________________
૫૮૮
બેધામૃત શિખામણ આપી છે કે “બાહ્યભાવે જગતમાં (ઉપાધિમાં) વર્તી અને અંતરંગમાં એકાંત શીતલીભૂત-નિર્લેપ રહે.” (૭૨) આ લક્ષ પ્રસંગે પ્રસંગે જીવ સંભારે તે ઉદાસીનતા જન્મ. લક્ષ ન લે તે ડાહ્યો શાને ? સમજવા જેવું પરમકૃપાળુદેવે જે કહ્યું હોય તે જરૂર કરવું છે એ દઢ નિશ્ચય કર્તવ્ય છે અને યથાશક્તિ તે લક્ષ પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. જેને જેટલી ગરજ જાગી હશે તેટલા પ્રમાણમાં પરમકૃપાળુદેવની શિખામણ હદયમાં રાખશે. તે સિવાય કેઈ બીજે બચવાના ઉપાય નથી.
શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળ-પંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો તરુકલ્પ અહ, ભજીને ભગવંત ભવંત લહે.” શ્રીમદ્ રાજચંદ્ર
અગાસ, તા. ૨૬-૬-૪૬ તત્ સત્ર
જેઠ વદ ૧૨, બુધ, ૨૦૦૨ વંદન સદ્દગુરુ પાદપમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું, ચકર-ચિત્ત સમ રાજચંદ્ર ગુરુ, હુંય નિરંતર ઉર ધરું; વિષય-વિરેચક વચનામૃત તુજ, અંતર્ણોધ થવા ઊંચરું,
વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. (પ્રજ્ઞાવર્ષ ૨૦) પૂર્વે જીવે જેવું કોકડું વીંચ્યું છે તેવું જ ઊકલે છે, એમાં કઈને દોષ નથી. અત્યારે સપુરુષાર્થ કરીશું કે ભાવના કરીશું તેનું ફળ સારું જ આવશે એ નિઃસંદેહ વાત છે. ફળની જેટલી ઉતાવળ જીવ કરે છે તેટલી અધીરજ ઊભરાય છે. ખેતરમાં વાવે કે તરત ઊગતું નથી. સદ્દગુરુશરણે ધીરજ રાખી પુરુષાર્થમાં મંડ્યા રહેવું. નિષ્ફળતા તરફ લક્ષ રાખવા યોગ્ય નથી, કારણ કે તે તે પૂર્વ પ્રારબ્ધનું ફળ છે. જે થાય તે જોયા કરવું. જેમાંથી જેટલું બને તેટલું કરી છૂટવું.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૪-૭-૪૬ તત કે સત
અષાઢ સુદ ૬, ગુરુ, ૨૦૦૨ “સર્વજ્ઞને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણ;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હાશે.”–શ્રીમદ્ રાજચંદ્ર વિ. આપને પત્ર મળે. પૂ ને નિકટના સગાના મરણને કારણે શક રહ્યા કરે છે એમ લખ્યું તે જાણ્યું. એક મહાત્મા લખે છે: “મેહાધીને જીવેએ જ્યાં જ્યાં વિશ્વાસ કર્યો છે, તેથી બીજું કોઈ ભયભર્યું સ્થાન તેને માટે નથી અને જ્યાંથી તેને ભયની શંકાએ થયા કરે છે તેથી બીજું તેને નિર્ભય થવાનું સ્થાન નથી. એટલે જીવે મેહવશે આ મારા ભાઈ, આ મારી મા, આ મારા પતિ, આ મારાં સંતાન એમ માન્યું છે, તે બધાં સુખનાં કારણ છે એમ માન્યું છે, ત્યાં જ દુઃખ આવીને વસે છે અને વિયેગાદિ કારણે તે પિતાનું પિત પ્રકાશે છે. અમદાવાદમાં હુલ્લડ થયું કે પરદેશમાં બેમ્બથી હોનારત થઈ તેમાં કેટલા બધા માણસેનાં પ્રાણ ગયા, કેટલીય બહેનેના ભાઈ કેટલીય માતાનાં સંતાન, કેટલીય બહેનના ભાણેજ અને કેટલીય પત્નીઓના પતિઓને વિયેગ થયે, છતાં જ્યાં મારાપણું માન્યું નથી ત્યાં દુઃખ થતું