________________
મેલામૃત
૫૬
અગાસ, વૈશાખ વદ ૭, ગુરુ, ૨૦૦૨ આપનો પત્ર મળ્યા. એકલે હાથે બધા બન્ને ઉપાડવાનું થતું હોય તે પોતાની શક્તિ વિચારી તે કામ હાથ ધરવું. કામ સારું હેાય તેપણુ શક્તિ વિચારીને કરવું. ચિત્ત વૈરાગ્યયુક્ત રહે તેવી વિચારણા કરતા રહેવા વિનંતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૨
૬૫૭
અગાસ, તા. ૨૫-૫-૪૬
વિરહના વખતમાં તમે પુરુષાર્થ કરી કાળનેા સદુપયોગ કરે છે જાણી પ્રમાદ થયેા છેજી. પ્રમાદમાં વખત ન જાય અને પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે કઈ મુખપાઠ કરાવ્યું હાય, તેમણે ખાસ ખેલાવીને વાત કરી હોય તે વારવાર વિચારી, યાદ લાવી તેના અમલ કરવાને લાગ આવ્યે છે તે વ્યર્થ વહી ન જાય. અસંગ, અપ્રતિબંધ, ક્ષમા, ધીરજ, સહનશીલતા, જાગ્રત થા, જાગ્રત થા વગેરે શબ્દોના રણકારા વિશેષ વિચાર પ્રેરે અને જીવને વૈરાગ્યમાં વૃદ્ધિ કરાવી ઉન્નતિ પ્રેરે તેમ હવે તા થવું જોઈ એ. નાનાં છેકરાં વખત જતાં ચાલતાં, ખેલતાં, ભણતાં શીખીને વ્યવહારકુશળ બને છે; તેા મુમુક્ષુ જીવે હવે પુરુષાર્થ કરી, વિશેષ વીર્ય ફેરવી અતીન્દ્રિય સુખ, જ્ઞાન, શાંતિ પ્રાપ્ત કરવા ભાવના કબ્ય છે. તેવા પુરુષાર્થ વિના સત્પુરુષનું સાચું ઓળખાણ થવું દેહ્યલું છે”. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૬૫૮
અગાસ, વૈશાખ વદ ૯, શનિ, ૨૦૦૨ પરમકૃપાળુદેવની ભક્તિ, તેનાં વચનામૃત અને તેમણે જણાવેલી શિખામણ પ્રમાણે વૈરાગ્ય, ઉપશમ, વિવેકવિચારથી વર્તવાથી જીવનું કલ્યાણ છેજી. હું કંઈ ન જાણું, પરંતુ પરમકૃપાળુદેવે આત્મા જાણ્યા છે તેવા મારા આત્મા છે એવી માન્યતા મારે કરવી છે. બીજી કેઈ કલ્પના કરવી નથી. એની આજ્ઞા ઉઠાવવાના મારા ભાવ છે. અસ'ગ, અપ્રતિબંધ, અપ્રમત્ત આત્મસ્વરૂપ જ્ઞાનીએ અનુભવ્યું છે, ઉપદેશ્યું છે તે રત્નત્રયરૂપ સહજ આત્મસ્વરૂપની હું તેા ભાવના અત્યારે કરું છું. આવી. જ્ઞાનીએ ભાવી છે તેવી – આત્મભાવના મારે ભાવવી છે, એમ ચિંતવન-શ્રદ્ધા કવ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
-
૬૫૯
અગાસ, તા. ૨૮-૫-૪૬
આપનું કાર્ડ મળ્યું છે. ‘જેવી ષ્ટિ તેવી સૃષ્ટિ' એમ પ્રચલિત કહેવત છે, તેા આપણે પરમકૃપાળુદેવના અનુયાયી હેાઈએ તે અલૌકિક દૃષ્ટિનું બળ વિશેષ રાખવું. તે સિવાય બીજામાં ખેંચાવા જેવું નથી, નહીં તેા આપણું કરવાનું રહી જશે. આમ સ્ફુરવાથી લખ્યું છે તે વિચારશેાજી.
૬૬૦
અગાસ, તા. ૩૧-૫-૪૬
જેઠ સુદ ૧, શુક્ર, ૨૦૦૨
તત્
સત્
“હું પામર શું કરી શકું? એવા નથી વિવેક;
ચરણુ શરણુ ધીરજ નથી, મરણ સુધીની છેક.”—શ્રીમદ્ ાજચંદ્ર
આપને પત્ર મળેલ છેજી. આપે સ્તવનની ૪ કડી વિષે પુછાવ્યું છે તે મહુ વિચારવા જેવી છેજી. ટૂંકામાં ભાવાર્થ નીચે પ્રમાણે સમજાય છેજી