________________
પત્રસુધા
૬૨૫ શી તૈયારી કરવી તે જાણ્યું હોય, યથાશક્તિ તે અર્થે પુરુષાર્થ કરતા રહેતા હોય તે તેનું સારું ફળ આવે. માટે મનુષ્યભવમાં જેટલું જીવવાનું બાકી હોય તેટલું જ્ઞાનીને શરણે જિવાય, તેની આજ્ઞા વિશેષ વિશેષ આરાધાય, સંસારની મહત્તા ઘટે અને પરમકૃપાળુદેવના શરણને પ્રેમ વધે તેમ વર્તતા રહેવું ઘટે છે. મોટા પુસ્તકમાંથી કે સમાધિ પાનમાંથી કંઈ કંઈ વાંચવાનું નિયમિત રાખશે. વિગના વખતે સંસારની અસારતા જીવને સહજે સમજાય છે. અનિત્યાદિ બાર ભાવનાઓ વારંવાર વિચારવા યોગ્ય છે. સાંસારિક કારણને લઈને ખેદ પ્રગટતે હોય તે પલટાવીને વૈરાગ્યભાવની વૃદ્ધિ કરવા ગ્ય છે. “રાત્રિ ઘેડી ને વેશ ઘણા તેમ મુમુક્ષુજીવે ટૂંકા જીવનમાં મહાભારત જેવું મેક્ષનું દુર્ઘટ કાર્ય આવા કાળમાં કરવું છે, તે તેમાં પ્રમાદ ન નડે, શેક વગેરેમાં વખત ન જાય, પુરુષાર્થમાં મંદતા ન થાય તેમ વર્તવા યોગ્ય છે.
૭૩૦
અગાસ, તા. ૧૧-૫-૪૭ જેને પિતાના દોષ દેખાય છે તે ભાગ્યશાળી છે. અંતરમાં જે ધર્મ કાર્ય નથી બનતું તેને ખેદ રહે છે તે કલ્યાણકારી છે, સારે છે. ચિત્તની એકાગ્રતા રહી શકે તે અવકાશ હોય ને વાંચવા-સાંભળવાને ગ બને તે તેમ કરવું, નહીં તે સ્મરણમાં ચિત્તને પરવવું. જ્ઞાનીની આજ્ઞા જેટલી ઉઠાવાશે એટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે. વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ, ઉપશમ, સદાચરણ એ મુમુક્ષુઓના પ્રાણતુલ્ય છે તે સહજસ્વભાવ કરી મૂકવા ગ્ય છે. માથે મરણ ગાજી રહ્યું છે, લીધે કે લેશે એવું થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. પરકથા અને પરવૃત્તિમાં આખું જગત વહી રહ્યું છે, તેમાંથી કેમ બચવું અને જીવન કેમ સફળ કરવું તેને વિચાર ડાહ્યા પુરુષે કરે છે. ડું વંચાય તેની ફિકર નહીં, પણ જેટલું વંચાય તેને વિશેષ વિશેષ વિચાર થાય તેમ કર્તવ્ય છે. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી પત્રાંક ૨૬૨ વારંવાર વાંચી મુખપાઠ કરવા યોગ્ય છે. નિવિકારદશા દિવસે દિવસે વધે એમ કર્તવ્ય છેજી.
૭૩૧
અગાસ, તા. ૧૧-૫-૪૭ પરમકૃપાળુ પરમાત્માએ જે આત્માનું સ્વરૂપે પ્રગટ કર્યું છે અને ઉપદેડ્યું છે તેવું જ મારા આત્માનું સ્વરૂપ છે. મારે એ જ માન્ય કરવું છે. મને કંઈ ખબર નથી પરંતુ જ્ઞાની પરમગુરુની મને શ્રદ્ધા છે. છેલ્લા શ્વાસે શ્વાસ સુધી તે મહાપુરુષનું મને શરણ હો ! “ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે.” કર્મના ઉદયે દેહમાં વ્યાધિ, પીડા, અશક્તિ અનેક પ્રકારે જણાય તેને આત્માનું સ્વરૂપ મારે માનવું નથી. હું દુખી છું, હું રોગી છું, હું મરી જઈશ એવી કલ્પના તજીને જ્ઞાનીએ કહ્યું છે એવું નિત્ય, અવ, અભેદ્ય, જરા-મરણ આદિથી રહિત શાશ્વત આત્માની માન્યતા કરું છું. “જ્ઞાનીને હો તે મને હો', શરીરનું જે થવું હોય તે થાઓ, બાંધેલાં કર્મ ભેગવ્યા વગર છૂટકો નથી પણ ભગવતી વખતે ધીરજ, સમભાવ, શાંતિ રાખીશું તેટલે આત્માને લાભ છે. જ્ઞાની જેવી સમતા રાખે છે તેવી ન રહી શકતી હોય તે પણ તેવી સમતા રાખવાની ભાવના પણ કલ્યાણકારી છે. સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવ રાખી એટલે સર્વને ખમી ખમાવી નિઃશલ્ય થવું. એક જ્ઞાનીના શરણમાં જ બુદ્ધિ રાખી
40