________________
૪૦
માધામૃત
કરવામાં કેટલાં બધાં વિઘ્ના અને ક્લેશ રાહન કરવાં પડે છે ? તા અમૂલ્ય અને કાઈ કાળે આ જીવ પામ્યા નથી એવી આત્માની એળખાણુ કરવામાં અનેક પ્રકારે વિઘ્નાના સંભવ ઘટે છે. તાપણુ ધનપ્રાપ્તિનાં કષ્ટ કરતાં અનેકગણાં કષ્ટ વેઠીને પણ તે પ્રાપ્ત કરવા ચેાગ્ય છે, કારણ કે આખરે તે સાચી સમજણ જ કામની છે. સત્પુરુષને શેાધીને તેને પગલે પગલે ચાલવાથી જ તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેમ છતાં જીવ અનાદિકાળથી લેાકેાની માન્યતા ઉપર આધાર રાખતા આવ્યા છે. લેાકાએ માન્યું તે સુખ, લેકે જેને ઇચ્છે તેને પાતે ઇચ્છે, લેાકેા જેથી રાજી થાય તેમાં જીવનકાળ ગુમાવતા આ જીવ આવ્યા છે, પણ તેથી આત્માનું રૂડું થયું નથી. આત્માનું કલ્યાણ જેણે સાધ્યું છે તેવા પુરુષ ઉપર દૃઢ શ્રદ્ધા, લક્ષ, પ્રતીતિ આવ્યા વિના આત્મહિતના માર્ગે કોઈ કાળે પ્રાપ્ત થવા યા નથી; માટે આ ભવમાં મેાક્ષાર્થે વિશ્વાસ રાખવા લાયક કેઈ સદ્ગુરુ ઉપર દૃષ્ટિ થાય, તેવા સમાગમ, તેવા એધ, તેવાં શાસ્ત્રોના પરિચય કરવા ચેાગ્ય છે, અને તે દ્વારા ચેગ્યતા પ્રાપ્ત થયે, સદ્ગુરુની શ્રદ્ધા થયે સત્માર્ગે હાથ આવવા યેાગ્ય છે. આ પ્રથમ પગથિયું પ્રાપ્ત થવામાં મુખ્ય વિઘ્ન કરનાર પાંચ ઇંદ્રિયના વિષયા — ખાવું, પીવું, માજશેખ, વ્યસન, મિત્રો, સગાં, કુટુંબી આદિ પ્રતિબંધ તથા ક્રોધ, માન, માયા, લેાભ, અહંભાવ, મમત્વભાવ, અજ્ઞાન આદિ અંતર શત્રુએ છે તે બધા ઉપરથી ભાવ ઉઠાડી, આ આત્માની શી ગતિ થશે ? આ ભવનાં કાચના પ્રમાણમાં આત્મહિતનાં પ્રથમ કરવા યેાગ્ય કાર્યાં કેટલાં થાય છે ? અને આળસ, પ્રમાદ, વાતચીત, ગપ્પાં, નિંદા, હાંસી, ઠઠ્ઠા વગેરેમાં નકામા કાળ કેટલા જાય છે? વગેરે વિચાર વિચારવાન જીવે ભૂલવા ચેાગ્ય નથી. કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” (૨૫૪) “જખ જાગેંગે આતમા, તખ લાગેંગે રંગ’
અગાસ
૨૭
સાક્ષાત સજીવનમૂર્તિ આનંદમૂર્તિ શ્રી પરમપુરુષને નમસ્કાર !
આ ઉત્તમ મનુષ્યભવ જેમ તેમ જવા દેવા યેાગ્ય નથી. તેમ કાઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું યેાગ્ય નથી. આ કાળનાં અલ્પ અને અનિયમિત આયુષ્ય તરફ નજર કરીએ તે આ સઘળું સ્વપ્ન સમાન લાગ્યા વિના નહીં રહે. તાડના ઝાડ ઉપરથી ફળ પડે તેને જમીન ઉપર આવતાં બહુ વાર લાગતી નથી તેમ ગર્ભમાં આવી જન્મ થયા પછી જીવને મરણરૂપી ભૂમિકા સ્પર્શતાં બહુ લાંબે કાળ લાગતા નથી. વચલા ગાળામાં જે કાળ જાય છે તે નહીં જેવા છે, તેમ જન્મમરણ વચ્ચેના કાળ આપણે આરંભ-પરિગ્રહ, ધન કમાવામાં કે સગાસંબંધીની ચિંતામાં કે સુખની સામગ્રી એકઠી કરવામાં ગાળીએ છીએ તે અનાદિકાળના હિસાખમાં અલ્પ સમય છે, કંઈ ગણતરીમાં નથી છતાં તેમાં જીવ કેટલેા ક્લેશ કરે છે? કેટલાં બધાં કર્યું ખાંધે છે? જાણે અહીં ને અહીં અનંતકાળ રહેવું હાય તેમ બધી ગેાઠવણુ કરે છે, પણ સ્વપ્નમાં ઊંધતા માણસને આંખ ઊઘડતાં જ બધું સ્વપ્ન મિથ્યા લાગે, તેમ સદ્ગુરુના બેધે સમ્યક્ સમજ આવતાં તેને આ બધી સંસારની ધમાલ સ્વપ્ન સમાન કે સિનેમાના ખેલ જેવી કે નજરબંધી કરી લેાકેાને આશ્ચર્ય પમાડનાર જાદુના ખેલ જેવી