________________
૫૭
પત્રસુધા રાખ્યું હશે તે તે સમાધિમરણનું કારણ બને તેમ છેજ. જાગૃતિના વખતમાં વારંવાર તેને યાદ કરવામાં કાળ ગળાય તે અભ્યાસ પડી જાય, ઘણા વિકલ્પ તેથી રોકાય અને શાંતિનું કારણ બને. ઈચ્છાઓને પ્રવાહ કર્મબંધનું કારણ છે. તે રકવા પણ મંત્રસ્મરણ અત્યંત આવશ્યક છે. નીચેની એક કડીમાં તેવા પ્રકારને નિશ્ચય પ્રદર્શિત કરે છે? મંદાક્રાંતા – મંત્ર મં સ્મરણ કરતે, કાળ કાઠું હવે આ,
જ્યાં ત્યાં જવું પરભણી બૅલી બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદા એ; પામું સાચે જીંવનપલટો, મેક્ષમાર્ગ થવાને.
૬૮૦
અગાસ, તા. ૨૩-૮-૪૬ તત્ કૈં સત્
શ્રાવણ વદ ૧૧, શુક્ર, ૨૦૦૨ मंगलमय मंगलकरण, वीतराग विज्ञान ।
नमो ताहि जाते भये, अरिहं तादि महान ।। તમે ચિત્રપટ પધરાવી ભક્તિ કરવા ધારે છે તે સારે વિચાર છે. બીજા ભાઈઓની સંમતિ હોય તે વિશેષ સારું છે. તમને અનુકૂળ હોય તે ભાદરવા સુદ ત્રીજ કે પાંચમ અથવા ગમે તે અનુકૂળ દિવસે ભક્તિ કરી, દેવવંદન સવાર-સાંજનાં છે તે બેલી, મંત્ર બેલી ભાવભક્તિથી સ્થાપના કરવામાં હરકત નથી. ભાવના–વૃદ્ધિનું કારણ છે. પુરુષની આજ્ઞાએ ભક્તિભાવ કરતાં કોટી કમને ક્ષય થાય છે. આ કાળમાં પુરુષ પરમકૃપાળુદેવનું શરણ અને તેની આજ્ઞામાં ચિત્ત રાખશે તેનું જરૂર કલ્યાણ થશે. સાંસારિક કામનાઓ તજી આત્માર્થે ભક્તિ કર્તવ્ય છે, એ લક્ષ ચૂકવા ગ્ય નથી. પૂર્વે બાંધ્યાં છે તે કર્મ – પાપ, પુણ્ય – યથા અવસરે ઉદય આવી જવાને કમ લે છે, પણ જીવ તે વખતે જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન રાખે તે ધીરજથી વેદી લેવાય અને તે ચૂકે તે કર્મ બંધાય છે. તે ન બંધાય તેવા પુરુષાર્થમાં વર્તવું ઘટે છે. ગરજ હોય તેટલી સપુરુષની આજ્ઞાની સ્મૃતિ રહે છેજ. ૩% શાંતિઃ
૬૮૧ અગાસ, ભાદરવા સુદ ૨, બુધ, ૨૦૦૨ કઈ વાતે મૂંઝાવા જેવું નથી. પિતાની શક્તિ હોય તે પ્રમાણે ધર્મક્રિયાનું આરાધન કરવું. ન બની શકે તેની ભાવના રાખવી, પણ નિયમ લીધા હોય તેનું પાલન તે બહુ જ દઢતાથી કર્તવ્ય છે. થોડા નિયમ લેવાય તે ચેડા લેવા, પણ પાળતી વખતે બારીઓ શોધવી નહીં. જગત તે સ્વપ્ના જેવું છે. જ્યાં સુધી ધર્મ આરાધવાની સામગ્રી મનુષ્યભવની પહોંચે છે ત્યાં સુધી થાય તેટલું બળ કરી લેવું ઘટે છે. મુખ્ય વાત ભાવ ઉપર છે. પણ સારા નિમિત્તે સારા ભાવ થાય છે માટે જ્ઞાનીની આજ્ઞાનું બહુમાનપણું રહે, તેની શ્રદ્ધા વિશેષ વિશેષ દઢ થતી જાય અને છૂટવાની ભાવના પિશ્વાતી રહે, તેમ ભક્તિ, ભાવ, સદાચાર સેવવા યોગ્ય છેજ. અનાદિકાળથી જીવને પ્રમાદમાં રુચિ છે તે પલટાવી જ્ઞાની પુરુષના માર્ગે પુરુષાર્થ કર્તવ્ય છેજ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ