________________
પત્રસુધા
૫૯૫ તેમને ઠસે તેમ વંચાવવા ભલામણ છેજી. વધારે વખત હોય અને તેમને સાંભળવાની રુચિ રહેતી હોય તે છે પ્રકરણ સમાધિમરણ સંબંધી પણ હિતકારી છે જી. એમાંનું કંઈ ન બને તે પણ જે મંત્ર-સ્મરણમાં વૃત્તિ રાખ્યા કરે તે પણ હિતકારી છે. જે કંઈ પરમકૃપાળુદેવનાં વચન તેમને યાદ હોય તે રટ્યા કરે તે વૃત્તિના વિકલ્પ ટળી એક પરમકૃપાળુદેવનું શરણુ દઢ થાય અને સમાધિમરણનું કારણ બને. હવે તે સદ્દગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને જ આધાર છે, તેને શરણે દેહ છોડવો છે એ નિશ્ચય કર્તવ્ય છે.
» શાંતિઃ
અગાસ, તા. ૯-૮-૪૬, શુક સગતના દેહત્યાગના સમાચાર જાણ્યા. અંતે સારી લેશ્યા આવી તે શુભગતિનું ચિહ્ન છે. પહેલાં કરી મૂકેલું આખરે કામ આવે છે. તેમણે અવકાશ લઈ જ્ઞાનીની આજ્ઞા આરાધવા જે પુરુષાર્થ કરી મૂકેલે તે છેવટના ભાગમાં કઠિન કર્મોની વચમાં પણ આખરે ઉપર આવ્યા. તેમ આપણે પણ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા પુરુષાર્થ કરતા રહીશું તે આખરે તે હાજર થઈ જીવને સમાધિનું કારણ બનશે. આખી જિંદગી સુધી વિષય ભેગવ્યા હશે કે ધન એકઠું કર્યું હશે, કલેશ કર્યા હશે કે વાહ વાહ બેલાવી હશે, તેમાંનું કશું કામ આવવાનું નથી, માટે જ્ઞાનીએ સંમત કર્યું છે તે હદયમાં કતરી રાખી તે જ કરવું છે એ દઢ નિશ્ચય દરેક મુમુક્ષુએ કર્તવ્ય છેજી અને તે નિશ્ચયને જેટલી શક્તિ હોય તે પ્રમાણે આરાધવા પુરુષાર્થ કર્તવ્ય છે”. જે જે મહાપુરુષે મેક્ષે ગયા છે તેમણે જ્ઞાનીની આજ્ઞા પૂર્ણપણે આરાધી છે. આપણે પણ એ જ કર્તવ્ય છેજ.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૫-૮-૪૬, ગુરુ
તત્ સત્ હરિગીત – હે ભાઈ! જર્સી મનમાં વિચારે – કેમ આવ્યે હું અહીં ?
ને શું કર્યું મેં કાજ આજે? વ્યર્થ તે જીવે નહીં? બગડવું જરૂરી સુધારવું, સુધરેલ બગડે ના હવે;
એ કાળજી ધર કાળજે, જીવન ગુજારું આ ભવે. આપનું કાર્ડ મળ્યું. તેમાં જણાવ્યું છે તે બધાનું કારણ સત્સંગને અભાવ છેછે. જેનાથી જેટલા પ્રમાણમાં બની શકે તેટલે સત્સંગગ આરાધ ઘટે છે. સત્સંગના વિયેગમાં આ જગત વિશેષ બળ કરે છે, તેવા પ્રસંગમાં સદ્દગુરુનું શરણું બળપૂર્વક ગ્રહણ કરે તે સંસારપ્રવાહમાં તણાઈ ન જાય. નહીં તે આ કાળમાં પોતાની મેળે સદ્દગુરુના આધાર વિના ગમે તેટલે શ્રમ કરે તો પણ ઊભે હોય ત્યાં ટકી શકે નહીં તેમ છે. તેથી સત્સંગને વેગ ન હોય ત્યારે મનમાં ભવને ભય સાપ કે વાઘ કરતાં વિશેષ રાખી કંપતા હૃદયે મેહનાં કામ ભણી દષ્ટિ કરવી ઘટે છે.
ત્રાસ ધરે ભવભય થકી મનમોહન મેરે, ભવ માને દુઃખખાણ રે મન