________________
પર
બેધામૃત જે ભણે તેની પરીક્ષા હોય. ભક્તિવંતને જ વિઘો આવે. તે કસોટીમાં જે સદૂગુરુશરણ ટકાવી રાખે, તેની આજ્ઞા આરાધે તે તે મુમુક્ષુને સમાધિમરણ અર્થે કરવાની તૈયારી અંશે થઈ ગણાય. દુઃખ ગમતાં નથી, પણ દુઃખ જ જીવને આગળ વધારનાર, પિતાની આરાધનાની ખામી જણાવનાર તથા શ્રદ્ધાની દઢતા કરાવનાર બને છે.
એક વખત શ્રીકૃષ્ણ પાંડવેને ત્યાં પધારેલા ત્યારે કુંતામાતા ભાવભક્તિથી ઘણી સેવા કરવા લાગ્યાં. તે જોઈ શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈને કહ્યું: “આપને જે ગમે તે માગો !” એટલે કુંતામાતાએ કહ્યું : “જરૂર આપશે કે ફરી જશે?” “જરૂર આપીશ. દ્વારિકાનું રાજ્ય માગશો તે પણ આપીશ” – એમ શ્રીકૃષ્ણે કહ્યું તે પણ ફરી ફરીને બેત્રણ વખત પૂછ્યું કે જરૂર આપશો ? એમ નકકી કરાવી કહ્યું : હે કૃષ્ણ! તમે પ્રસન્ન થયા છે તે મને દુઃખ આપે. સુખમાં તમે સાંભરતા નથી અને દુઃખમાં જ સાંભરે છે, તેથી મારે તે દુઃખ જ માગવું છે.”
આ કથા ઉપરથી આપણે કંઈ સમજ્યા હોઈ એ તે દુઃખથી ડરવાનું તે ભૂલી જ જઈએ. ભલે દુઃખ માગવા જેટલી તત્પરતા હાલ ન દેખાય, તોપણ આવી પડેલા દુઃખના દહાડા ભક્તિભજનમાં જ જાય તેટલું તે ધારીએ તે કરી શકીએ એમ છીએ. જેને મંત્રસ્મરણની આજ્ઞા મળી છે, ભક્તિના વીશ દોહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ વગેરે જ્ઞાનીની આજ્ઞાથી કરવાને જેને અભ્યાસ છે, તેમાં આત્મહિત સમાયેલું છે એટલી જેને સમજણ આવી છે, તેણે તે તેવા વખતમાં જે મુખપાઠ હોય તે બોલ્યા કરવું કે સ્મરણ આદિ આજ્ઞાના વિચારમાં જ રહેવું એ ઉત્તમ છે. જેને તે જે નથી મળ્યું, તે તે દેહની દરકારમાં, મરણના વિચારમાં ગૂંચાઈ કે મિત્રો, ઘર, ધન આદિના વિયેગની કલ્પનાથી ઘેરાઈ આર્તધ્યાન કરી અધોગતિને યોગ્ય કર્મ બાંધે. જેને એમ શ્રદ્ધા છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ-સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારાં નથી, પણ જ્ઞાનીએ પ્રગટ કર્યો છે, અનુભવ્યું છે તે હું આત્મા છું, હું કદી મરી શકું જ નહીં, નિત્ય, અવિચળ, અવિનાશી, અજેવ, અભેદ્ય, શાશ્વત આત્મા છું. પૂર્વે અજ્ઞાનભાવે, મેહવશે કર્મ બાંધેલાં તે અત્યારે દુઃખ દેવા તત્પર થયાં છે, પણ તે બધા વિનાશી છે. કેટલાંય આવાં કર્મ તે ગયાં અને આ કર્મ પણ જશે. છતાં આત્માને નાશ થવાનું નથી. તે શા માટે હિંમત હારવી? મરણના વિચાર કરી શા માટે મૂંઝાવું? મરનાર નથી તેના મરણની ફિકર કરે તે મૂર્ખ સમજવા યોગ્ય છે. આમ સુવિચારણથી જેને દઢ આત્મશ્રદ્ધા જન્મી છે તે તે મેક્ષદશાને જ વિચાર કરે. પિતાના શુદ્ધ સ્વરૂપમાં અનંત સુખ, અપાર આનંદ છે, તેની ભાવનામાં તલ્લીન બને.
સત્યરુષની કૃપાથી તે દશા મનુષ્યભવમાં પ્રાપ્ત થઈ શકે તેમ છે. શ્રી ગજસુકુમાર, શ્રીકૃષ્ણના નાના ભાઈએ દીક્ષા લીધી તે જ દિવસની રાત્રિએ તેમના માથા ઉપર પૂર્વના વેરીએ કાદવની પાળ કરી સ્મશાનની ચિતાના અંગારા સગડીની પેઠે ભર્યા, પણ શ્રી નેમિનાથ ભગવાનની આજ્ઞામાં જ કલ્યાણ સમજી તેવા વિકટ અવસરે પણ તે શુદ્ધ આત્માને ચૂક્યા નહીં, તે ચેડા કાળમાં જ મોક્ષ પામ્યા. આ તમારા દ્વારિકાના સ્મશાનની કથા છે. તેના હિસાબમાં આપણને જે અલ્પ દુઃખ આવે તેમાં ગભરાવા જેવું કંઈ નથી. મરણ પ્રસંગે પણ મંત્રનું