________________
૬૦૨
બોધામૃત જાણતા હોઈએ છતાં તે વેર મટાડવા ઉપાય ન લઈએ કે વધારીએ અને દૂર જ્યાં વેર ન હેય ત્યાં પત્રાદિ લખીએ એવી હાલ રૂઢિ થઈ ગઈ છે તે પલટાવી હદયમાંથી વેરભાવનું કલંક દૂર કરી, “સર્વ જી મારા મિત્રો છે, તેમણે કરેલા દોષે ભૂલી જઉં છું અને મેં તેમના પ્રત્યે કરેલા દેની ક્ષમા ઈચ્છું છું” આવું ઉદાર દિલ જ “વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ” પામવા ગ્ય છે. આ પત્ર વારંવાર વિચારી, હૃદય કેઈ પ્રત્યે વેરભાવ ન રાખે તેટલી નમનતા, લઘુતા અને સર્વને ક્ષમાવવાની યોગ્યતા લાવે તેમ જ આચરવાની હિંમત ધરી નિઃશલ્ય થાય તેમ કરવા વિનંતી છે.
છ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૩-૯-૪૬ દયા નહીં આ જીવ તણી મેં ખાધ ખરા દિલથી હજીયે, ભવ ભમવાને થાક હજી નહિ લાગે ખૂબ ખરે કદીયે; દુઃખ ઘણું દેખ્યાં આ ભવમાં, તે પણ તે પર પગ મૂકી,
નિર્દય પેઠે વહ્યો ગયે, ના ચે ચાલ જૂની ચૂકી, આપને પત્ર મળે, વાંચી વિગત જાણી. કર્મના ચગે ધર્મમાં વિશ્વ આવી પડે છે, તે ધર્મભાવના વધતાં દૂર થાય છે. એક પરમકૃપાળુદેવને શરણે વાંચન, વિચાર, ભક્તિ આદિ જે પુરુષાર્થ થાય તે કરવામાં ત્યાં પણ પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદે જીવનું ભૂંડું કર્યું છે. જે કરવા યોગ્ય છે તે તે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવી એ જ છે. તે ગમે ત્યાં રહેવાનું થાય પણ ભુલાય નહીં એટલે લક્ષ રહે તે હિતનું કારણ છે. સત્સંગના યેગે જીવને પરમાર્થ પ્રેરક પુરુ ષાર્થમાં બળ મળે છે. જેવાં નિમિત્ત તેવા ભાવ આ દશામાં થઈ જવા સંભવે છે. માટે વિપરીત યોગમાં વિશેષ ભાવનાનું બળ રાખવાની જરૂર છે. આત્મહિત માટે જીવને ઝૂરણા જાગશે ત્યારે કલ્યાણને માર્ગ સુગમ થશે, અને ઉદાસીનતાને ક્રમ સેવાશે. સંસાર ઝેર જેવો લાગ્યા કરશે ત્યારે ખરેખરી મુમુક્ષતા પ્રગટશે. બધાનું કારણ સત્સંગ, સધ, સશાસ્ત્રનું વાંચન, વિચાર, ભક્તિ, પ્રેમરૂપ પુરુષાર્થ છે. માથે મરણ ભમી રહ્યું છે તેને વારંવાર વિચાર કરી આ મનુષ્યભવને લેખે આણવા જાગ્રત જાગ્રત રહેવું ઘટે છેજ. % શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૩-૯-૪૬ તત્ સત્
ભાદરવા વદ ૩, શનિ, ૨૦૦૨ આપને પત્ર મળે. તે વાંચી સંતોષ થયે છે. તે પુરુષાર્થ ન પડે અને આરંભરા’ ગુજરાતીને કહે છે તે કલંક મને તે ન જ લાગે એ ભાવ રાખી આત્માને માટે વિશેષ વિશેષ જાગૃતિની જરૂર છે. આત્મા દેહાદિથી ભિન્ન અવલેકવાને અભ્યાસ પરમગુરૂના વિશ્વાસે કર્તવ્ય છેજી.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી (જાણનાર) સદા અવિનાશ – મૂળ એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ.” એ આખું પદ વારંવાર વિચારતા રહેવું ઘટે છે જી.