SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૫ અગાસ, ભાદરવા સુદ ૮, રવિ, ૧૯૮૩ આપને પત્ર આવ્યું. તે વાંચી સર્વ હકીકત જાણી છે. આવી ક્ષમાપનાઓ જીવે અનેક વાર માગી છે અને બીજાને માફી આપી છે; છતાં આ જીવને હવે કોઈ પણ જીવ સાથે સ્નેહબંધન કે દ્રષબંધન ન થાય, કેવળ એક સમરસ વીતરાગભાવ રહે એ ભાવ હજુ કઈ . કાળે આવ્યો નથી, તેવા ભાવે પ્રાપ્ત કરવા તેવો પુરુષાર્થ પણ કરતા નથી; ઊલટી માયાની અને કપાયની વૃદ્ધિ કર્યા કરે છે. પ્રતિબંધ વધારતો હોય અને પિતાના ખ્યાલમાં ન આવતું હાય અને પોતે, ઊલટો હું ત્યાગી, વેરાગી છું એમ માનતે હોય, આવા જીવને મુમુક્ષુ કહેવો કે મોહનીયકર્મ ઠગેલે કહે? તે વિચારવા ગ્ય છે. જેમ બને તેમ વૈરાગ્યઉપશમની વૃદ્ધિ કરવી અને વીતરાગતા આત્મામાં પરિણામ પામે તેવા સમકિતના શમસંગાદિ ગુણે આત્મામાં પ્રાપ્ત થાય તે સત્સમાગમ કે સ@ાને લક્ષ રાખી આ ભયંકર સંસાર તરફથી પૂંઠ ફેરવી, સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન અને સભ્યચરિત્ર જે આત્મસ્વરૂપમય છે એવો અખંડ રત્નત્રયમય આત્મા પરમ શાંતરસમાં બિરાજમાન તે આત્મા તરફ દષ્ટિ કરવી એટલે બાધબીજની વૃદ્ધિ કરવી અથવા બેધબીજની પ્રાપ્તિ થાય એ આત્મવિચાર કરી આત્માને મેહરહિત કર, એ જ ઉત્તમ કલ્યાણને માર્ગ છે. વિશેષ શું લખવું? કારણ કે જ્ઞાની પુરુષોએ કાંઈ કહેવામાં બાકી રાખી નથી, પણ આ જીવે તે પ્રમાણે કરવામાં બાકી રાખી છે. કારણ કે અનંતકાળથી આજ દિન સુધી કાંઈ આત્મામાં અપૂર્વતા આવી નથી, તેમ સપુરુષની આજ્ઞા પણ સાચા અંતઃકરણે ઉઠાવી નથી. ઊલટું આ જીવે સત્પરુષને વંચવા જેવું કર્યું છે કે પુરુષ તો નિસ્પૃહ છે તેથી કંઈ ઠગાતા નથી, પણ પોતે પિતાને ઠગે છે અને પિતે પિતાને વેરી બને છે એવી આ જીવની અધમ દશા છે. તે અધમ દશાથી પરમકૃપાળુ પરમાત્મા શ્રી ગુરુ આપણને બચાવે તેવી તેમની પાસે નમ્ર પ્રાર્થના કરી દીનપણું દર્શાવી અને હવે પછીના કાળમાં તેવા દે આત્મામાં ન આવે તેવી પ્રાર્થના નિરંતર અંતરજામી શ્રી ગુરુ પાસે કરી, સર્વ દેષને અભાવ કરી, કેવળ વીતરાગતા પ્રગટ કરી સ્વરૂપમાં સમાઈ જવું એ જ કર્તવ્ય છે. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દેહરા – કમાણું કરતાં કષ્ટ ને, સાચવતાં સુખનાશ; વધતાં ઘટતાં દુઃખ દે, ધિક ધન કેરી આશ. વિનય ધર્મનું મૂળ છે, વિનય મેક્ષ દાતાર; વિનય નહીં તો ધર્મ છે? તપને આચાર ? વિનય થકી વિજ્ઞાન છે, જ્ઞાને દર્શન જાણ; દર્શનથી ચારિત્ર ને, તેથી મોક્ષ સુખખાણું. આ ભવમાં જે દષ્ટિ પ્રાપ્ત કરવી છે અને મનુષ્યભવનું સફળ૫ણું કરવું છે તે લક્ષ આ અસાર સંસારની માહિતીથી ભૂલી ન જવાય તે માટે ઘણું કાળજી રાખવાની જરૂર છે. આ ભવમાં જ ઉપયોગી ગણાતી અને ખરી રીતે સર્વથા ત્યાગવા ગ્ય એવી લક્ષમી પ્રાપ્ત
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy