________________
પરસુધી
૬૨૩
૭૨૪
અગાસ, તા. ૭-૪-૪૭ તત્ સત્
ચૈત્ર વદ ૨, સેમ, ૨૦૦૩ સર્વ ઉત્સાહપૂર્વક ધર્મધ્યાનમાં રહે એમ ઇરછું છુંજી. વેદનીયકર્મ જ્ઞાનને અડચણ કરનાર નથી પણ કસોટીરૂપ છે, ચેતવણી આપી જાગ્રત રાખનાર પણ છે. “તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરે.”(૧૪૩) એ અભ્યાસ બહુ અગત્યને છેજી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૨૫
અગાસ, તા. ૮-૪-૪૭ તત્ સત્
ચૈત્ર વદ ૩, મંગળ, ૨૦૦૩ સંસારી શરણ ગણુ સૂનાં, અર્થ અનર્થક વચન પ્રભુનાં; નશ્વર કાયા પ્રબળ જણાતી, વાંછા શાની એની થાતી? પરિજન પુત્ર કલત્ર વિનાશી, સર્વે મળીને દે દુઃખરાશિ ચિંતવ ચિત્ત નિરો ભાઈ કેણ પિતા માં કેની સગાઈ? મા કર યૌવન-ધન-ગૃહ-ગર્વ, કાળ હરી લેશે એ સર્વ; ઈન્દ્રજાલ સમ નિષ્ફળ સહુ તજ, મેક્ષપદે મન રાખી પ્રભુ ભજ. (વૈરાગ્યમણિરત્નમાળા)
સંબંધે જે જે સંગે આવી મળે છે, તે છૂટી જાય છે, આમ અનંતકાળથી થતું આવ્યું છે, છતાં જીવ દેહાદિ સંગે ઉપરની પ્રીતિ છેડતા નથી અને દુઃખી રહ્યા કરે છે. કોઈનું પણ મરણ સાંભળીને વૈરાગ્ય વિચારવાન જીવને થાય છે તે કુટુંબીજન જેમની સાથે જિંદગીનાં ઘણાં વર્ષ ગયાં તેમના વિયેગે જીવને વૈરાગ્ય બળવાન જાગે અને સંસારનું સ્વરૂપ અસાર, અનિત્ય, અશરણ અને ભયંકર લાગે, તે વિચારે જીવને સંસાર ઉપરથી સુખવૃત્તિ છોડાવી પરમાર્થમાર્ગનું શરણ ગ્રહણ કરાવે તથા ફરી આવા સંસારમાં જન્મવું ન પડે તેની તૈયારી કરાવે તેવા વૈરાગ્ય, ભક્તિ અને સત્સંગની ભાવનાના વિચારમાં કાળ ગાળવા ભલામણ છે. બીજું કંઈ ન સૂઝે તે પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રસ્મરણ મળ્યું છે, તેનું રટણ અહોરાત્ર રહે તથા જે ભક્તિભજનની આજ્ઞા મળી છે, તથા મુખપાઠ કરેલું છે, તેમાં મનને રોકીને સાંસારિક વિટંબણાના વિચારોથી પાછું વાળવું. આપણે પણ મરણને પ્રસંગ માથે છે, તેની તૈયારી કરવી છે. આ ભવમાં પુરુષને યાગ થયે છે, તે હવે કાગડા-કૂતરાના મતે મરવું નથી, પણ સમાધિમરણ કરવાને દઢ નિશ્ચય કર્તવ્ય છે. તે અર્થે સત્સંગ, સક્શાસ્ત્ર, સદવિચાર અને સદ્વર્તનનું બળ બને તેટલું સંઘરવું છે. લૌકિક વિચારમાં મન તણાતું રોકીને સદ્દગુરુની આજ્ઞાએ જીવવું છે અને સદ્દગુરુને આશ્રયે જ દેહ છોડે છે. આટલે નિર્ણય કરી લેવાય તે બાકીનું જીવન સુખરૂપ લાગે અને સમાધિમરણનું કારણ બને. “પરમશાંતિપદને ઈરછીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે. (૩૭) તે વિચારશે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૨૬
અગાસ, તા. ૯-૪-૪૭ અનુષ્યપ-કોણ હું? રે! જવાને કયાં? ક્યાંથી હું હાલ આવિયે?
કોને હું? મુજ કે બંધુ? એમ આત્મા વિચાર જે. ગપ્રદીપ)