________________
૬૦૪
આધામૃત
૬૯૪
દયા નહીં આ જીવ તણી મેં ખાĂ ખરા દિલથી હજીયે, ભવ ભમવાના ત્રાસ નહીં હō લાગ્યા ખૂખ ખરો કદીયે; દુઃખ ઘણાં દેખ્યાં આ ભવમાં તેપણ તે પર પગ મૂકી, નિય પેઠે વહ્યો ગયા, નહિ ચેત્યા ચાલ જાની ચૂકી.
અગાસ, તા. ૨૩-૯-૪૬
આ જીવનમાં કેઈએ પણ આપણા ઉપર મહદ્ ઉપકાર કર્યાં હાય. તેમાં સર્વોપરી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના છે. તેની નિષ્કારણુ કરુણાને નિરંતર સ્તવવામાં પણુ આત્મસ્વભાવ પ્રગટે છે. એનાં અપૂર્વ વચનને હૃદયમાં ઉતારનારને નિર્વાણુમાંની પ્રાપ્તિ થાય છે. આવું અચિંત્ય માહાત્મ્ય જેનું છે એવા નિસ્પૃહી મહાત્માનું શરણુ આપણને મળ્યું છે તે જો મરણ સુધી ટકાવી રાખી તેને આશ્રયે આ દેહ છૂટે તે જીવ સમાધિમરણ પામે. એવું એક વાર મરણ જેનું થાય તેને મેક્ષે જતાં સુધી કદી અસમાધિમરણ ન થાય એટલે ભવાભવ તેવા લાભ મળતા રહે એવી અપૂર્વ કમાણી આ ભવમાં કરી લેવાની છે. માટે જગતની મેહક વસ્તુઓ ઉપરથી મનને ખસેડી શાશ્વત આપણા આત્મા જેના ચાગબળે શુદ્ધ થાય, મેક્ષે જાય તે મહાપુરુષ ઉપર દિન દિન પ્રેમ-ભક્તિભાવ વધતા જાય તેમ કન્ય છે. તે અર્થે ભક્તિ, પત્રવ્યવહાર, ઓળખાણુ કે વાંચન-વિચાર કબ્જે છેજી. નહીં તેા જગતની કોઈ વસ્તુ આખરે મદદ કરે તેવી નથી. માટે મનમાં સમજી જઈ બધેથી માહ સ`કારી લઈ એક પરમપુરુષ ઉપર પ્રેમ, પરમપ્રેમ કબ્ય છેજી. આ લહ્યે જેટલેા કાળ જશે તેટલું આયુષ્ય સફળ થશે, લેખે આવશે. બાકીનું તે વેઠ જેવું છે. કારણ કે આપણી સાથે કઈ આવવાનું નથી. આપણું દુઃખ પણ કાઈ લઈ શકે એવું નથી, તે આત્માનું હિત થાય તેવું સ્મરણ, ભક્તિ, સાચન, વિચાર અર્થે કેમ ન જીવવું ? અંતરમાં આ દાઝ જાગશે તેા જીવન પલટાઈ જશે.
મંદાક્રાંતા — મંત્ર મંત્ર્યા સ્મરણ કરતા, કાળ કાઢું હુવે આ,
=
જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી, ખેાલ ભૂલું પરાયા; આત્મા માટે જૈવન વવું લક્ષ રાખી સદાાએ, પાસું સાચા જીવનપલટામાક્ષમાર્ગી થવાને.
(પ્રજ્ઞાવખાધ – ૭૪)
પરસ્પર મુમુક્ષુઓને સમાગમ કે પત્રવ્યવહાર પણ આત્માર્થં થાય તે હિતકારી છે. અહુંકાર ન થાય, માત્ર છૂટવાની ભાવનાથી મેાક્ષમાગની ચર્ચા, વાર્તા કે વિચારોની આપ-લે થાય તે હિતકર્તા છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પ
અગાસ, તા. ૧૩–૧૦-૪૬, વિ
દિવાળીપર્વે અહીં નીચે પ્રમાણે ઊજવાય છે, તે યથાશક્તિ તમારે ભાવ પ્રમાણે ઊજવી શકાય તે અર્થે લખ્યું છે, જેને સમાધિમરણ સહિત દેહ છેડવાની ભાવના છે તેને આચરવા અર્થ વર્ષીમાં ચાર દિવસ ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીએ કૃપા કરી જણાવેલ છે — ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી અને નવા પઢવા. આ ચાર દિવસ ધર્મ-ધ્યાનમાં એટલે ભક્તિભાવમાં ગાળવા; બ્રહ્મચર્ય તેટલા દિવસ પાળવું; સાદા ખારાક કે એક વખત જમવાના નિયમ,