SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત, ૬૦૮ બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી, તે પછી ધર્મ પ્રયત્નમાં, આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરે?” (૪૭) આમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે પુરુષાર્થની વૃદ્ધિને અર્થે લખ્યું છે. એ વિચારી આત્મહિતમાં પ્રવર્તવા ભલામણ છે”. ઘણું ઘણું વિચારે પત્ર લખતાં પહેલાં આવેલા, પણ પત્રમાં કેટલુંક લખાય? કાર્તિક વદ ૫ ઉપર ઈડર જવા વિચાર રહે છે. ત્યાંથી પાછા ફરતાં આપ અમદાવાદ હશો તે મળી શકાશે. અને અહીં પધારી શકે તે એથી વિશેષ શું હોઈ શકે? # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૦૧ અગાસ, તા. ૧૨-૧૧-૪૬ આ૫ને કામ પ્રસંગે રંગૂન જવું થયું છે, ત્યાં કામની ભીડમાં ધર્મ અત્યંત ગૌણ વિસ્મરણવત્ ન થાય તેટલી કાળજી રાખવા ભલામણ છેછે. અનાર્ય વાતાવરણમાં પણ જે નિત્યનિયમાદિ ટકાવી રાખે તે એક પ્રકારની પરીક્ષામાં પાસ થયે ગણાય. જોકે શરીરની અશક્તિ, પ્રમાદ, માનપૂજાની પ્રેરણું આદિ અનેક સંકટો ઓળંગી સદ્ગુરુના ચરણનું શરણ મરણ સુધી ટકાવી રાખવાનું છે. હજી તે એવી ભારે કસેટી આવી નથી, છતાં તેને માટે તૈયારી રાખી હશે તે તેવા પ્રસંગે પહોંચી વળશે. માટે જ મરણના પ્રસંગને વિચારી, મારે મરણની તૈયારી રાજ કરતા રહેવું છે. અત્યારે ધારે કે એવો પ્રસંગ એકાએક આવી પડે તે પહેલું મને શું સાંભરે કે શું સંભારવા યોગ્ય છે? શામાં બળ કરીને પણ મારે વૃત્તિ રોકી રાખવી? અત્યંત દુઃખ વધતું જતું હોય ત્યારે કેવી આત્મભાવના પ્રત્યે ખેંચ રાખવી? કેમ ઉપગ નાશવંત વસ્તુઓ પ્રત્યેથી પાછે વાળી શાશ્વત, સચ્ચિદાનંદ, અનંત સુખમય આત્મા પ્રત્યે વાળ? આ બાબતેને વિચાર, નિર્ણય કરી તેવા અભ્યાસની કાળજી રાખી હશે તે આખરે ગભરામણ નહીં થાય, પણ જોયેલે રસ્તે નિર્ભયપણે મુસાફરી થાય, તેમ સહજસ્વભાવે આત્મભાવમાં વૃત્તિ રહે અને સમાધિમરણ થાય; માટે બીજી બાબતે બને તેટલી ગૌણ કરી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનેને વિચાર બને તે બધા એકઠા મળીને કે તે જગ ન હોય તે સૌએ એકાંતે પિતાને માટે કર્તવ્ય છે”. તેમાં ગાળેલે કાળ અલેખે નહીં જાય, બલકે એ જ ખરું જીવન છે. બાકીને કાળ જે લોકવ્યવહારમાં જાય છે, તે તે ધમણની પેઠે શ્વાસ લેવામાં અને મૂકવામાં વ્યર્થ વહી જાય છે. - વિચારવામાં તેનું નામ કે જે આ સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ રાખી ત્રણે કાળ ટકી રહે. તેવું આત્મસુખ છે તેની પ્રાપ્તિ અર્થે જ્ઞાની પુરુષે કહેલું આરાધે. પુણ્યાધીન જે ધનસંપત્તિ છે તે સદા રહેનાર નથી. તેને માટે દિવસના ૨૪ કલાક ન ગાળે તે ચાલે તેમ છે છતાં તેમાં જ સુખ કલ્પાયું છે તેથી તેની પ્રધાનતા હૃદયમાં પૂર્વ સંસ્કારે રહેતી હોય તે ગૌણ કરી, મક્ષ અર્થે આ મનુષ્યભવ છે તે તેને માટે જેટલે કાળ ગળાશે તે લેખન છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૭૦૨ અગાસ, તા. ૧૮-૧૧વિ. આપને પત્ર મળે. રોજ નિત્યનિયમ કરવાની તીવ્રતા પ્રદર્શિત કરી તે જાણી સંતોષ થયો છે. ફરી તેવી ભૂલ જિંદગીમાં હવે ન થવા દેવી એ પ્રાયશ્ચિત્ત છેજી.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy