________________
પત્રસુધા
૫૮૫ ઉત્તરક્રિયા કરી તેણે પાપ કરી કમાવેલું ધન વહેંચી લે છે અને મોજ કરે છે, પણ જેણે પાપ કર્યું હોય તેને એકલાને તેનાં ફળ ભેગવવાં પડે છે, દુર્ગતિમાં ત્રાસ વેઠવો પડે છે. આવી વાતે વારંવાર વિચારી પરમપુરુષ પરમકૃપાળુશ્રીએ જે છૂટવાને માર્ગ બતાવ્યો છે, ભક્તિ,
સ્મરણ આદિ આજ્ઞા આપી છે તેનું શરણુ બળવાનપણે ગ્રહીશું તે જરૂર આત્મહિત થશે અને હજી જે ગાફેલ રહીશું તે માર ખાઈશું. માટે જે કંઈ કરતા હોઈએ વીસ દોહા, ક્ષમાપના, આત્મસિદ્ધિ, છપદને પત્ર, સ્મરણમંત્ર આદિ, તેમાં ભાવ વધે તેમ કર્તવ્ય છે. કઈ દવા ખાય તે સાથે અનુપાન કે ચરી પાળે છે, તેમ જ્ઞાનીની આજ્ઞા સાથે ભાવ એ ઉત્તમ અનુપાન છે તેની વૃદ્ધિ કરવા પ્રતિદિન પ્રયત્ન કર્તવ્ય છે. સંસારજાળમાંથી મુક્ત થવાની ભાવના પ્રતિકૂળ સંગોમાં પણ મંદ ન પડે, ઊલટે વૈરાગ્ય વધે તેવું બળ વાંચન-વિચાર-ભક્તિથી મેળવતા રહેવા વિનંતી છે.જી.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૫-૬-૪૬ તત્ સત્
જેઠ સુદ ૫, ૨૦૦૨ ખેદના પ્રસંગમાં પણ પુરુષ પ્રત્યે, તેમનાં વચનામૃત પ્રત્યે જેટલી શ્રદ્ધા જીવને પ્રગટી છે, તેટલું તે કામ જરૂર કરે છે. આત્મા છે, નિત્ય છે એમ જેને દઢ થયું છે તેને દેહને તે શેક કર્તવ્ય નથી. અને આત્મા અજર અમર અવિનાશી દેહાતીત છે એવી ભાવના કરનાર, પુત્ર આદિ કલ્પિત પદાર્થોમાં હર્ષશેક ન કરે, થાય તે તેને ભૂલ માને. આ ભૂલ અવશ્ય ટાળવી છે એ દઢ નિશ્ચય કરે અને બનેલા પ્રસંગને પિતાને આગળ વધવાનું નિમિત્ત બનાવે. સદ્દગતનાં માતુશ્રીને પણ ધીરજ આપશે અને પત્રાંક ૫૧૦ બંધવૃત્તિ સંબંધી વાંચી સંભળાવશે તથા થાય તે મુખપાઠ કરવા સૂચવશે. બધાં મુમુક્ષુ ભાઈબહેનેને એ પત્ર જાણે પિતાના ઉપર જ પરમકૃપાળુદેવે લખે છે એમ માની તેમાં કહેલી વાત લક્ષમાં લેવા યોગ્ય છે. પ્રસંગ પશે જે ભૂલ દટાઈ રહી હોય તે પ્રગટ થાય છે. જેમ ક્રોધને પ્રસંગ ન હોય ત્યાં સુધી કોઇ ન જણાય પણ તે પ્રસંગ પડયે ક્રોધ કેટલે અંશે નરમ પડ્યો છે તે જાણી શકાય છે તેમ બંધવૃત્તિઓને તપાસી તપાસી તેને દૂર કરવાને પુરુષાર્થ સર્વ મુમુક્ષુજીએ કર્તવ્ય છેજ. ધીરજ, સમતા, ક્ષમા, સમાધિમરણ એ બોલે વારંવાર વિચારી તે ભાવ હૃદયગત થાય તેમ કર્તવ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, જેઠ સુદ ૮, ૨૦૦૨ “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય;
કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય ?” પરમકૃપાળુદેવે પણ કહ્યું છે કે “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ગ્ય નથી.” (૪૬૦) સંસારમાં જન્મીને આજ દિન પર્યત છે જે ગડમથલ કરી છે તેને હિસાબ કાઢે તે સરવાળે દુઃખ, દુઃખ ને દુખ જ જણાય તેમ છે. સર્વ બાજુથી જ્ઞાનીપુરુષેએ વિચાર કરીને નિર્ણય કર્યો છે કે સંસાર એકાંત દુઃખરૂપ છે, એકાંત શેકરૂપ છે, અસાર છે, ભયંકર