________________
પત્રસુધા
૫૮૭ કામ કર્યા વિના છટકો નથી, તે તે પતાવી દઈ બાકને બચતે વખત જ્ઞાની પુરુષનાં વચને વાંચવા, વિચારવા, ગોખવા કે ફેરવવામાં વૃત્તિ જોડી રાખે તે મનનું કર્મ બાંધવાનું કામ મંદ પડે અને આત્માને શાંતિનું કારણ બને. રાતદિવસ જીવ કર્મ બાંધ્યા કરે છે તેનાં ફળ પિતાને જ ભેગવવાં પડશે એમ વિચારી આ આત્માની દયા ખાવી ઘટે છે. મનુષ્યભવમાં જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાને લાગ જે મળે છે તે બીજા કોઈ ભવમાં મળી શકવો દુર્લભ છે એમ જ્ઞાની પુરુષે પિકારી પિકારીને કહે છે પણ જીવ તે તરફ લક્ષ રાખતો નથી અને જે કર્યા વિના ચાલી શકે તેવાં કામને આગળ કરીને તેમાં બેટી થઈ રહ્યો છે. આ ભવમાં જ બની શકે તેવું કામ ધકેલ ધકેલ કરવા યોગ્ય નથી પણ “ધર્મના કામમાં ઢીલ ન કરવી” એવી કહેવત છે તે સંભારી તે પ્રમાણે વર્તન કરી લેવું ઘટે છે. | # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૬૫
અમાસ, તા. ૮-૬-૪૬ તત્ ૐ સત
જેઠ સુદ ૯, શનિ, ૨૦૦૨ વિ. આપને પત્ર આજે મળે. વાંચી વિગત જાણી છેજ. જેમ ચાલતા ઊંટ ઉપર બેઠેલા માણસને સ્થિર રહેવું મુશ્કેલ છે તેમ સંસારનાં કાર્યો કરતાં છતાં સ્થિરતા સાધવી અત્યંત મુશ્કેલ છે. પરમકૃપાળુદેવ જેવા આત્મજ્ઞાની અને પુર્વના આરાધક મહાત્મા પણ નિરંતર આ ઉપાધિયોગથી છૂટવાની ભાવના મોટા પુસ્તકમાં વારંવાર જણાવે છે, તે આ જીવે તે તે ભાવ ભૂલવા ગ્ય નથી. નિમિત્તાધીન જીવ છે તેથી જેવાં નિમિત્ત મળે તેવા ભાવ થઈ જાય છે અને તેમાં જ પરિણમી જાય છે. માટે મુમુક્ષુવે પૂર્વે બાંધેલાં કર્ણ ભગવતી વખતે અત્યંત અત્યંત જાગૃતિ અને વિભાવને ડર રાખવે ઘટે છે. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” એવું પુષ્પમાળામાં પરમકૃપાળુદેવ કહે છે તે હૃદયમાં કેતરી રાખવા યોગ્ય છે. “નિરંતર ઉદાસીનતાને ક્રમ સેવો” (૧૭૨) વગેરે આત્મહિતને ઈચ્છનારે સહજ કરી મૂકવાની શિખામણ જ્ઞાની પુરુષે આપે છે, અને આ જીવ બહેરે કે બેભાન હોય તેમ તે પ્રત્યે બેદરકાર રહે તે પરિણામ કેવું આવે? માટે સત્સંગના વિયેગમાં સલ્ફાસ્ત્રને પરિચય વિશેષ કરવાની કાળજી દિનપ્રતિદિન વધતી જાય તેમ કર્તવ્ય છે.
૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે સાંભળ સાંભળ કર. તેમ તે જોગ ન હોય ત્યારે જીવે વાંચવું વિચારવું કંઈ કંઈ સ્મૃતિમાં રહે તેવું ગેખવું, ગોખેલું ફેરવી જવું, ભક્તિભાવના અર્થે અવકાશ બળ કરીને પણ મેળવતા રહેવું, તે કંઈ ને કંઈ અસર થયા વિના નહીં રહે. શું થશે? કેમ કરવું? માથે બે છે એવા ભાવે દૂર કરી થાય તેટલું કરી છૂટવું પણ તેના વિચારો વધારે વખત મગજમાં આવી ઘર ન કરી બેસે તે સંભાળતા રહેવાની જરૂર છે. ફિકર કર્યો કંઈ બનતું નથી. પ્રારબ્ધ પ્રમાણે અત્યારે તે મોટે ભાગે લાભહાનિ જણાય છે. પુણ્ય વિના કોઈને લાભ થ નથી. પુણ્ય પ્રમાણે તેને સવળી મતિ સૂઝે છે. પાપને ઉદય હોય ત્યારે અવળું જ કરવા જીવ પ્રેરાય છે. પણ તે બધા પ્રસંગમાં હર્ષ-વિષાદ મંદ કરવા જીવ ધારે તે થઈ શકે તેમ છે. મુશ્કેલી છે પણ પરમકૃપાળુદેવે કરી બતાવ્યું છે અને એ જ