________________
બોધામૃત પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ સર્વ પ્રાણીઓ પ્રત્યે પિતાનું દાસત્વ સૂચવે છે, એવું પરમકૃપાળુદેવે દીનત્વ કે પરમ વિનય વિષે લખ્યું છે તે
જીવને તરવાનું પ્રથમ સાધન છે. તેથી જ સર્વ પ્રકારની યોગ્યતા જીવને પ્રાપ્ત થાય છે, અને ભક્તિ જાગે છે. પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વાક્ય લખાવેલું- “બગડેલું સુધારવું અને સુધરેલું બગડવા ન દેવું.” અને વિચાર કરી જીવન પવિત્ર કર્તવ્ય છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૯૮
અગાસ, તા. ૨૭–૧૦-૪૬ તત્ ૐ સત્
કાર્તિક સુદ ૨, ૨૦૦૩ આ પાંચમ જ્ઞાનપંચમી ગણાય છે. તે દિવસ માટે પ. પૂ. પ્રભુશ્રીજીએ એક વખત બધાને કહેલું – “આ વ્રત જબરું છે. વર્ષમાં એક વખત ઉપવાસ કરવાનું છે. જેને જિંદગી સુધી એ વ્રત લેવું હોય તે ઊભા થાઓ.” તે સાંભળી ઘણાખરાએ યથાશક્તિ એ વ્રત લીધું હતું. તે સ્મૃતિમાં આવ્યાથી આપને જણાવ્યું છે. જેને તે દિવસે જેવું બને તેવું તપ આત્માર્થે કરવા ગ્ય છેજ. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી વ્રતની ભાવને કરવી હોય તેમણે કર્તવ્ય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૮-૧૦-૪૬ અંશે હોય ઈહ અવિનાશી, પુદ્ગલ જાળ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગને આશી રે.
એ ગુણ રાજ તણે ન વિસારું સંભારું દિન-રાત રે.” તમે એક કાર્ડમાં મથાળા ઉપરની કડીને અર્થ પુછાવેલ છે તે સંક્ષેપથી નીચે પ્રમાણે જણું છું. પાંચમી દષ્ટિની એ છેલ્લી કડી છે. પાંચમી દષ્ટિ એ ક્ષાયિક સમકિત વિષેની છે. આ કડીની ઉપરની કડીમાં પુણ્યને પ્રાપ્ત થયેલાં દેવલેકનાં વિષયસુખો પણ જેને ઈષ્ટ નહીં પણ અનિષ્ટ લાગે છે, તેના જેવાં? શીતળ ચંદન જેનું (ઘસેલા ચંદનનું) ટીપું ઊકળતા તેલમાં પડ્યું હોય તે તે તેલ ઠંડું થઈ જાય તેવા ચંદનના વૃક્ષનાં ડાળ પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રગટે છે, તે આખા ચંદનના વનને પણ બાળી નાખે છે તેમ સમ્યફદષ્ટિ ક્ષાયિક દશા. પામ્યો તે તે ગમે તેવાં પુણ્ય પણ, આત્મા સંબંધીને અનેક વિચારો અને અનુભવદશાને વિન્ન કરનાર ગણી, બળતરા સમાન તે સુખને દુઃખરૂપ ગણે છે. જેને સુખદુઃખ સમાન કર્મનાં ફળરૂપ સ્પષ્ટ સમજાયાં છે તેની દશા છેલલી કડીમાં વર્ણવી છે. અંશે અવિનાશીપદ એટલે સિદ્ધપદ જેને પ્રાપ્ત થયું છે, પુદ્ગલની જાળ પુણ્ય-પાપ બનેને ગણે છે, તેનાં ફળ જે સુખદુઃખ તે પણ પુદ્ગલરૂપ–કલ્પનારૂપ માની તેને તમાસો જોનાર દ્રષ્ટારૂપ તે રહે છે.
ચિદાનંદઘન એટલે ચૈતન્યને પરમાનંદરૂપ સ્વભાવ; તેના સુયશ = પ્રશંસાને; વિલાસીક અનુભવ કરનાર ક્ષાયિક સમ્યફદષ્ટિ જીવ જગનાં સુખને ઈચ્છક કેમ હોયઆ બધાનું કારણ શું? એ ગુણ = ઉપકાર પરમકૃપાળુ પરમ પુરુષને છે, તે કેમ વીસરી શકે? રાતદિવસ સંભારવા ગ્ય પરમપુરુષની નિષ્કારણ કરુણ છે. તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે