________________
પત્રસુધા
૬૦૧ મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના રેજ ભાવવી અને સાંજે તેનું જ પ્રતિક્રમણ કરવું કે એ ચારમાં ભંગ કઈ પ્રકારે થયો છે કે નહીં? થયેલ હોય તે તેને પશ્ચાત્તાપ કરી ફરી ન થવા દેવાની કાળજી વિશેષ રાખવાને નિશ્ચય કર ઘટે છે.
૬૮૯
અગાસ, તા. ૧૧-૯-૪૬ આપે “આશ્રયભક્તિ” વિષે પત્રમાં પુછાવ્યું છે તેના ઉત્તરમાં જણાવવાનું કે પત્રાંક ૫૭૨ વિચારશોજી. તે પત્ર ઉપરથી વખતે આપને પૂછવું થયું હોય તે ટૂંકામાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે જે આજ્ઞા જન્મમરણ છૂટવા માટે આપી છે, તે મારે તે પરમપુરુષની શ્રદ્ધાએ આરાધવી છે, બીજું મારે આ ભવમાં કંઈ કામનું નથી. એ જ પુરુષને રાજી રાખવા અટલે ભવ ગાળવે છે. તેનાં વચને જે છપાયાં છે તેને અભ્યાસ કરી, તેણે જણાવ્યું છે તેવા ભાવ કરી વર્તવું છે એમ જેના હૃદયને નિર્ણય છે અને પિતાની શક્તિ પ્રમાણે તે ભાવમાં જે વર્તે છે, તેથી વિપરીત પણે વર્તાય ત્યાં ખેદ થાય છે, તે પુરુષને તેની આશ્રયભક્તિ છે એમ સામાન્યપણે ગણાય. ખરી રીતે તે તે પત્રમાં જણાવ્યું છે તેમ “જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપવું” એ આશ્રયભક્તિનું ફળ છે.
જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જેવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે એમ જણાવી જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદિ દોષે જણાવી તેના ત્યાગને ક્રમ જણાવ્યું છે. બહુ બહુ વિચાર કરી અમલમાં મૂક્ય જીવને લાભ થાય છે, તીત્રજ્ઞાનદશા પ્રગટે છે. એટલું બધું તેનું માહાભ્ય જણાવી, તેમાં જ પ્રસંગે પ્રસંગે કાર્યો કાર્યો પ્રવૃત્તિઓ પ્રવૃત્તિએ ફરી ફરી લક્ષ રાખવા ચેતાવ્યા છે, તે પ્રમાણે વર્તાય તે જ જીવનું સાચું હિત સધાય, માટે નિશ્ચયની ખામી જીવમાં છે તે દૂર કરી જીવ રેજ મરણને સંભારી જ્ઞાની પુરુષમાં જ વૃત્તિ રાખે છે તે આ ભવમાં ઘણી કમાણ થઈ શકે તે જેગ જીવને મળે છે, તે જ સફળ કરવા સત્પરુષાર્થ કર્તવ્ય છેજ.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૨-૯-૪૬ તત્ સત ખમાવું સર્વ જીવોને, સર્વે જીવે અમે મને,
મૈત્રી હે સર્વની સાથે, વૈરી માનું ન કોઈને. સમાધિમરણની ભાવના રોજ કર્તવ્ય છે અને તેને અર્થે એટલે અંતે સમાધિમરણ થાય તે લક્ષે પાપ, વેર-વિધથી દૂર રહી “શાંત રસમય ધર્મ' વીતરાગે કહ્યો છે તે જ આરાધતા રહેવાની જરૂર છે. આજના દિવસમાં કેઈના પ્રત્યે વિરોધ થયો હોય તે સાંજ સુધીમાં શમાવી દેવા ક્ષમાપના આદિ ઉપાય લઈ શાંત થવું. બાર માસમાં જે દોષ થયા હોય તે યાદ હોય તે તેના ઉપાય લઈ નિર્વેર થવું અથવા યાદ ન હોય તે અંતરભાવથી સર્વ પ્રત્યેથી વેર- વિધરહિત થવું એ આશયથી પર્યુષણ પર્વની ક્ષમાપના હોય છે. જેની સાથે વિરોધ હોય,