________________
૨૪
બોધામૃત
પરમકૃપાળુદેવ પ્રત્યે જેની અટળ શ્રદ્ધા છે તેને કંઈ પણ ગભરાવાનું કારણ નથી. સંગ તે સર્વ છૂટવાના જ છે. જે જવા બેઠું છે, રાખ્યું રહે તેમ નથી, તેની ફિકર કોણ વિચારવાન કરે? જ્યાં સુધી નરભવની કાયાને જેગ છે ત્યાં સુધી પરમકૃપાળુદેવને શરણે જીવવું છે અને અંતે તેને જ આશ્રયે દેહ છોડે છે એમ જેને નિશ્ચય છે તેને પછી વેદના કે મુશ્કેલીઓ ગમે તે આવે પણ તેની સામે પડી તે સમાધિમરણ કરી શકે છે. ક્ષણેક્ષણ સત્સાધનમાં ગાળવા કાળજી રાખે છે તેને ધન્ય છે. આત્મવિચાર આત્મભાવના અપૂર્વ છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૦૨૭
અગાસ, તા. ૧૧-૪-૪૭ ગુરુકૃપાએ સર્વ સારું થઈ જશે. ભક્તિમાં ઉલ્લાસભાવ રાખી, તે જ ખરું ધન સમજી તેની મુખ્ય સંભાળ રાખવા આપ સર્વને વિનંતી છે. માથે મરણ ભમી રહ્યું છે, તે કઈ રીતે ભૂલી જવા યોગ્ય નથીજી. બે દહાડા કેઈને વહેલું તે કોઈને બે દહાડા પછી જરૂર અહીંથી બધું પડી મૂકીને જવાનું છે, તે બીજાં બધાં કામ કરતાં જે પિતાની સાથે આવે એવા ભક્તિભાવના સંસ્કારનું ભાથું ભરી લીધું હશે તે જીવ સુખી થશે. મેહમાં ને મેહમાં રાતદિવસ ચાલ્યા ન જાય તેની કાળજી મુમુક્ષુએ રાખવી ઘટે છે. “શું કરવા હું આવ્યો છું અને શું કરી રહ્યો છું? કોને માટે આ બધું કરું છું?” એના વિચાર વારંવાર કર્તવ્ય છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૨૮
અગાસ, તા. ૪-૫-૪૭, રવિ "सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसतु ।" અનંતકાળ જીવે અજ્ઞાનમાં ગાળે છે. તેનું કારણ પરમકૃપાળુદેવ લખે છે: “જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી.” (૫૫) તે ઉપરથી એમ સમજાય છે કે બે હાથ વિના તાળી ન પડે. કેઈ વખત જીવે ગ્ય થવા પુરુષાર્થ પણ કર્યો હશે, માર્ગાનુસારી જેવી કરણ કરી આ ભવ ધર્મ આરાધનામાં પણ ગાજે હશે, પણ તેવા યુગ વિના તેવા ભવમાં કંઈ બની ન શકયું. કોઈ વખતે પુરુષને યોગ થયા છતાં જીવે પુરુષાર્થ ન કર્યો, ગળિયા બળદની જેમ મોક્ષમાર્ગમાં ન પ્રવર્યો અને મેગ મળેલ નિષ્ફળ ગયે. આમ ખાંડું બાંડું કરવાથી કંઈ દી ન વળે. હવે જગ જેને સાચે મળે છે, તેણે તે તે સફળ કરવા પુરુષની આજ્ઞા આરાધવામાં પ્રાણ પાથરવા ઘટે છે. આજ્ઞાથી અધિક કોઈ કાર્ય પ્રત્યે પ્રીતિ કરવી ઘટતી નથીજી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૨૮
અગાસ, તા. ૧૧-૫-૪૭ સંસારમાં જેની સાથે જેટલે સંબંધ હોય છે તે પૂરો થયે વિયોગ થાય છે. પરંતુ બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી” એ વાત લક્ષમાં લેવા ગ્ય છે. જેણે જ્ઞાનીને શરણે દેહ છોડ્યો છે તેનું કલ્યાણ થાય છે. તેને માટે શેક કર્તવ્ય નથી. પરંતુ આપણું પિતાના માટે વિચાર કર્તવ્ય છે કે માથે મરણ છે. સમાધિમરણ કરવું હોય તે શી