________________
૩ર :
બધામૃત મને તે એક તાર જ આધાર છે. ક્યાંય નજર કરતી નથી. કશું ગમતું નથી. ગમે તેમ કાળ કાઢે છે. શરણું એક તારું છે તે તું તારું બિરુદ સાચવી આ પામર આત્માને નિજસ્વરૂપનું યથાર્થ ભાન કરાવી ભાગ્યશાળી બનાવજે. “પ્રભુ! જાણુને શું કહેવું ઘણું?”
અષાડ સુદ ૮, ૧૯૮૪ તત ૩૪ સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર ! નમસકાર હો! નમસ્કાર છે! શુભ અશુભ કર્મના બે કિનારા કને નાવ પેઠે ભમે ચિત્ત નિત્ય, રાગદ્વેષાદિ કલ્લોલથી ડેલ, પવન તેફાને તૃષ્ણ તણું છે; જિનમુદ્રા ગુરુરાજ જાતે વર્યા આ કળિકાળ વિકરાળ તેયે,
એ જ આશ્ચર્યકારી સુકાની તણું ચરણ શરણું રહા ચિત્તમાંયે. હે પરમ પાવનકારી, પરમ ઉપકારી, અશરણના શરણું, અનાથના બેલી! આ પામર રંક જીવ પ્રમાદ અને બેભાનમાં પોતાની સ્થિતિને વિચાર કર્યા વગર કાળના મુખમાં પ્રવેશ કરી રહ્યો છે, તેની હે સમર્થ સ્વામી, પરમકૃપાળુ! સંભાળ લેજે, સંભાળ લેજે.
મને નથી કંઈ કહેતાં આવડતું, નથી સમજાવતાં આવડતું, નથી પ્રાર્થના કરતાં આવડતું, નથી જોતાં આવડતું, નથી રતાં આવડતું, નથી તરતાં આવડતું, નથી તારતાં આવડતું. માત્ર એક સમર્થ સ્વામીનું શરણું છે એ જ આ જીવને ઊગરવાને આધાર છે, તે હે નાથ! હરઘડી તારા પરમ પાવનકારી ચરણ ત્રણ લેકનાં પાપને નાશ કરવા સમર્થ છે તે મારા હૃદયમાં નિરંતર સંસ્થાપિત રહે અને તારું સ્મરણરૂપી ઝરણ સદાય વહ્યા કરી મારાં અખૂટ પાપના પુજને ધોઈ તારા શુદ્ધ સોદિત કીર્ણ સ્વરૂપનું દર્શન નિરાવરણે સદાય કરાવો એ જ પ્રાર્થના આ પામર પ્રાણની છે તે સફળ થાઓ અને સર્વનું કલ્યાણ થાઓ.
અષાડ સુદ ૧૫, ૧૯૮૪ પાપ અમાપ અમારાં સ્વામી, તમ કરુણાથી ટળશે, ગુરુ શરણું મેં ગ્રહણ કર્યું છે તે મુજ દે હરશે, ગુરુપૂર્ણિમા સ્મરણ કરાવે પૂર્ણ સ્વરૂપ ગુરુવરનું, અમ ઉર ઊલસે આપ કૃપાથી ગ્રહી શરણું રાજશશીકરનું.
૧૮
અષાડ વદ ૧૪, સેમવાર, ૧૯૮૪
તત ૩૪ ત્ અનન્ય શરથના આપનાર અંતરજામી પ્રગટ પુરુષોત્તમ પરમાત્મદેવને
ત્રિવિધ ત્રિકાળ નમસ્કાર હે! નમસ્કાર હો! રાજ હૃદયમાં રમને નિરંતર રાજ હૃદયમાં રમશે. પરમકૃપાળુ તમે પરમેશ્વર, અવિનય મુજ દૂર કરજે રે ગુરુ-રાજ આ દિલ દાસતણું દીન જાણું, પદપંકજ ત્યાં ધરજો રે ગુરુ-રાજ,