________________
પત્રસુધા
૩૩ આપ અમાપ અહો કરૂણકર, મુજ મનને વશ કરજે રે ગુરુ-રાજ શરણાગત બાળકને તારી, સમતાપદમાં ધરજે રે ગુરુ-રાજ કાળ અનાદિથી કાંઈ કર્યું નથી, પામરતા મુજ હરજે રે ગુરુ-રાજ સંતકૃપાથી સન્મુખ આવી વાત નિરંતર કરજે રે ગુરુ-રાજ
હે અંતરજામી, પરમ પાવનકારી પરમપદાર્થદાયક, શરણાગત પ્રતિપાળક, દીનાનાથ, પરમાત્મા! તારું ભવભવ શરણું હો !
આ અનાથ બાળકના સર્વ અપરાધ ક્ષમા કર, તારી અનંત કરુણાનું દર્શન-ભાન કરાવ, સર્વ પ્રમાદ તનાવી તારું જ સદા સ્મરણ રહે, તુહિ, તુહિ નિશદિન સમક્ષ સ્મૃતિપટ પર ટંકેતકીર્ણવત્ સદેદિત રહે એવી કરુણું કર. હે કરુણાસિંધુ ! આ બાળક તારી કરુણાના જ શ્વાસોચ્છવાસ લે છે પણ મૂઢ તને આભારની પરમ ઉપકારની નજરે નિરંતર જેતે નથી એ જ તેની મૂઢતા તે તજ નથી. સદાય સાથે વસનાર પ્રિયતમને વીસરી પરવસ્તુમાં રમતી આ જીવની વિભાવપરિણતિ હે નાથ ! હવે તે સદાને માટે નાશ કર, અત્યંત ક્ષય કર અને તારું અક્ષય સ્વરૂપ તેની જગાએ સ્થાપન કર. ૩૪ તથાસ્તુ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૯
-
બી. શ્રાવણ સુદ ૯, ૧૯૮૪
મહા પ્રભુ શ્રી રાજચંદ્રજી પ્રગટ પુરુષોત્તમરાય, ક્ષમા યાચું હું મહા પર્વ પર મેં કર્યા દેષ ઘણાય; આજ સુધીના બધા દેષની કરો કૃપા કરી માફ, હવે પછી પણ કેઈ ન થાઓ સદા રહો દિલ સાફ. દેષ સર્વને માફ કરી હું હળ થાઉં આજ, સર્વ પ્રાણુ પાસે માગું છું માફી હું મહારાજ; સહજ સ્વભાવ ભણી નજર રહે મુજ આપ હૃદયમાં આવો,
પર પ્રત્યે તજી રાગદ્વેષ લે સર્વ મોક્ષને લહાવો. હે નાથ ! આ દીન બાળકની વંદના, અંતરના ઉમળકાથી સર્વ દેશની ક્ષમાની યાચના અને સર્વ દેષથી મુક્ત થવાની ભાવના આપના ચરણકમળ પ્રત્યે પ્રાપ્ત થાઓ.
હું અબુધ અને અશક્ત છું. એક આપના આશ્રય સિવાય કંઈ સંસારમાં શોધવા જેવું નથી લાગતું. આ૫નું શરણ ભવભવ ! હે નાથ ! સર્વ પ્રકારનું માન, સર્વ પ્રકારનું અગ્ય વર્તન અને અયોગ્ય ભાવના દૂર કર અને દીનતાથી આ હૃદયને ભર. ખરેખર જગતના કેઈ પણ પદાર્થમાં રાગદ્વેષ અને મેહ કરવા જેવું નથી તે આ અ૯પ સામગ્રીમાં અહંભાવ કરી, મમતાભાવ કરી આત્માનું હું અનિષ્ટ કરી રહ્યો છું તે હર પળ યાદ આવતું નથી, તે તારી. કૃપાથી સર્વ સવળું કર ને ચિત્તને તારા ચરણકમળમાં રાખ. હે નાથ ! વિશેષ શું કહ્યું?' સર્વ આપ જાણે છે અને તેથી જ મને મોક્ષને માર્ગે દોરો તે સિવાય કોઈ પણ ઈચ્છા દિલમાં ન રહે !
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ