________________
પત્રસુધા
૬૦૫ ઉપવાસ આદિ બને તેટલે ત્યાગ વૈરાગ્ય રાખો. નિત્યનિયમમાં ભક્તિ કરતા હોઈએ તે ઉપરાંત નીચે જણાવ્યા પ્રમાણે રેજ ૩૬ માળા ગણવી. કુલ ૧૪૪ માળા ચાર દિવસે મળીને થાય. એક સાથે ૩૬ માળા ન ગણાય તે ૧૮ માળા ગણી કંઈ આરામ લઈ ફરી ૧૮ માળા ગણવી. તેને કામ અને માળા ફેરવતાં જે ભાવના રાખવાની તે હવે લખું છું –
“સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્રની ત્રણ માળા પ્રથમ ગણવી. પહેલી માળામાં સમ્યફદર્શન પામવાની ભાવના, બીજીમાં સમ્યકજ્ઞાન અને ત્રીજીમાં સચ્ચારિત્રની ભાવના કરવી. ૨૮ માળા “પરમગુરુ નિગ્રંથ સર્વ દેવ” એ મંત્રની નીચેની ભાવના સહ ફેરવવી. પહેલી ત્રણ માળા મિથ્યાત્વમેહનીય, સમકિત મેહનીય અને મિશ્રમેહનીય ક્ષય થવા એટલે ક્ષાયક સમકિત થવા એ ત્રણ માળા ફેરવવી. પછી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ જવા ચાર માળા, અને અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ જેવા બીજી ચાર માળા અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ જવા ત્રીજી ચાર માળા અને સંજવલન ક્રોધ, માન, માયા, લેભ જવા થી ચાર માળા; એટલે સમકિતને રોકનાર અનંતાનુબંધી કષાય, દેશવ્રતને રોકનાર અપ્રત્યાખ્યાન કષાય અને મુનિપણને રેકનાર પ્રત્યાખ્યાન કષાય તથા પરમશાંતિ કે કેવળજ્ઞાનને ન પ્રગટવા દે તેવા સંજ્વલન કષાય ટાળવા એ ૧૬ માળા થઈ. હવે ૯ માળા નવ દેષ જવા ફેરવવાની છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, પશેક, દુર્ગા (જુગુપ્સા), સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ એ ત્રણ મલિન ભાવ ક્ષય થવા નવ માળા ગણવી. પાંચ માળા રહી તે જ્ઞાન ઉપર આવરણ કરનાર પાંચ કર્મો ટાળવા ભાવના કરવાની છે. ૧. મતિજ્ઞાન નિર્મળ થવા, ૨. શ્રુતજ્ઞાન પ્રગટવા, ૩. અવધિજ્ઞાન થવા, ૪. મનઃ પર્યાવજ્ઞાન ઊપજવા, ૫. કેવળજ્ઞાન પ્રકાશવા પાંચ માળા “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” બન્ને મળી ભક્તિ ચાર દિવસ કરશે તે ઘણો આનંદ અને ઉત્તમ ભાવ ખુરશે. રોજ ન બને તે પહેલે દિવસ ભેગા મળી માળા ફેરવશો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૬-૧૦-૪૬ પ. પૂ. પ્રભુશ્રીજીએ દિવાળી પર્વ ઊજવવા ફરમાવ્યું છે તેનું ફળ સમાધિમરણ છેજી. જેમ મયણાસતીએ શ્રીપાલને કોઢ જવાને ઉપાય ગુરુમુખે સાંભળી આદર્યો તે ઈચ્છિત પ્રાપ્તિ થઈ તેમ જેને સમાધિમરણ પ્રાપ્ત કરવું હોય તે આ દિવાળીપર્વ વર્ષમાં એક વખત આદરે તે સમાધિમરણની પ્રાપ્તિ થાય તેવું તેમાં દૈવત રહેલું છે. સામાયિક લઈને બેઠા હોઈએ તેમ સામટી ૩૬ માળા ન ફેરવાય તે ૧૮ માળા કે ૨૨ માળા પ્રથમ ફેરવી, છેડે વખત જવા દઈ અનુકૂળતાએ ફરી ૧૮ માળા કે બાકીની પૂરી કરવી. મૃત્યુ મહત્સવરૂપ લાગશે.
૭.
અગાસ, તા. ૨૬૧૦-૪૬ દેહર – સદ્ગુરુ પદ ઉપકારને, સંભારું દિનરાત;
જેણે ક્ષણમાંહિ કર્યો, આ અનાથ સનાથ, આપને પત્ર પ્રાપ્ત થયું છે. પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલે પ્રેમ કરશે તેટલે લેખે લાગશે. આપણે બધા એને આશરે પડેલા છીએ. સર્વનું કલ્યાણ એના શરણે રહ્યાથી છે. સપુરુષ