SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૭ કાયા વગર મેક્ષ થતું નથી અથવા સ્વછંદ રેકાય તે અવશ્ય મેક્ષ થાય એમ પરમકૃપાળુદેવ જણાવે છે. તે સ્વચ્છંદ રોકવા જીવ જપ, તપ, યમ, નિયમ આદિ સાધને કરવા દેડે તો પણ તેથી મોક્ષની નજીક જવાતું નથી, કારણ કે “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પ.” તેમ જ “સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજે નહીં, ત્યાં બંધન શું જાય? એમ અનેક પ્રકારે ભુલવણ રહી છે તેમાંથી કેમ છૂટવું? તે સ્વછંદ રેકવાને ઉત્તમ ઉપાય બીજી જ પાસેની કડીમાં ત્યાં જણાવ્યા છે – પ્રત્યક્ષ સદ્દગુરુગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યો થકી, પ્રાયે બમણ થાય.” તેથી જેમ બને તેમ સત્સમાગમને જગ મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છેજી, અને સત્સમાગમે શ્રવણ કરેલા બેધનું મનન, વારંવાર ભાવના કર્તવ્ય છે. મનુષ્યભવમાં કર્તવ્ય એક સમ્યકદર્શનની પ્રાપ્તિ છે અથવા આત્મસ્વરૂપના એળખાણની છે અને તે તે આત્મસ્વરૂપ જેને પ્રાપ્ત થયું છે તેવા આપ્તપુરુષના યુગ વિના બની શકે તેવું નથી. માટે એ પુરુષના ગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. આ કાળનાં અલ્પ આયુષ્ય અને અચાનક મરણ નીપજતાં ભાળીને ચેતવા જેવું છે'. આખે દિવસ પરકથા અને પરવૃત્તિમાં વહ્યો જાય છે તેમાંથી શેડો કાળ અવશ્ય કાઢી લઈ “હું કેણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું?” એવા આત્મા સંબંધીના વિચારમાં વૃત્તિને રોકી આત્માનું ચિંતવન, ભાવના બને તેટલી કર્તવ્ય છે. "उत्तमा स्वात्मचिंता स्यात् मोह चिन्ता च मध्यमा । अधमा कामचिन्ता स्यात् परचिन्ता अधमाधमा ॥" ભાવાર્થ- આપણું આત્માના ઉદ્ધારની ચિતા-વિચારણા કરવી તે ઉત્તમ ચિતવન કહેવાય છે. મહને વશ કે શુભ રાગને લઈને બીજા જનું ભલું કરવાની વિચારણું તે મધ્યમ ચિતવન છે. કામગની ચિંતવના કરવી તે અધમ છે અને બીજાનું ભૂંડું થાય, અકલ્યાણ થાય તેવા વિચાર કરવા તે અધમમાં અધમ ચિંતવના છે. તે શાંતિઃ શાંતિઃ શાંતિઃ F અગાસ, જેઠ વદ ૫, સેમ, ૧૯૮૩ જળ જેવી ઈદ્ધિ, વિકારરૂપ રુધિર મરણ સુધી પી પી કરે, વસતી તૃષ્ણાનીર.– પ્રવચનસાર જેકે મનુષ્યભવમાં આવી જીવ સમ્યક્ ધર્મ આરાધે તે મનુષ્યદેહ પાસે સાર્થક છે, નહીં તે દેહ છતાં મરેલો જ છે; અને શરીર અપેક્ષાએ તે શ્રી કૃપાળુદેવ જણાવે છે કે કેઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાયું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિ:સંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.” (પ૬૮) વિચારવાન જીવે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy