________________
પત્રસુધા
૫૮૩ નમિ નમિ નમિ નમિ વનવું, સુગુણ સ્વામી જિર્ણદ નાથ રે
ફેય સકળ જાણુગ તુમે, પ્રભુજી જ્ઞાનદિણંદ નાથ રે. નમિ૧ ભાવાર્થ – અત્યંત નમ્રભાવે વારંવાર શ્રી સ્વામીપ્રભ સર્વજ્ઞ ભગવંત ગતચોવીસીના ૧૧માં તીર્થકરને વંદન કરી શ્રી દેવચંદ્રજી મહારાજ (આપણી વતી) વિનંતી કરે છેઃ હે સર્વજ્ઞા સ્વામીજી! આપ તે કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશમાં સર્વ જાણી શકાય તેવા પદાર્થોને જાણ રહ્યા છે, તે મારા અંતરની વાત આપનાથી છૂપી કેવી રીતે રહે? એટલે વગર કો મારી વાત જાણે છે છતાં પૂછું છું કે
વર્તમાન એ જીવની, એવી પરિણતિ કેમ નાથ રે,
જાણું હેય વિભાવને, પિણ નવિ છૂટે પ્રેમ નાથ રે. નમિ ૨ ભાવાર્થ – અત્યારે આ જીવની આવી અશુદ્ધ પરિણતિ, સંસારભાવમાં જીવ પરિણમે છે તેનું શું કારણ છે? વિભાવ માત્ર તજવા યોગ્ય છે એમ જાણું છું, પણ તેમાંથી પ્રીતિ કેમ ઊઠી જતી નથી?
પર પરિણતિ રસ રંગતા, પર ગ્રાહક્તા ભાવ નાથ રે,
પર કરતા પર ભેગતા, શ્વે થયો એહ સ્વભાવ નાથ રે. નમિ. ૩ ભાવાર્થ – જીવને પ્રેમ શામાં છે તે કહી બતાવે છે. શુદ્ધ આત્મા સિવાયના બીજા પર પદાર્થો અને વિભા પ્રત્યે જીવ પરિણમી જાય છે અને તેમાં રાચે છે; પરને ગ્રહણ કરવાના ભાવ રાખે છે; પરવસ્તુને કર્તા અને પારદ્રવ્યને ભક્તા બની પોતાના શુદ્ધ ભાવનું કર્તાપણું, ભક્તાપણું ભૂલી રહ્યો છે એ કે સ્વભાવ છવને પડી ગયું છે તે સમજાતું નથી.
વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર નાથ રે;
તોપણ વંછું તેહને, કિમ તરીએ સંસાર નાથ રે. નમિ. ૪ ભાવાર્થ –રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ વિષયે અને તેને નિમિત્તે જીવમાં ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને ત્રણ વેદરૂપ કષાયનેકષાય વડે જીવ મેલે થઈ રહ્યો છે તે જીવની શોભા નથી. એને એમ કરવું તત ગેરવાજબી છે. તેમ છતાં તે પુદ્ગલની એઠને ઈચ્છું તે જીવની શુદ્ધતારૂપ મોક્ષની પ્રાપ્તિ અને મલિનતારૂપ સંસારને નાશ કેમ થાય? એવી ભગવંત આગળ તે દોષ જવા અને શુદ્ધભાવ પ્રાપ્ત થવા વિનંતી કરી છેજી. “આણા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય ?”
જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” એમાં પ્રથમ જણાવ્યું કે અનંતકાળથી જીવ અનંત દુઃખ વેઠતે આવ્યા છે, તેમાંના આ ભવની વાત જ જીવ વિચારે કે ગર્ભમાં કેટલાં બધાં દુઃખ વેઠ્યાં; પણ પરવશતા અને બેભાનપણું હોવાથી તે ભૂલી પણ ગયા. બાળપણમાં પણ બોલતાં-ચાલતાં, ખાતાં-પીતાં આવડતું નહોતું, માખી પણ ઉપાડી શકે નહીં તેવી પરાધીન દશામાં જીવે ઘણું સહન કર્યું છે. પછી કંઈ સમજ આવી તે પણ અવિચારદશામાં કુટાતા-પિટાતાં કંઈક ભણીને કામ શીખીને અહંકાર પિળે. મારું તારું, વિષયકષાય અને અજ્ઞાનદશાના ભય, શેક, કલ્પનાના તરંગમાં તણાતાં પૂર્વ પુણ્યના ઉદયે સદ્દગુરુને યોગ, તેની આજ્ઞા, સમાગમ, સેવાને વેગ બનતાં જીવની