________________
પત્રસુધા
૬૦૭ નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષ તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે.” (૪૯૩)
“પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બર્સ, વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજો અનુભવ બતલાય દિયે.”
૭૦૦
અગાસ, તા. ૩૧-૧૦-૪૬ તત સત્ર
કાર્તિક સુદ ૬, ૨૦૦૩ કવાલી – ઝુકાવ્યું ભક્તિમાં જેણે, દુઃખ કાપ્યા બધાં તેણે,
કૃપાળુની કૃપા સાચી, ગણે તે ધન્ય અયાચી; ભલે આવે દુખો ભારે, પ્રસાદી તેન વિચારે, જવાનું તે જશે, હું તે – અમર આત્મા સદા છું, જે. મળે પદ જે અવિનાશી, જવા દઉં સર્વ વિનાશી, નથી કંઈ ઈચ્છવું મારે, કૃપાળુની કૃપા તારે. ડરાવે બાલને કેઈ, જતે માની કને રે
મળે ત્યાં માર તેાયે તે, તજે ના માતને કદીયે. આપના સંબંધી પત્ર આજે મળે. આપની માનસિક અશાંતિના સમાચાર વાંચી આ પત્ર લખવા પ્રયત્ન કર્યો પણ વચ્ચે ઘણું વિઘો આવવાથી થોડે પૂરે કરવા વિચારું છું.
અત્યારે એમ વિચાર કુરે છે કે આવા વખતમાં આપની આશ્રમમાં હાજરી હોય તે અનેક પ્રકૃતિના મુમુક્ષુએરૂપી ફૂલઝાડવાળા સુંદર બાગમાં જેમ મગજ શાંત થાય છે તેમ આશ્રમમાં વસવાથી અનેક પ્રકારના ઉત્તાપ શાંત થવા સંભવે છે. એવા અનેક ઉદેશથી ૫. ઉ. પ. પૂ. કરુણાસાગર પ્રભુશ્રીજીએ આ આશ્રમ-જીવન સમાધિમરણને પિષે તેવું ક્યું છે. તેને અનેક ભવ્ય જીવેએ લાભ લઈ સમાધિમરણ સાધ્યું છે, સાધે છે અને ભવિષ્યમાં સાધશે; તે તમારા જેવા તેથી દૂર રહે એ ઘટતું તે નથી, પણ આપ જેવા સમજુને શું કહેવું? બધી દવા વગેરેની કે શારીરિક અનુકૂળતાઓ શહેરમાં સુલભ હોય તે ગૌણ કરી, સમાધિમરણનું મહત્ત્વ જે હૃદયમાં વસે તે અહીંના વાસ જેવું ઉત્તમ સ્થળ આખર અવસ્થામાં કયાં મળે? પૈસાદારને વિલાયત જવું ગમે, પણ પરમકૃપાળુદેવના ભક્તને તે આ આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી મારી અલ્પમતિમાં સમજાય છે. દવા માટે મુંબઈ જવું પડે, દવાખાનામાં રહેવું પડે, તે પરમકૃપાળુદેવની દવા જ્યાં વધારે ગુણ કરે તે લક્ષ હવે તે વિશેષ વિશેષ વિચારી, લેકલાજ મૂકી, બીજી મુશ્કેલીઓ વેઠી, જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ પરમકૃપાળુ પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના અથાગ શ્રમ અને ગબળે વિદ્યમાન છે, તે આ પાછલા દિવસે તેવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા? બીજાને રાજી રાખવા ઘણું આ ભવમાં કર્યું, હવે તે ગૌણ કરી આત્માની પ્રસન્નતા થાય તેવી કંઈ ગોઠવણ કરવાના નિર્ણય ઉપર આવે તે સ્વપરના હિતનું કારણ સમજાય છે. વેશ્યાઓનો આધાર ભાવ ઉપર છે અને ભાવ નિમિત્તાધીન છે તે સારાં નિમિત્તોમાં સારા ભાવ સહજે થવા સંભવે છે.