SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પગસુધા ૩૫ છતાં આયુષ્યમાં એવું શું છે કે તે શરૂઆતમાં વધારે દુઃખ આપે છે, વધારેમાં વધારે અંતે દુઃખ આપે છે અને મધ્યકાળે જુવાનીમાં તે ઓછું દુઃખ આપે છે? ૨૧ અનન્ય શરણના આપનાર એવા પરોપકારી પરમ વલલ શ્રી પ્રગટ પુરુષોત્તમ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના પદપંકજમાં સવિનય સંત તિથી નમસ્કાર હ! નમસ્કાર ! હરિગીત– શિરછત્ર છે. પ્રભુ ભક્તના સંકટતણું વર્ષો સમે, તુજ ચરણુ શરણે જાય તેના તાપ ત્રિવિધિના શમે, સંતેષ શાંતિ ને ક્ષમા વળી સહનશલતા ત્યાં વસે, સુખસિંધુમાં સૂતા પ્રભુ મન મગ્ન મુજ તુજ પદ વિષે. શાંતિના સ્વામી જગદીશ્વર પરમાત્માના સર્વ સંશય સંકટ હારી પરમ પુનિત ચરણકમળમાં ત્રિવિધ પરમ વિનયભાવે સર્વાર્પણપણે નમસ્કાર હો! નમસ્કાર હો ! નમસ્કાર હે! હે નાથ ! સંસારસાગરથી તારનાર તારા પવિત્ર નામનું નિરંતર સ્મરણ રહો! સહજાત્મસ્વરૂપ સંપૂર્ણતાના સ્વામી! તારી નિકટતાને માર્ગ વિકટ છે. મરણ સર્વને માથે છે અને મરણને માથે સંકટનું પિટલું છે, તે જોઈને તેને ભેટનાર ત્રાસે છે, વિપત્તિ પામે છે, અસહ્ય વેદના દેખે છે, બેભાન બની જાય છે તે પણ ક્ષણે ક્ષણે આ જીવ તે મરણને શરણે થવા દેડી રહ્યો છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !” આ ચિત્ર ચિત્તના ચિત્રપટ પર કાયમ રહે તે જીવ પિતાને સ્વભાવ પરમાનંદ સ્વરૂપ જ્યાં સર્વ સંશય અને સર્વ દુઃખને નાશ છે ત્યાં જ વાસ કરે અને ત્યાંથી તેને કેઈકાઢી મૂકે તેમ નથી. છતાં અનાદિને જે અધ્યાસ – દેહાધ્યાસ – પડી રહ્યો છે, જે અણરૂપે આવી ખડું થાય છે અને તેમાં રાચવા લાગે છે અને એ જ જીવની ભૂલ છે. સમાધિમરણમાં વિત કરનાર તે તેની કલ્પના જ છે. તે જાય તે સહજ સ્વાભાવિક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ બાકી રહે. કલ્પના અંતે પણ જવી જે મુશ્કેલ એવી કલ્પનાને કલ્પના અનંતમા ભાગે જેણે નાશ કર્યો તેવા પરમ વીર્યવંતા પરમપદ લેગી પરમાત્માને સર્વભાવે નમસ્કાર! હરિગીત– કર્મ કરવા દર જેનું ચિત્ત ચિતા ધારતું, સંત તેવા ઉદરણાથી કર્મ કાપે, ભાળ તું, પણ કૃપણ જન સંસારના યે ઉદરણું સુખની કરે, સુખ જીવતાં પૂરું કરી દુખ મરણકાળે નીરખે. ૨૨ કાર્તિક શુક્લપક્ષ અષ્ટમી, ૧૯૮૫ અનન્ય શપના આપનાર પ્રગટ પુરત્તમ પરમાત્માને અતિ થવભાવે અત્યંત ભક્તિથી વિવિધ વૈવિધ નિરંતર નમસ્કાર છે!” દેહરા– શ્રી દેવદિવાળી પર્વને, મહોત્સવ મંડાય; અષ્ટાહિક એ આજથી, આનંદ મંગળ થાય.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy