SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૫૮૯ નથી. તેથી હું ને મારું એ મોહને મંત્ર છે. તેથી જગત આખું ગાંડું થઈ રહ્યું છે. તેમાંથી જેમણે સત્પરુષને આશ્રય ગ્રહી તે મંત્રને ભૂલવાને પ્રયત્ન કર્યો અને “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ” એ મંત્રનું આરાધન કર્યું તેને મેહ સતાવતું નથી. જેમને મેહ સતાવે છે તેમણે હજી જોઈએ તેવું આરાધન કર્યું નથી, ખરે આશ્રય-ભક્તિમાર્ગ ગ્રહ્યો નથી, હજી સમજણમાં ખામી છે. સમજાય છે તે આત્મા છું, નિત્ય છું, કર્તા છું, ભક્તા છું, મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે તે મારે આ ભવમાં આદરે છે એમ લાગે. પિતા સંબંધી ભૂલ ચાલી આવી છે તેથી દેહ છું, હું મરી જઈશ, હું શું કરું? શું ભેગવું ? મેક્ષ થાય તેમ નથી. મોક્ષને ઉપાય શું હશે ? એમ રહ્યા કરે છે તેથી પુરુષાર્થ થતું નથી. તે ભૂલને લઈને બીજાને પણ “આ મારો ભાઈ છે, તે મરી ગયો, તે શું કરશે? શું ભેગવતે હશે? તેને મેક્ષ નથી; તેને હવે કોઈ ઉપાય નથી” વગેરે કલ્પનાઓ કરે છે. પણ ખરી રીતે વિચારીએ તે તે હો ત્યારે તેણે શું તમારું હિત કર્યું, તે વધારે જીવત તે તમારું શું ભલું કરત? માત્ર જીવે તેને નિમિત્તે પિતે મેહ પિવે છે અને તેને પણ મેહના કારણરૂપ પિતે થયેલ છે. આમ જીવ પિતે મેહરૂપી ઝેર પીએ છે અને બીજાને પાય છે. એમ બન્નેનું માઠું કરવામાં જીવે મણ રાખી નથી. જગતમાં કોઈ આપણું છે નહીં અને થવાનું નથી. માત્ર એક સપુરુષે નિષ્કારણ કરુણ કરનાર જગતના સાચા મિત્ર, સાચા ભાઈ આદિ છે. તે મહાપુરુષો આપણને તારી શકે તેમ છે. તેમને વિયેગ જીવને સાલશે ત્યારે જીવનું કલ્યાણ થવું સંભવે છે. આ વાત હૈયે બેસવી અઘરી છે. તેને માટે સત્સંગની જરૂર છે. આ વાત સૌને ચેતવા જેવી છે. દષ્ટિ ફેરવવાની છે એટલું પણ આટલા ઉપરથી સમજાશે તે પણ ઘણું છે. જે કરવું છે તેને માટે પુરુષાર્થ કર ઘટે. જે આખરે આપણને રેવરાવે તેના તરફથી વૃત્તિ હઠાવી આપશુ ઉદ્ધાર તરફ લક્ષ લેવા યોગ્ય છેજી. તેની ભાવના રાખી હશે તે અનુકૂળતા આવ્યું તે કામ થઈ શકશે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૧૩-૭-૪૬ તત્ સત્ અષાઢ સુદ ૧૪. શનિ, ૨૦૦૨ દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ તેથી અનંતગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંતભવ એક ભવમાં ટાળવા છે.” (૮૪) વિ. આપના બને પત્રો મળ્યા છેછે. તેમાં જે આત્મહિત અર્થે ઉત્સાહ પ્રગટ થયે છે તે જાણી આનંદ વર્તે છે. પત્રોમાં ઉત્તરની ઈચ્છા રાખી છે તે ટૂંકામાં સંતોષાય તેમ નીચે લખું છું. પહેલા પત્રમાંના પ્રશ્નો સંબંધી (૧) પાણી જેની કાયા છે એવા, ટીપાથી ઘણું નાના શરીરવાળા જીના સમૂહરૂપ, પાણી છે. મુનિઓ ઠંડા પાણીને સ્પર્શ પણ જાણી જોઈને કરતા નથી. કારણ કે શરીરની ગરમીથી પણ તેમના પ્રાણ છૂટી જાય છે. પાણીની અંદર પિરા વગેરે છે હાલતાચાલતા પણ હોય છે તથા વનસ્પતિકાયના પણ અસંખ્ય છ એક ટીપામાં હોય છે. તેથી મુનિઓ ગરમ કરેલું પાણી મળે તે પીવા વગેરે માટે વાપરે છે. જેનાથી તેમ ન પળી શકે અને
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy