________________
૬૨૨
બેધામૃત છે? તે બહુ બહુ વિચારવા જેવું છે. મરણની તૈયારી જે સમજુ પુરુષે યથાશક્તિ કરી રહ્યા છે તે જ વિચારવાન ગણવા ગ્ય છેજી.
અનંતકાળ જીવ કાગડા-કૂતરાના મોતે મર્યો છે. હવે પુરુષના યોગે તેની આજ્ઞા પ્રાપ્ત થયા પછી તેવા મેતે તે નથી જ મરવું એવું દઢત્વ જીવમાં જરૂર જાગવું જોઈએ અને અનાદિને અધ્યાસ પલટાવી જ્ઞાનીની આજ્ઞાનું પ્રધાનપણું ક્ષણે ક્ષણે હૃદયમાં જાગ્રત રહે તેમ વર્તવા બનતે પુરુષાર્થ આપણે તે અવશ્ય કર્તવ્ય છેજ. જેને જેટલી પરમકૃપાળુદેવ પ્રત્યે શરણભાવના છે તેનું મરણ તે પ્રમાણમાં સુધરે છે.
પૂ. કુંદનમલજીની શ્રદ્ધા સારી હતી અને પહેલાં કરતાં પુરુષાર્થ વધારતા જતા હતા. તેનું ફળ તે લઈ ગયા. આપણે પણ ચેતતા રહેવાની જરૂર છે જી. સાથે આવે તેવી બાબતને વિશેષ લક્ષ રાખ ઘટે છે. આ નાશવંત વસ્તુઓને મેહ છે કરી આત્મહિતમાં વિશેષ વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે.
* શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૭૨૩
અગાસ, તા. ૩૦-૩-૪૭ “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ,
હતા સો તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ” (હા. નં. ૧-૧૨) વિ. આપને પત્ર મળે. ગયા રવિવારે આંખ બતાવવા આણંદ ગયે હતે. એક આંખને પડદો અંદરથી બગડ્યો છે તેથી હમણાં લખવા-વાંચવાનું ઓછું કરી નાખ્યું છે. બનનાર છે તે ફરનાર નથી. એ વિષે કંઈ વિકલ્પ કે ચિંતા જેવું નથી. આત્મામાં પરમકૃપાળુદેવની કૃપાથી શાંતિ રહે એ જ એક લક્ષ રાખવા ગ્ય છેજી. પરમપુરુષએ કહેવામાં બાકી નથી રાખી, પણ આ જીવને ધીરજ અને શ્રદ્ધાપૂર્વક તે મહાપુરુષોની આજ્ઞા ઉઠાવવાનું કામ છે, તે કરવામાં જેટલી તત્પરતા, એકાગ્રતા, અસંગપણું જીવ આરાધશે તેટલે મેક્ષ નજીક આવે તેમ છે; એક હિંદીમાં સુંદરદાસ કવિ મહાત્મા થયા છે તે લખે છે –
સુરત ચિંતા મત વસ્ત્ર, તૂ આ ત્રવિવાર
शरीर सोप प्रारब्धकू, ज्युं लोहा कूटे लुहार।" આવી જોગવાઈ પરમાર્થ પ્રાપ્ત કરવાની ફરી ફરી મળવી મુશ્કેલ છે, તેથી જીવે હવે તે બીજી વાતે ગૌણ કરી એક આત્મકલ્યાણની મુખ્યતા કરવા ગ્ય છેજી. | તમે રિટાયર થવાના અને સત્સંગની આરાધના કરવાના સમાચાર લખે છે તે જાણી સંતોષ થયે છેજ. જીવને પૈસાથી સુખ નથી થતું પણ સંતોષથી થાય છે. જેને આજીવિકા સંબંધી ચિંતા કરવા જેવી દશા ન હોય તેણે આ મનુષ્યભવની દરેક ક્ષણને ચિંતામણિ રત્નથી અધિક કીમતી જાણે આત્મહિત અર્થે ગાળવા ગ્ય છે. સમાધિ પાન ગ્રંથના પાછલા ભાગમાં પરમકૃપાળુદેવના પડ્યો છે તેમાંથી પત્રાંક ૬૨ જેમાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં ૧૩ વાક્યો છે તે વારંવાર વિચારી બને તે મુખપાઠ કરવા ભલામણ છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ