________________
પત્રસુધા
૫૪૩
૫૯૪
અગાસ, તા. ૧૪-૭-૪૫ માંદગી કરતાં માંદગી પૂરી થવા આવે ત્યારે વિશેષ કાળજી દાક્તરો રાખે છે, તેમ મુમુક્ષુ જીવ પણ માંદગીને પ્રસંગે જેમ મરણ સમીપ લાગતું તેમ ત્યાર પછી પણ મરણને સમીપ જ સમજીને ધર્મમાં વૃત્તિ રાખવાને જ્ઞાનીને માર્ગ આરાધે છે અને આપણે બધાએ તે જ અંગીકાર કર્તવ્ય છેછે. સમાધિમરણ કરવાની ભાવનાવાળા સર્વેએ ક્ષણેક્ષણ સમાધિભાવને પિષે તેમ વર્તવાને પુરુષાર્થ કર્તવ્ય છે, કારણ કે મરણ વખતે અત્યારે જે ભાવો કરીએ છીએ તેના રહસ્યભૂત મતિ આવે છે, તે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર ગણે છેવટની ઘડીની અત્યારથી જ તૈયારી કરતા રહેનાર વિવેકી ગણવા ગ્ય છે. પરમકૃપાળુદેવનાં વચને વાંચવા, સાંભળવા, વિચારવા અને સ્મૃતિમાં રાખી તેમાં ઉપગ રાખતા રહેવા વિનય વિનંતી છે.જી.
૫૯૫
અગાસ, તા. ૧૫-૭-૪૫ તમારા બન્ને પત્રો મળ્યા છે. આત્મસુધારણાને જેને લક્ષ છે તેણે પિતાના દોષ દેખવા અને દેખીને ટાળવા. પિતાના દોષ ગમે તેના તરફથી જાણવામાં આવે અને તે આપણને દોષ જ છે એમ અંતરમાં લાગે તે દોષ દેખાડનારનો ઉપકાર માનવો. દોષ ન હોય તે કંઈ ફિકર નહીં, પણ દેખાડનાર પ્રત્યે દ્વેષવૃત્તિ ન જાગે તે સાચવવું. તે જ પ્રમાણે રાગવૃત્તિઓની તપાસ પણ રાખવા ગ્ય છે. ઠેકાણે ઠેકાણે પ્રેમની મૂડી છે એવી જગાએ ધીરી છે કે તેમાંથી જીવનું હિત કંઈ પણ સધાય નહીં અને ત્યાંથી વૃત્તિ ખસે નહીં. માટે નિરર્થક વ્યાપાર ઘટાડવાનું અને તે સાર્થક થાય તેવી પ્રવૃત્તિ માટે જીવને અવકાશ મળે.
જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવું એ જ મારો ધર્મ છે” (૩૭) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે અનુભવવા ગ્ય છે.
૫૯૬
અગાસ, તા. ૧૭-૭-૪૫ તત્ સત
અષાઢ સુદ ૮, મંગળ, ૨૦૦૧ શરીર તે કર્માધીન શાતા-અશાતા પૂર્વે બાંધી છે તે અનુસાર ત્યાં કે અહીં વર્તવાનું છે. જેવી ફરસના હોય તેમ થયા કરે છે. તેને આગળ કરીને જીવ વિચાર કરે તે જીવને શિથિલ થવામાં સહાય મળે છે. દેહને અર્થે આત્માને અનંતવાર ગાજે છે એમ પરમકૃપાળુ દેવનું કહેવું છે તે શા અર્થે હશે? તે વિચારશે.
બીજું આપે પત્ર ૯૧૭ સંબંધી ભાવાર્થ શે સંભવે છે એમ પૂછી, તમને જે લાગે છે તે જણાવ્યું છે. તે મુખ્યપણે તે ઠીક છે. બાકી જીવનું કલ્યાણ કેમ થાય છે તે જ્ઞાનીના લક્ષમાં હોય છે. જીવ કપે કે મને આમ થાય તે લાભ થાય, આમ મારા પર પુરુષ કૃપા કરે તે ઠીક વગેરે કલ્પનાએ કંઈ કલ્યાણ નથી. જ્ઞાનીપુરુષનાં “મન-વચન-કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદૂભુત રહ ફરી ફરી નિદિધ્યાસન કરવાં” એમ એક પત્રમાં જણાવ્યું છે તેમ તેની દરેક ચેષ્ટામાં કંઈક અદ્ભુતતા હોય છે તે વારંવાર વિચાર્યું, જીવની યોગ્યતા થયે સમજાય છે. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પણ કહેતા કે પરમકૃપાળુદેવના ગમાં તેમની ઈશારતે અને વચને જે નહીં સમજાયેલાં કે અલ્પાંશે સમજાયેલાં તે હવે સમજાય છે કે તેમને તે દ્વારા