________________
પત્રસુધા
૫૮૧ આત્મજાગૃતિ પ્રાપ્ત કરવા પુરુષાર્થ વિશેષ વિશેષ કરતા રહો એવી ભલામણ છેજી. ‘તરવજ્ઞાન માંથી કાવ્ય બને તેટલાં મુખપાઠ કરવાને લક્ષ રાખશે તે આગળ ઉપર વિશેષ ઉપયોગી થઈ પડશે. ત્યાં તમને વાંચવા વિચારવાને વખત મળી શકતો હોય તે એકાદ કલાક ભક્તિ કરવી, એકાદ કલાક વાચન કરવું, પા-અડધો કલાક કંઈક નવું શીખવામાં (મુખપાઠ કરવામાં) ગાળ, અડધા કલાક મુખપાઠ થઈ ગયુ હોય તે જ ફેરવી જવામાં ગાળ. આમ વખત બચાવીને પરમપુરુષના વચનમાં વૃત્તિ જોડતા રહેશે તે ઘણો લાભ થશે. અને કોઈ કોઈ વખત અઠવાડિયામાં મળવાનું રાખે તે વાચન-વિચાર સત્સંગે રસિક બને. તે યોગ ન બને તેમ હોય તે એકલા પણ પુરુષાર્થ કર્તવ્ય છે. ધન તે પ્રારબ્ધ પ્રમાણે મળે છે, પણ ભક્તિ આદિ અત્યારના પુરુષાર્થને આધીન છે. કરવા ધારીએ તે થઈ શકે અને જે ન કરીએ તે આટલા કાળ સુધી તે કામ જેમ પડી રહ્યું હતું તેમ પડી રહે.
મોક્ષમાળા પુસ્તક તમે પહેલાં વાંચવા લઈ ગયા હતા, પણ તે વખતે આવી ભક્તિની ગરજ જાગી નહતી એટલે ઉપલક વંચાયું હશે. હવે ત્યાં તે પુસ્તક કાળજીપૂર્વક વાંચશે તે તેમાં ઘણી શિખામણ આપણા જીવનને ઉપયોગી થાય તેવી છે. જ્ઞાનવૃદ્ધિ અને સદાચરણ બનેથી જીવન ઉન્નત થાય છે તે લક્ષ રાખી જીવન સુખી બનાવવા પુરુષાર્થ કર્તવ્ય છે .
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૫૫
અગાસ, વૈશાખ વદ ૫, ૨૦૦૨
તત્ ૐ સત્ ગયા પત્રમાં “જાગ્રતમાં જેમ જેમ ઉપગનું શુદ્ધપણું થાય, તેમ તેમ રવદશાનું પરિક્ષણપણું સંભવે” (૬૨૨) એ વાક્યના પરમાર્થ સંબંધી પૂછ્યું તે વિષે જણાવવાનું કે પરમકૃપાળુદેવના હૃદયમાં જે વાત રહી છે તે સત્ય છે. “ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંક૯પ વિકલ્પને ભૂલી જજે.” (૩૭) આટલું એક પત્રમાં લખ્યું છે તે કરતા રહેવાની જરૂર છે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યકૃદર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૩) આ વાકયોના અનુસંધાને વિચાર કરવા વિનંતી છે.
નમેહ વ્યતીત થઈ ઊપજે છે જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે તેથી પ્રક્ષણ ચારિત્રમોહ વિકિ, વર્તે એવું શુદ્ધસ્વરૃપનું ધ્યાન —
અપૂર્વ અવસર એ ક્યારે આવશે ?” જ્ઞાની પુરુષનાં સર્વ વચને એક આત્મા દર્શાવવા અર્થે છે તે લક્ષ રાખી વાંચવા-વિચારવાનું થશે તે હિતકારી છે. આત્માથે તે વચનેના અવલંબને જે પુરુષાર્થ થશે તે સવળો થ સંભવે છેજી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ