SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ મેધામૃત પ. પૂ. પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતા કે નેાળિયાને સાપ સાથે જાતિવેર હેાય છે. સાપ દેખે કે દોડીને પકડે અને તેને વીંખી નાખે. પણ સાપ ચંચળ હોવાથી તેના પજામાંથી સરી જઈ તેને કરડે કે તુરત તેને નાખી દઈ તે જડીબુટ્ટી સૂ'ધી આવે અને ફરી તે સાપને પકડે છે. ફરી કરડે તેા ફરી સુધી આવે. આમ કરતાં કરતાં નાળિયા, ઝેર વગરના છે છતાં ઝેરવાળા સાપને મારી નાખે છે. તેમ સ`સાર ઝેરી નાગ જેવા છે. મુમુક્ષુ નાળિયા જેવા હાવા જોઈએ. તેને સંસારનું ઝેર જણાય કે તરત બુટ્ટીરૂપ સત્સંગ સેવે, વળી પ્રારબ્ધયેાગે સ’સારપ્રવૃત્તિ કરતાં ભક્તિ આદિ ધર્મકાર્યમાં મ'ઢતા દેખાય કે સત્સ`ગ સાધી બળવાન અને. આમ કરતાં કરતાં મુમુક્ષુ મેક્ષે જાય છે, સંસારસાગર તરી જાય છે; પણ પુરુષાર્થ ચૂકી જાય તેા ઝેર ચઢી જાય અને સ‘સારને વશ થઈ જાય; માટે સત્સ'ગની વાર વાર ઉપાસના ક`વ્ય છે. તેવા જોગન અને ત્યાં સુધી તેની ભાવના રાખી ત્યાં જે કોઈ ભાઈબહેનેાના ચાગ હેાય તેમની સાથે કે એકલા પણ ભક્તિરૂપ આધાર ખળપૂર્વક આરાધવાયેાગ્ય છેજી. એ લક્ષ રાખે તે હિતકારી છે. ૐ શાંતિઃ પ અગાસ, તા. ૧૯-૮-૪૬ ૬૭૮ "यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी” પરમકૃપાળુદેવ પ્રત્યે સાચા હૃદયથી જે ભાવ જીવ કરે છે તે લેખાના જી. એક વખત નવસારી પ. પૂ. પ્રભુશ્રીજી ઉનાળામાં પધારેલા ત્યારે બધાને પ્રશ્ન પૂછ્યો : ‘તમારે શું જોઈ એ છે ? તે બધા વિચારી મૂકો, એમ કહી તે દિશાએ પધાર્યાં. પરવારી પાછા પધાર્યાં ત્યાં સુધી બધા વિચારમાં રહ્યા હતા. આવી તેઓશ્રીએ દરેકને પૂછ્યું અને પછી સામટા ઉત્તર જણાવ્યેા કે ‘જેણે જે ઉત્તમ જાણી માગણી કરી છે તે ભૂલશેા નહીં.' આ ઉપર વિચાર કરીએ તા જીવને જે સારા ભાવ આવે છે તે ક્ષણિક રહી જતા રહે તેમ ન થવું જોઈએ પણ પકડ કરવાની, ચેાટ કરવાની જ્ઞાનીપુરુષની ભલામણ, શિખામણ અને ભાર દઈને આગ્રહપૂર્વક જણાવવાની પ્રણાલી છે તે લક્ષ રહે તે જીવને જાગૃતિનું કારણ છેજી ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૯-૮-૪૬ ૬૭૯ કેમ મુમુક્ષુતા ટકે, જો ઇચ્છા ના જાય ? ડગલે ડગલે દુ:ખ છે, જો મન વશ ના થાય. મનુષ્યભવ રત્નચિંતામણિ જેવા અમૂલ્ય છે એમ મહાપુરુષો કહી ગયા છે. તેને કેવી રીતે વ્યય થાય છે તેના લક્ષ રાખવા ઘટે છેજી. ધન તે નાશ પામે તે ફરી કમાવાય પણ ગયા વખત પાછા આવે નહીં. સિલક કેટલી છે તે ખબર નથી, તેા વાપરતાં કેટલી બધી કાળજી રાખવી ઘટે ? મનુષ્યદેહ તે નાશ પામનાર છે, પણ એવા નાશવંત દેહથી અવિનશ્વર શાશ્વત આત્મસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે એમ નિશ્ચય થાય તે પ્રમાદ ન થાય. સમાધિમરણુ થાય તે આ મનુષ્યભવની સફળતા ગણાય. તે અર્થે અત્યારથી તૈયારી કરવી ઘટે છે. પેાતાનાથી બનતું સદ્ગુરુ આશ્રયે જીવ કરી છૂટે તે તેને એટલે તે સહતેષ આખરે રહે કે મારાથી મનતું મેં કર્યું છે. આગળ કરી મૂકેલું આખરે કામ આવે છે. માટે મત્રનેા વિશેષ અભ્યાસ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy