દુઃખથી તે અભય થાય છે. આવી કડવી દવા છે તે ભવથી ત્રાસ પામ્યો હોય તેને મીઠી લાગે છે. મહાપુરુષે મેક્ષ માગવાને બદલે, ઉપર જણાવેલા લાભનાં કારણે જેમાં રહ્યાં છે એવા દુઃખને માગે છે, કારણ કે જેથી કલ્યાણ થાય તે જ કરવું છે એ જેને નિશ્ચય છે તે પછી માર્ગ સરળ કે કઠણ તે નથી, કલ્યાણ તરફ જ તેને લક્ષ હોય છે માટે મહાપુરુષોને માર્ગે ચાલવું હોય તેણે દુઃખ સહન કરવારૂપ ભાવનાનું ભાથું સાથે બાંધવા યંગ્ય છે. જે ઉપર ઉપરથી દુઃખ જણાય છે તે સમ્યફપ્રકારે સહન થાય તે તે પરમાત્માની કૃપારૂપ માનવા યોગ્ય છે. માટી ખાણમાંથી કુંભાર લાવે છે, તેને ગધેડે ચઢાવીને ફજેત કરે છે, પાણી રેડીને પગથી ખૂદ છે, ચાક ઉપર મૂકીને ફેરવે છે, ઘડાને આકાર થયા પછી પણ કેટલા બધા ટપલા સહન કરે છે, અગ્નિમાં પાકે છે ત્યારે પાણી ભરવાને લાયક થાય છે. તેમ આ જીવ નરકનિગદ આદિ ભવમાં ઘણા દુઃખ સહન કરતે, વગોવાત આવે છે, કચડાય છે, પિલાય છે, ભમે છે, દુઃખના ટપલા સહન કર્યા છે, પરંતુ જે ગુરુના બેધમાં તવાય તે શાશ્વત જીવનને યોગ્ય થાય, અજર અમર પદને પામે. સુખમાં જીવ લૂંટાય છે અને દુઃખમાં વિચાર કરે તે અનેક અશરણ આદિ ભાવનાઓ દષ્ટિ ફેરવવા મદદ કરે છે. અદુઃખે જ્ઞાન ભાવેલું, દુઃખ દેખી જશે ખસી; તેથી આત્મા મુનિ ભાવે, યથાશક્તિ દુઃખે વસી.”—સમાધિશતક ૧૦૨ ભાવાર્થ – શાતાના વખતમાં દેહથી આત્મા ભિન્ન છે એમ સાંભળીને કંઈક અભ્યાસ કર્યો હોય, પણ આત્મજ્ઞાનની દઢતા ન થઈ હોય તે દુઃખને પ્રસંગે દેહમાં વૃત્તિ તદાકાર થઈ જવાથી “હું દુઃખી છું, મને તાવ આવ્યો છે, હું મરી જઈશ' આદિ વિક જીવને હેરાન કરે છે; એમ જાણીને આત્માથી પુરુષે આત્મભાવનાના અભ્યાસ વખતે યથાશક્તિ દુઃખ સહન કરવાનું પણ રાખે છે, કારણકે તેથી સહનશીલતા પણ વધતી જાય છે, એટલે ?
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy