SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત તે આ સંસારનું અનિત્યપણું, અશરણુપણું વિચારી પ્રતિબંધ અને પ્રમાદ સર્વથા ત્યાગ કરવાને વિચાર નિરંતર કરવો ઘટે છે. કારણ કે આ શરીર તે ક્ષણવારમાં પડી જાય, સડી જાય, વણસી જાય તેવું છે, તેને ભરું ? માટે સર્વ દેહ ઉપરથી મમત્વનો ત્યાગ કરી દેહમાં રહેલું ચૈતન્ય તેને સદ્ગુરુ-આત્મપ્રાપ્ત પુરુષ પાસેથી સમજી તેને પરમ નિશ્ચય કરી, તે શુદ્ધ તત્ત્વના દઢ અભ્યાસમાં વર્તવું ગ્ય છે. જેને આવા ભયંકર કળિકાળમાં તત્ત્વાર્થની પ્રતીતિરૂપ કે આપ્તપુરુષની ઓળખાણુરૂપ મોક્ષમાર્ગને આપે તેવું સમ્યકત્વ થયું તે તેનું જીવિત સફળ છે, અને તેને જ મનુષ્યભવ ગણાય. બાકી “સાહાર નિદ્રા મા મૈથુન ૨ सामान्य एतन् पशुभिः नराणाम् ।" આપણી સાથે નિરંતર સમીપમાં રહેનાર એવા કેટલાય જ દેહ છોડીને ચાલ્યા ગયા છતાં આપણને હજી યથાર્થ વૈરાગ્ય આવતું નથી અને દેહ પ્રત્યે મૂછ ઘટતી નથી. જાણે મારે કદી મરવું જ નથી એવા કઠોર પરિણામી આ જીવને ધિક્કાર હો કે હજુ કાંઈ અપૂર્વતા પામ્યું નહીં અને ધર્મ કરતાં માનાદિકની વિશેષ ઈરછાએ સર્વે પ્રવૃત્તિ કરી છે તે માન આને કઈ ગતિએ લઈ જશે? વિચારવાન સ્ત્રીપુરુષે માનાદિકને પરાજય કરી એક આત્મવિચારણામાં જ કાળ કાઢો જરૂર છે. જે અને અસંગતાના, નિજ સ્વભાવમાં મગ્ન રહેવાના વિચારે નિરંતર કુર્યા કરે છે તે મહાભાગ્યશાલી પુરુષને ધન્ય છે ! તે પ્રતિબંધ તથા પ્રમાદને ઝેર, ઝેર ને ઝેર જાણીને ત્યાગે છે. દેહ, સ્ત્રી, પુત્ર, સગાંસંબંધી કે ધનાદિક અનંતવાર આ જીવને પ્રાપ્ત થયાં અને તેને એ મૂકતે આવે છે, છતાં એને વિષે જે મારાપણું રાખતે આવ્યું છે તે મારાપણું જ્ઞાની મહાત્માને બેધ વિચારી કદી છોડ્યું નથી. માટે આ દેહે જ તે મારાપણું છેડવું છે અને તેને માટે કઈ એક સપુરુષને શોધી તેના ચરણકમલમાં તન મન ધન સર્વસ્વ અર્પણ કરી મેક્ષ સિવાય કશી કામના રાખવી નથી. માત્ર સાચા મારગ બતાવનારા એવા સદ્ગુરુ પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેવનું શરણું લઈ સમાધિપૂર્વક આ દેહ ટકે ત્યાં સુધી તેની તે જ ભાવના રાખીશું અને અંતે તે પરમપુરુષના શરણસહિત દેહત્યાગ કરીશું તે ખચીત સત્સમાધિને પામીશું. પુરુષાર્થ વર્ધમાન કરી અનર્થદંડ અને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યા જતા ચિત્તને “સહજાત્મસ્વરૂપ પરમગુરુના સ્મરણમાં, તેના શરણના માહાસ્યમાં, કળિકાળમાં આટલે જોગ બની આવ્યું છે તે અહેભાગ્ય ગણી તેને અમૂલ્ય ચિતવી, તેની નિષ્કારણું કરુણને નિત્ય પ્રત્યે નિરંતર નિરંતર સ્તવવામાં, પિતાને દેષ જોઈ દેશને ટાળવામાં ચિત્તવૃત્તિને રેકવી ઘટે છે. જેણે મેક્ષ મેળવવા કેડ બાંધી છે, તેણે જગત તરફ પૂંઠ ફેરવી છે. જગતને અને તેને કાંઈ લાગતુંવળગતું નથી. માત્ર તેને તે હવે જેટલાં પરપુદ્ગલ ગ્રહણ થયાં છે તે અણુ પતાવી મુક્ત થવું છે, તે રાગદ્વેષ મેહમમતા કરી નવાં પુગલ ગ્રહણ કરવા કરતાં મરણને અંગીકાર કરવાનું તે વધારે પસંદ કરે છે. આવી મહાપુરુષની મવૃત્તિમાં આપણી વિચારણા નિરંતર રમણુતા કરે એવી ઈચ્છા સહિત પત્ર પૂર્ણ કરું છું. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy