________________
મેધામૃત
(૨) વિશુદ્ધિ લબ્ધિ – ઉપરના પુરુષાર્થના બળે ક્લિષ્ટ – ભારે કર્મ દૂર થતાં શાતા વગેરે શુભ કર્માંબધનું નિમિત્ત બને, પાપ બંધાય તેવા ભાવ પ્રત્યે વિરાધભાવ અથવા અણગમા થાય.
(૩) દેશના લબ્ધિ — યથાર્થ તત્ત્વના ઉપદેશ, તેવા ઉપદેશ દેનાર આચાર્ય આદિની પ્રાપ્તિ તથા તેમણે ઉપદેશેલા અને ગ્રહણ કરવાની, ધારણ કરવાની અને વિચારણા કરવાની શક્તિની પ્રાપ્તિ થાય તેવી ભૂમિકા.
૫૪૨
(૪) પ્રાયેાગ્ય લબ્ધિ — પૂર્વે ખાંધેલાં કર્મોની સ્થિતિ ટૂંકી કરી કોડાકોડી સાગરોપમથી કંઈક એછી કરવી (અંતઃકોડાકડી) અને નવાં બધાતાં કર્યાં પણ વિશુદ્ધ પરિણામના ચેાગે અ'તઃ કોટાકોટી સાગરથી વિશેષ લાંબી સ્થિતિના ન બંધાય તેવી દશા. આ ચાર ભૂમિકા અનંતવાર જીવ પ્રાપ્ત કરી ચૂકયો છે.
(૫) કરણ લબ્ધિ — અનાદિ મિથ્યાષ્ટિ ભવ્ય જીવ કે એક વાર સમકિત થયા પછી પાછા મિથ્યાદષ્ટિ થઇ ગયા હોય તેવા જીવ સભ્યઇન પામવાની અભિલાષાવાળા, શુભ પરિણામની સન્મુખ થયેલેા એક અંતર્મુહૂર્ત (એ ઘડીમાં કઈક એઠું) સુધી અનંતગુણા સમયે સમયે વધતાં વિશુદ્ધ પરિણામ કરતા, સ'ફ્લેશ પરિણામ દૂર કરી, કષાયની મંદતા કરતા જતા, વમાન શુભ પરિણામના ખળથી સર્વ કર્માંની પ્રકૃતિની સ્થિતિ ઘટાડતા, અશુભ પ્રકૃતિએને રસ ઘટાડતા, શુભ પ્રકૃતિને રસ વધારતા, ત્રણ કરણ (સમ્યક્દર્શીન પ્રાપ્ત કરાવે તેવા આત્મભાવ)ની શરૂઆત કરે છે. આમાં પહેલું કરણ યથાપ્રવૃત્તિકરણ છે. તેની હદ સુધી જીવ અનતીવાર આવી પાછો ફરી જાય છે, મંદ પુરુષાર્થી થઈ જાય છે કે સમિત થઈ ગયું એમ માની બેસે છે કે કોઈ અન્ય મતમતાંતરમાં તણાઈ જાય છે; પણ જે કરણલબ્ધિ છેલ્લી છે તેમાં પ્રવેશી આગળ વધતા નથી, વધ્યા નહીં. કરણલબ્ધિ વડે બે ઘડી પૂરી થતાં પહેલાં સમ્યક્ત્વ થાય છે, ત્રણે કરણમાં, (૧) યથાપ્રવૃત્તિકરણ વખતે અલ્પશુદ્ધિ હોય છે. પહેલાં કદી પ્રાપ્ત ન થયાં હેાય તેવાં પિરણામ પામવાં તેનું નામ યથાપ્રવૃત્તિકરણ. (૨) અપૂર્ણાંકરણમાં સમયે સમયે શુદ્ધતર પરિણામ થાય છે, પહેલાંના કર્માંની સ્થિતિ ઘણી ઘટતી જાય છે, અનુભાગ (રસ) અશુભ પ્રકૃતિને ઘટતા જાય છે અને ગુણશ્રેણીસંક્રમણ નામની ક્રિયાથી નિરા થયા કરે છે, ગ્રંથિભેદ થાય છે. (૩) અનિવૃત્તિ કરણમાં એક સમયે સાથે શરૂઆત કરનાર સર્વ જીવાનાં પરિણામ સરખેસરખાં વધ્યા કરે છે—જેમ લશ્કરી કવાયતમાં સાથે પગ બધાના ઊપડે છે તેમ. અપૂર્ણાંકરણમાં થતી નિરાના ક્રમ ચાલુ રહે છે અને અંતર-કરણ નામની ક્રિયા આ કરણમાં કરે છે. એટલે મિથ્યાત્વ અને અન'તાનુખ'ધી કર્માંનેા ઉદય એક અંતર્મુહૂર્ત સુધી ન આવે તેવા આંતરે પાડી દે છે, અને મિથ્યાત્વના ત્રણ ભેદ કરી નાખે છે, પહેલાં હતું તેવું; મિશ્ર = કંઈક ઘટતા ખળવાળું, સાચી શ્રદ્ધાના ભેગવાળું; અને સમકિત માહનીય = જેના ઉદ્દયમાં સમિતને નાશ ન થઈ જાય તેટલા મંદ બળવાળું. આમ થતાં સાચી શ્રદ્ધા, સમ્યક્દશનનેા ઉદય થાય છેજી,
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ