SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત પરમકૃપાળુ દેવ શ્રી રાજચંદ્ર ગુરુ રાય; કૃપા કરો કિંકર ઉપર, તે તુજ કીર્તન થાય. નન વર્ષમાં પર્વ આ તુજ કૃપા દેનાર; સફળ કરે નર જન્મને કર કલ્યાણ અપાર. હે પરમાત્મા! આ અધમ બાહ્યવૃત્તિમાં પડેલા આ પામર જીવને રંક જાણું આપના અનુપમ અંતર્ધારમાં દાખલ કરી સદાય શરણમાં રાખે. તેહિ તેહિ સિવાય અન્ય કોઈ અંતરમાં ઊગે નહીં. સર્વ ક્રિયામાં એ પરમાત્મપદ પર નિરંતર લક્ષ અખંડ રહ્યા કરે. મન વચન કાયાની પ્રવૃત્તિ સદાય પરમપદમાં અલક્ષ્મ લય (અલખલેહ)માં સમાવા તરફ વહ્યા કરે. અપૂર્વ જિન આજ્ઞાનું પરમ માહાત્મ્ય સદાય પ્રગટ લક્ષમાં જાગ્રત રહો. સ્વરૂપ સ્થિરતામાં અનન્ય પ્રેમ નિરંતર સ્થિરતા, રમણતા, તન્મયતા સદાય અનંતકાળ સુધી રહ્યા કરે એ અવસ્થાને અહો ! આ જીવ કયારે અનુભવશે? પરમકૃપાળુ એવા મુનિવરેની મહત્કૃપા સર્વ વિશ્વનું કલ્યાણ કરે! ૩ અગાસ, માગશર સુદ ૯, શનિ, ૧૯૮૩ લીજે ખબર હમારી દયાનિધિ, લીજે ખબર હમારી. તુમ તે દીનદયાળ જગતકે, સબ જીવન હિતકારી; મેં મતિહીન દીન, તુમ સમરથ, ચૂક માફ કર મારી; ભૂધરદાસ આશ ચરણકી, ભવ ભવ શરણ તિહારી – દયાનિધિ તીર્થક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમલની સેવાને ઈચ્છક દાસાનુદાસ ગવર્ધનના જયસદ્દગુરુવંદન સાથે આત્મભાવે નમસ્કાર સ્વીકારશે. વિ. આપને પત્ર પ. પૂ. પ્રભુશ્રીજી ઉપર આવ્યું. તે વાંચી તેઓશ્રીજીએ આપને તેમ જ યાદ કરતાં ભાઈબહેનેને આશીર્વાદ સાથે જયસદ્દગુરુવંદનપૂર્વક સદ્ધર્મવૃદ્ધિનું કહલાવ્યું છેજી. પ. પૂ. પ્રભુશ્રીજીની શરીરપ્રકૃતિ વૃદ્ધાવસ્થાદિ કારણે નરમ ગરમ રહ્યા કરે છે. આશ્રમવાસી ભાઈબહેનેએ આપ સર્વેને જય સદ્ગુરુવંદન જણવ્યા છેછે. - પરમકૃપાળુદેવને ચિત્રપટ છે તેનું બહુમાનપણું ભક્તિ જેટલી થાય તેટલી કર્તવ્ય છે. આપણુ ઈરછાએ, કલ્પનાએ ધર્મ નથી થતું, પણ સત્પરુષની આજ્ઞાએ ધર્મ છે. તેથી જે જે આજ્ઞા કરી હોય તેમાં જ આપણું કલ્યાણ સમજી, બીજી કંઈ કલ્પના થાય તે શમાવી, વૃત્તિ પરમકૃપાળુદેવનાં વચનામૃતમાં, સ્મરણમાં, ભજનભક્તિમાં રાખશેજી. રોકે જીવ સ્વચ્છેદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિષ. આપણને સારું લાગે, ગમે, તેવું કરતાં કરતાં અનંતકાળ ગયે; પણ હજી કલ્યાણ થયું નહીં, તે હવે શું કરવું? તેને ઉત્તર ઉપરની આત્મસિદ્ધિની ગાથામાં છે તે બહુ મનન કરવા ગ્ય છે, કારણ કે મુમુક્ષુઓ મિક્ષને જ વિચાર કરવો ઘટે છે અને તે તે વછંદ * અહથી, પૂ. શ્રી બ્રહચારીજીએ લખેલા મુમુક્ષુઓ ઉપરના પત્રો તિથિ અનુક્રમે આપેલ છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy