SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૫૮ બેધામૃત ૬૧૯ અગાસ, તા. ૧૭-૯-૪૫ તતું કે સત્ ભાદરવા સુદ ૧૦, સેમ, ૨૦૦૧ આપને પૂ... જેવાં પ્રજ્ઞાવંત સાધ્વીજીને હાલ સમાગમ છે એ મહાલાભનું કારણ છે. તેમના સમાગમમાં “ઉપદેશછાયા', “મેક્ષમાળા' હાલ વાંચવાનું રાખશે તથા એકાંતમાં, જે સાંભળ્યું હોય કે ચર્ચાયું હોય તેને વિચારવાનો વખત રાખશે તે કંઈક ઊંડા ઊતરી અંતરશાંતિ પામવાની પ્રેરણા થશે. “આત્માનુશાસન” વાંચવા તમારા ભાવ છે એમ જાણ્યું છે, પણ તે આગળ ઉપર બની રહેશે. તે પહેલાં આ પ્રાથમિક ભૂમિકા તૈયાર થવી ઘટે છે. શ્રીમને જે કંઈ કહેવું છે તે “મોક્ષમાળા” અને “આત્મસિદ્ધિમાં કહી દીધું છે, પણ તેટલે વૈરાગ્ય જીવમાં જાગે અને કષાયનું બળ મંદ પડે તે તેવી વિશુદ્ધિએ તેમાં દર્શાવેલી અચિંત્ય સમૃદ્ધિ સમજાય તેમ છે. વૈરાગ્યવંત છને સમાગમ વૈરાગ્યપ્રેરક બને છે, તે હાલ સત્સમાગમ બને તેટલો ત્યાં કરે અને અહીં આવવાના પણ ભાવ રાખશે તે પુણ્ય ઉદયે તે પણ બની આવશે અને તે પરમપુરુષના યોગબળને નમૂને જોવાને પ્રસંગ બની આવશે. હમણાં પર્યુષણમાં શરૂ થયેલ પ. પૂ. પ્રભુશ્રીજીને બોધ વંચાય છે તેના સારરૂપ નીચેની કડી છે – હરિગીત – “ટળે છે દશા પરિભ્રમણની', વિશ્વાસ વિણ વિચાર કયાં? શ્રવણ વણ ના ઓળખે, ભક્તિ ન ભાવ-વિચાર જ્યાં વાતે વડાં ના થાય’, મંડી પડ વિનય-ભક્તિ સજી; જે જાગશે તે છોડશે, કર સમજ નિજ ડહાપણું તજી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ १२० અગાસ, તા. ૧૮-૯-૪૫ તત્ સત્ ભાદરવા સુદ ૧૧, મંગળ, ૨૦૦૧ “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.” – શ્રીમદ્ રાજચંદ્ર પૂએ કારતક સુદ ૧ ના દિવસથી કંદમૂળને ત્યાગ પિતાને ઠીક લાગવાથી કર્યો છે તે ઠીક કર્યું છે, પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ લઈ જઈ, તેમને કેવા પ્રકારનાં કંદમૂળને એટલે અમુક જ કંદમૂળ કે છૂટ રાખીને ત્યાગ કરવો છે તથા કેટલી મુદતને ત્યાગ કરે છે તથા દવા વગેરે માટે તેમાંની કઈ ચીજ, આદું વગેરે વાપરવા માંદગીમાં છૂટ રાખવી છે કે નહીં તેને નિર્ણય પછી તેમની જેવી ભાવના હોય તે પ્રમાણે પરમકૃપાળુદેવની સાક્ષીએ તે ધારે તેટલી મુદતને ત્યાગ સ્વીકારવા જણાવશે, એમ પરમકૃપાળુદેવને નમસ્કાર કરી ભાવવ્રત લે તે યંગ્ય છે. બીજું, તેમને ઉપવાસ કરવા ભાવના છે તે જણાવશે કે તમે દુધ પીને ઉપવાસ કરવા ધારે છે તે ઉપવાસ નથી; પણ એક વખત ગમે તે ખાઈને ચલાવવું હોય તે તે એકાસણું કહેવાય છે તે અને તે કરશે, નહીં તે બે વખત આહાર લેવાને નિયમ લેવું હોય તે પણ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy