________________
૫૯૮
બધામૃત
• અગાસ, તા. ૪-૯-૪૬ તત સત
ભાદરવા સુદ ૮, બુધ, ૨૦૦૨ પ્રભુ ગુણગાન પૂજા કરું, વવાય બીજ સચિત;
નંદનવન સમ મમ ઉરે, વર્ષા ભક્તિ ખચીત આવા પર્યુષણના પવિત્ર દિવસમાં પ, ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના ગે કેવા ભાવ ઉલ્લાસ પામતા તે દરેકના અનુભવની વાત છે. તેની સ્મૃતિ પણ જીવને તે વાતાવરણમાં લઈ જાય છે. તે મહાપુરુષોને આપણું ઉપર અથાગ ઉપકાર થયું છે. તેના પેગ પછી જ જીવને નવજીવન મળ્યું ગણવા યોગ્ય છે. તેની આજ્ઞા ભવજળ તરવામાં આપણને નાવ સમાન છે. ગમે ત્યાં રહ્યો પણ જીવ તે ઉઠાવશે, તે જીવને ઊંચે આવવાનું બનશે; અંધારા ખૂણામાં પણ ગોળ ખાશે તેને ગળે લાગ્યા વિના નહીં રહે. તેમ તે પુરુષની સ્મૃતિ, ભક્તિ, તેના ગુણગ્રામ, તેમાં ચિત્તની ઉલ્લાસવૃત્તિ રમતી હશે તેનું કલ્યાણ જ છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૮૩
અગાસ, તા. ૫-૮-૪૬ તત સત્
ભાદરવા સુદ ૯, ગુરુ, ૨૦૦૨ શ્રાવણ વદ ૧૪ને દિવસે સેજિત્રાના પૂ. શામળભાઈને આશ્રમમાં દેહોત્સર્ગ થયે છે. સારા ભાવ સહિત ભક્તિ વગેરેની અનુકૂળતા અને શુભ પર્વ દિવસમાં તેમનું મરણ થયું તે બધું સગતિ સૂચવે છેજ. ભાગ્યશાળી છેને બધું પાંદડું પડે છે. સમાધિમરણની ભાવના રેજ કર્તવ્ય છે. પૂ. મણિભાઈ કલ્યાણજીએ પ. પૂ. પ્રભુશ્રીજીને મોટો ઇલ પેઈન્ટ ચિત્રપટ પજુસણમાં આર્યો છે. જાણે પ્રભુશ્રીજી હાજર બેઠા હોય તેવું લાગે છે. રાજમંદિરમાં મેડે રાખવાનું બધા ટ્રસ્ટીઓએ ઠરાવ્યું છે. ઘણા છને ઉલ્લાસનું કારણ થયું છે. પ. પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટની પહેલી આરતી ઉતારવાનું હજાર મણ ઉપર ઘી બેલાયું હતું.
પત્રમાં જે ભાવના લખે છે તે તાત્કાલિક ન રહે અને તેવા ભાવે રહ્યા કરે તે જીવનું કલ્યાણ ઘણી ત્વરાથી થવા યોગ્ય છે. ગુજરાતીઓને આરંભશૂરા કહે છે, તેમ શરૂઆતમાં ભાવને ભડકે થઈ પછી ઓલવાઈ જાય અને પાછળ અસર ન રહે તેમ કર્તવ્ય નથી. વારંવાર પરમકૃપાળુદેવને શરણે પ. પૂ. પ્રભુશ્રીજીને સાંભળેલે બેધ પરિણામ પામે અને કષાય મંદ પડે તે પુરુષાર્થ કર્તવ્ય છે. સત્સંગના વિયેગે તે પુરુષાર્થ પ્રગટે દુર્લભ છે, છતાં સત્સંગની ભાવના રાખી પરમકૃપાળુદેવનાં વચને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય સમજી તેનું આરાધન બળપૂર્વક કરવું ઘટે છેજી. સમકિતનાં કારણરૂપ છપદના વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છે. આત્મા છે, તે નિત્ય છે, પિતાનાં કર્મને કર્તા છે, ભક્તા છે, મિક્ષ છે અને મોક્ષને ઉપાય છે એ હદયમાં દઢ થઈ જાય, તે રૂપ પિતાનું સ્વરૂપ ભાસે તે જીવને સમ્યક્ત્વ દૂર નથી, પણ સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સમજાય છે, પરમ નિશ્ચયરૂપ જણાય છે. એ દિશામાં પુરુષાર્થ કરેલ અલેખે નહીં જાય. તેમાં મુખ્ય તે વૈરાગ્ય-ઉપશમની જરૂર છે. તે વધે તેવું વાચન, વાતચીત, બાર ભાવનાઓ “સમાધિ પાન, મેક્ષમાળા' વગેરેમાંથી વાંચી-વિચારી જીવને અધિકારી ગ્યતાવાળે બનાવવાના પુરુષાર્થમાં રહેવા સર્વ ભાઈબહેનેને ભલામણ છે. મનુષ્યભવ છે ત્યાં સુધી બની શકશે, પછી કંઈ ધર્મની અનુકૂળતા આવી