________________
પત્રસુધા
૫૫૯ લેવાય. બેથી વધારે વખત ખાનાર સંયમ-નિયમરહિત ગણાય છે. આ તપની વિધિ કહી અને તે તપ આજ્ઞા વિના માત્ર લાંઘણુ ગણાય છે. તેનું શારીરિક ફળ છે. વિશેષ ધાર્મિક ફળ થવા પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ જે કંઈ નિયમ કે વ્રત, તપ કરવા ઈચ્છા થાય છે તેમ નમસ્કારપૂર્વક ભાવના કરી કવ્ય છેજ.
તા. ક – વ્રત-ઉપવાસ કરતાં પણ સ્મરણ વારંવાર જીભ ઉપર રહ્યા કરે તેમ ટેવ પાડવી વિશેષ હિતકારી છેજી.
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૨-૯-૪૫ તત સત્ આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. વૈરાગ્ય ભલે દુઃખથી જાગે હોય તે પણ તેને સત્સંગે પોષણ મળે છે તે વૈરાગ્ય ઘણું ઊંચી દશા સુધી જીવને ભેમિયાનું કામ કરે છે. માર્ગ જ્ઞાની પુરુષ અને પરમકૃપાળુદેવે સ્પષ્ટ જણાવ્યું છે, તે સમજવામાં અને આચરવામાં આડું શું આવે છે તે દરેકે વિચારી સત્સંગયેગે આ મનુષ્યભવ સફળ કરી લે ઘટે છેજ. પત્રાંક ૫૦૫ “વીતરાગને કહેલે.જ ઊંડા ઊતરી વિચારશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૨૨
અગાસ, ભાદરવા વદ ૧, ૨૦૦૧ સત્સંગ એ પહેલામાં પહેલું અને સહેલામાં સહેલું આત્મકલ્યાણનું કારણ છે. વિશેષ શું લખવું? જેનું ભલું થવાનું હશે તેને તે સૂઝશે અને સત્સંગે કોઈ જ્ઞાનીની આજ્ઞા પામી આરાધીને આત્મહિત કરી લેશે તેને મનુષ્યભવ સફળ થશે એ લક્ષમાં લેવા યોગ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૨૩
અગાસ, તા. ૨૪-૯-૪૫ તત સત્
ભાદરવા વદ ૩, ૨૦૦૧ આપને ક્ષમાપનપત્ર મળેલ છે.જી. વાંચી આપની પ્રશસ્ત ભાવનાથી પ્રમોદ થયે જી. મેક્ષમાર્ગના આપણ સર્વ મુસાફરે પરમકૃપાળુદેવના શરણરૂપ ગાડીમાં બેઠા છીએ. એકબીજાના વિચારની, મુશ્કેલીઓની, દુઃખની વાત કરી દિલ હલકું કરી તે માર્ગમાં ત્વરિત ગતિએ ચલાય તે લક્ષ છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે બાળભેળાનું કામ થઈ જશે. જેના હૃદયમાં આડાઅવળા ધર્મને નામે આગ્રહો નથી અને માર્ગ જાણી તે આરાધવાની જ જેને પરમ જિજ્ઞાસા છે તેને આ દુષમકાળમાં પણ પરમકૃપાળુદેવે “ભા અત્ર અગ” કહી મોક્ષમાર્ગ ખુલ્લે કર્યો છે. ચોગાનમાં તરવાર પડી છે, મારે એના બાપની. જે જેટલે પુરુષાર્થ કરશે તેનું તેને જરૂર ફળ મળશે. સાચો અગ્નિ છે તે કામ કર્યા વિના ન રહે. પ. પૂ. પ્રભુશ્રીજીને બંધ આ પર્યુષણમાં વંચાતું હતું તેમાં વારંવાર આવતું – “તારી વારે વાર, થઈ જા તૈયાર, સપુરુષાર્થ છો ત્યાં લગી કરતા રહેજે', “પરમ ટુ ’ આ ભાવેને આરાધવાની ધગશ જોઈએ.
એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ