________________
બધામૃત
ભાદ્રપદ સુદ ૯, રવિવાર, ૧૯૮૪ પરમ ઈષ્ટ દેવાધિદેવ શ્રીમદ રાજચંદ્ર ગુરુ ભગવાનને ત્રિક૨ણ ગે
નિરંતર સમયે સમયે સમસ્ત સમર્પણભાવે નમસ્કાર હે! સેરઠ– સર્વ જ્ઞાનનું મૂળ, રાજચંદ્ર પ્રભુ આપે છે,
તુજ આજ્ઞા અનુકૂળ, આસ્થા વર્તન મુજ હે. દેષ કરે સૌ દૂર, દેષથ દાસ ભરેલ છે, ક્ષમાવંત મશહૂર, પરમ કૃપાળું બિરુદ છે. પ્રશ્ન એક લઈ આજ, આપ ચરણમાં આવિયે, રાખી મારી લાજ, કહેનારે તે કહી ગયે. અઠ્ઠાઈ મહોત્સવ પર્વ, ભાદ્રપદ પૂનમ લગી,
મારે મન તું સર્વ, આત્મભાવના રહે ઝગી. પરમપ્રિય પરમાત્મસ્વરૂપમાં પરમેસ્કૃષ્ટભાવે લીનતા કરનાર આપ પ્રતાપી પરમપુરુષના ચરણકમળમાં આ અવિનીત અજ્ઞાની અનંત દેષને ઉપાસતા, શુદ્ર, બહિરાત્મભાવને ભજતા આત્માને અનંતવાર ધિકારી, ખરા અંતઃકરણથી આપ પ્રભુનું સંમત કરેલું સર્વ સંમત કરવાની દઢ બુદ્ધિથી ને આપની આજ્ઞામાં નિરંતર વર્તવાની દઢ બુદ્ધિથી વર્તન કરવાની નિશ્ચલવૃત્તિએ, આજે અંતરાત્માની સાક્ષીએ, આ૫ પરમાત્મસ્વરૂપને અતિ વિનીતભાવે આજ સુધી થયેલી અનંત વિરાધનાઓની ક્ષમા ઈચ્છી, હવેથી આપની સમીપ જ રહેવાના ભાવે ચરણ ગ્રહી તન્મયભાવે નમસ્કાર કરું છું તે હે પરમકૃપાળુદેવ, કૃપાવંત થઈ સ્વીકારવા નમ્ર અરજ રજૂ કરું છુંછ સ્વામી.
એક પ્રશ્ન સહજે ગઈ કાલે એકાએક અણધાર્યો હૃદયમાં સંસ્કૃર્યો અને અનંતર તેને ઉત્તર પણ થઈ ગયે તે વિશેષ સ્પષ્ટ થવાની ઈચ્છાએ આજ પ્રભાતે આપ પ્રભુના ચરણમાં સ્વરચ્છેદરહિત વિચારી વિસ્તારપૂર્વક રજૂ કરવાની ઈચ્છા ઉદ્દભવવાથી દર્શાવું છું પ્રભુ.
પ્રશ્ન- મરણ સમયે સામાન્ય મનુષ્યને ઘણું જ વેદના દેખવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ સ્વર્ગના દેવોને સુધાં નરકના કરતાં વધારે વેદના અંત સમયે અનુભવાય છે એમ (આદિપુરાણમાં વર્ણન કરેલું છે, તેનું કારણ શું હશે?
હજી ફરી તે જ પ્રશ્ન પૂછું છું. હરેક ચીજ અમારી આજુબાજુ ઉત્પાદ, સ્થિતિ અને વ્યય થતી જોવામાં આવે છે. તેમાં ઉત્પન્ન થતી વખતે તે પિતાનું પૂર્ણ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ કરતી જણાતી નથી. જેમ સૂર્ય ઉદય વખતે વિશેષ ગરમી આપને જણાતું નથી તેમ વળી મધ્યમાં સ્થિત હોય છે ત્યારે તે સંપૂર્ણ પિતાને સ્વભાવ જણાવે છે અને અંતે જોર નરમ પડેલું લાગે છે. બીજું દષ્ટાંત ઘટ પટનું લઈએ. ઉત્પન્ન થતાંમાં બનેમાં મજબૂતાઈ ટકાઉપણું બહુ જ ઓછું હોય છે - કાચી માટી અને સૂતરના તાંતણુરૂપે, પણ જ્યારે તૈયાર થાય છે ત્યારે તેના ટકાવી ને મજબૂતીમાં બંને સબળ જણાય છે. પછી જ્યારે ઘસારે લાગતાં તેમની આખર અવસ્થા આવે છે ત્યારે તેમાં કાણાં, તરાડ કે ફાટફૂટ થઈ નાશ થવાની અણી પર આવે છે. તેમ જ આ દેહની સ્થિતિ જણાય છે.