________________
પત્રસુધી તે વિપર્યાસબુદ્ધિ ટળે છે એટલે લક્ષ રાખી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવા હાલ પુરુષાર્થ કર્તવ્ય છે. તેમાં નિષ્કામબુદ્ધિ કે બીજી ઈચ્છાઓનો ત્યાગ કરી “માત્ર મોક્ષ - અભિલાષ” ષિાય તેમ પુરુષાર્થ કર્તવ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧૪-૭-૪૬ તત્ ૐ સત્
અષાઢ સુદ ૧૫, રવિ, ૨૦૦૨ પરમકૃપાળુદેવને આધાર આ ભવમાં મળે છે તે જીવનું મહદ્ ભાગ્ય છે. પત્રાંક ૬૯૨ મુખપાઠ થાય તે કર્તવ્ય છે, નહીં તે વારંવાર વાંચ. પૂ. શ્રી અંબાલાલ ખંભાતવાળા પરમકૃપાળુદેવને ગણધર તુલ્ય હતા, તેમના સાળાને અંત વખતે ઉપયોગી થયેલે એ પત્ર છે. સમાધિમરણ અર્થ શું ભાવના કરવી? પુરુષના આશ્રયનું કેટલું માહાભ્ય છે? તથા છેવટે મુમુક્ષુઓમાંથી કોઈની હાજરી હોય તે જીવના ભાવ સદ્દગુરુ-શરણે રહી શકે વગેરે સમજી, તેવી ભાવના કરતા રહેવાથી તે જ હિત આખરે પણ સમજાય અને યથાશક્તિ તે પ્રમાણે પ્રવર્તાય. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની દવા આદિ માવજત અર્થે મુમુક્ષુ, દાક્તરો આદિ હાજર રહેતા, પણ તેઓશ્રી કહેતા અમને દવા અને દાક્તરોની શ્રદ્ધા હોય? પિતાને પરમકૃપાળુદેવે સમજાવેલું તેની પકડ થયેલી તે જ લક્ષ અહોરાત્રિ તેમને રહે. બીજું જે થતું હોય તે થવા દેતા, પણ તે લક્ષ ચુકાય તે અમારે દેહ ન રહે એમ કહેતા. મૃત્યુને મહત્સવ માનતા અને જણાવતા હતા. ઘણી વખત, શરીર સારું હતું ત્યારે ફરવા જતા તે એકલા બેલતા,
“સુખ દુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં,
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં–સુખદુઃખ.” “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહી” એ કહેવત પણ ઉપદેશમાં ઘણી વખત જણાવતા. પ્રથમથી જે સહનશીલતા, ધીરજ, સમતા, શાંતિ જીવે સેવી હશે તે આખરે જીવને મિત્ર સમાન મદદ કરશે. માટે પહેલેથી તે અભ્યાસ પાડી મૂકવાની ટેવ રાખવી.
સ્મરણમાં ચિત્ત રહ્યા કરે કે પરમકૃપાળુદેવનાં વચનને વિચાર મનમાં રહ્યા કરે એ લક્ષ રાખ્યું હશે તે આખરે બીજું કઈ વિન્ન નહીં નડે. નડે તે પણ તેમાં લક્ષ ન રહે તે અર્થે આગળથી પુરુષાર્થ કર્તવ્ય છેo.પાણી પહેલા પાળ બાંધી રાખી હોય તે તે પાળીએ પાળીએ પાણી ચાલ્યું જાય. વૈરાગ્ય, ઉપશમ, ત્યાગ અને ભક્તિ સહજ સ્વભાવરૂપ થઈ જાય તેમ મુમુક્ષુએ વર્તવું ઘટે એમ પરમકૃપાળુદેવે એક પત્રમાં જણાવ્યું છે તે લક્ષમાં લેવા ગ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૭૧
અગાસ, તા. ૧૭–૭–૪૬ ઇન્દ્રવજ - મૃત્યું પ્રમાદે જૈવને સતાવે, કે મેહ અજ્ઞાન વડે મુઝાવે;
વિગ સૌ પ્રિયજને તણે કે લક્ષ્મીતણું સુખતણે ઘણયે; કે દુર્ગતિને ડર જે ડરાવે તેથી અશાંતિ ઊભરાઈ આવે, માટે ભજી લે ભગવંત ભાવે, તે આશ્રયે જ્ઞાનથી શાંતિ આવે. (પ્રજ્ઞા. ૮)